________________
૩૮૪
पूर्वसेवाद्वात्रिंशिका १३ - २७ पुनर्देहिनां = प्राणिनां भवानुत्कटरागेण = भवोत्कटेच्छाऽभावेन सहजं = स्वाभाविकं यदल्पमलत्वं ततः (=सहजाल्पमलत्वतः) । मोक्षरागजनकगुणाभावेन तदभावेऽपि गाढतरमिथ्यात्वदोषाभावेन तवेषाभावो મવતીત્યર્થ || રદ્દા.
मलस्तु योग्यता योग-कषायाख्याऽऽत्मनो मता । अन्यथाऽतिप्रसङ्गः स्याज्जीवत्वस्याविशेषतः ।। २७।।
'मलस्त्विति । मलस्तु योगकषायाख्याऽऽत्मनो योग्यता मता । तस्या एव बहुत्वाल्पत्वाभ्यां दोषोत्कर्षापकर्षोपपत्तेः । अन्यथा जीवत्वस्याविशेषतः = सर्वत्र साधारणत्वादतिप्रसङ्गः मुक्तेष्वपि વન્યાપત્તિનક્ષઃ સાત || ૨૭ના
અભાવ) સહજ = સ્વાભાવિક જે અલ્પમલત્વ, તેનાથી થાય છે. મોક્ષરાગના જનક ગુણનો અભાવ હોવાથી તેનો = મોક્ષરાગનો અભાવ હોવા છતાં પણ ગાઢતર મિથ્યાત્વ દોષનો અભાવ થવાથી તેના મોક્ષના દ્વેષનો અભાવ થાય છે એમ અર્થ છે.
વિવેચન : ભવની વિષયસુખની ઉત્કટ ઇચ્છાથી મોક્ષમાં અનિષ્ટબુદ્ધિ અને દ્વેષ બંને થયેલા. એટલે એ ઉત્કટ ઇચ્છા રવાના થતાં મોક્ષનો દ્વેષ પણ રવાના થાય છે. આમ તો વિરોધી આવવાથી મૂળ વસ્તુ દૂર થાય છે. જેમ કે સૂર્ય આવવાથી અંધકાર રવાના થઈ જાય છે. પ્રસ્તુતમાં, વેષનો વિરોધી છે રાગ. એટલે મોક્ષનો રાગ આવે તો મોક્ષનો દ્વેષ ભાગી જાય એ સ્પષ્ટ છે. પણ મોક્ષનો રાગ પેદા કરી શકે એવા ગુણ હજુ પ્રગટ્યા નથી. એટલે મોક્ષરાગ પણ પ્રગટી શકતો નથી. તો પછી મોક્ષદ્વેષ રવાના શી રીતે થાય ? તો કે એના કારણોની હકાલપટ્ટી દ્વારા. ભવની વિષયવસ્તુની અબાધ્ય ઉત્કટ ઇચ્છા એ ગાઢતર મિથ્યાત્વનું જ એક સ્વરૂપ છે. એટલે એ ઉત્કટ ઇચ્છાનો અભાવ એ જ ગાઢતર મિથ્યાત્વનો અભાવ છે. એ થવાથી, એ ઇચ્છાજન્ય મોક્ષદ્વેષનો અભાવ થઈ જાય છે.
આ ગાઢતર મિથ્યાત્વનો અભાવ કઈ રીતે થાય ? તો કે અલ્પમલત્વથી થાય. આ અલ્પમલત્વ શાનાથી થાય ? એ વિચારીએ તો પુરુષાર્થથી થાય એમ તો કહી શકાતું નથી, કારણ કે અલ્પમલત્વ થવા પૂર્વે ભવાભિનંદીપણું હોય છે. ને ભવાભિનંદીપણામાં કરેલો કોઈ પુરુષાર્થ આત્માની દૃષ્ટિએ સફળ થઈ શકતો નથી, કારણ કે એ પુરુષાર્થને અયોગ્યકાળ છે. આમ અલ્પમલત્વ પુરુષાર્થથી થતું નથી. માટે એને સહજ સ્વાભાવિક કહ્યું છે. //રકો અલ્પમલત્વમાં મલ શું છે ? એ જણાવે છે -
ગાથાર્થ મલ એટલે આત્માની યોગ અને કષાય નામની યોગ્યતા. જો એ માનવામાં ન આવે, તો જીવત્વ બધામાં સમાન હોવાથી અતિપ્રસંગ થાય.
ટીકાર્થઃ મલ તરીકે આત્માની યોગ અને કષાયનામની યોગ્યતા મનાયેલી છે. તેની જ વધ-ઘટ થવાથી દોષનો ઉત્કર્ષ અને અપકર્ષ સંગત થાય છે. નહીંતર જીવત્વ બધામાં એકસમાન હોવાથી મુક્તજીવોને પણ કર્મબંધની આપત્તિરૂપ અતિપ્રસંગ થાય.
વિવેચન : જીવમાં અનાદિકાળથી સહજમળ=કર્મબંધની યોગ્યતા મનાયેલી છે. રંગને વસ્ત્ર પકડે છે,