________________
३७२
पूर्वसेवाद्वात्रिंशिका १३ - ११, १२ (यो.बि.१२३) इति । दीनाः = क्षीणसकलपुरुषार्थशक्तयः । अन्धाः = नयनरहिताः कृपणाः = स्वभावत एव सतां कृपास्थानम् । व्याधिग्रस्ताः = कुष्ठ्याद्यभिभूताः। निःस्वाः = निर्धनाः ।।१२।।
લાગણી દિલમાં હોય જ. પોતે એકને જે દાનાદિ કરે છે, તે પણ તેઓમાં ગુણાધિક્ય જોયું છે, માટે નહીં, પણ કુલપરંપરા વગેરે કારણે પહેલેથી ત્યાં વિશેષ શ્રદ્ધા છે, માટે.
શંકા : ગ્રન્થમાં તો અધિમુક્તિવશાતુની કોઈ વાત કરી નથી.
સમાધાનઃ દેવમાં તો, દેવ કાંઈ સામેથી સાધકના ઘરે આવતા નથી. પોતે સ્વયં જવું પડે છે. એટલે જે આદિધાર્મિકની વિશેષ શ્રદ્ધા અમુક દેવ પર બંધાયેલી હોય એ તો દરેક વખતે એ જ દેવના મંદિરમાં જશે. ને તેથી બીજા દેવની પૂજા કરવાનો પ્રસંગ આવવાનો નથી. પણ ત્યાગી ગુરુ માટે આવું નથી. પોતે સામેથી બોલાવવા જવું - ઘરે તેડાવવા ને દાનાદિ કરવા. આવું તો જેમના પર વિશેષ શ્રદ્ધા હોય એ ત્યાગી પ્રત્યે હોય. છતાં, બીજા ત્યાગીઓ પણ ભિક્ષા વગેરે માટે ઘરે સામેથી આવે એ લગભગ સંભવિત છે જ. ત્યારે, અભિનિવેશ ન હોવાથી આ આદિધાર્મિક એમને પણ પાત્ર સમજીને ભક્તિથી દાન આપે જ છે, નથી આપતો એવું નથી, એટલે “માત્ર એક ત્યાગીને જ દાન” આવું પ્રાયઃ કરીને શક્ય બનતું નથી. માટે એનો ઉલ્લેખ નથી એમ સમજવું જોઈએ.
અપવા વિશM.. જે ત્યાગીઓ સ્વયં રાંધતા નથી, બીજા પાસે રંધાવતા નથી કે ગૃહસ્થો પોતા માટે જે રાંધે, એની અનુમોદના પણ કરતા નથી આવા ત્યાગીઓ અહીં નવા શબ્દથી લેવાના છે. આવા ત્યાગીઓને વિશેષ કરીને આપે.
શંકા : “માત્ર એક ત્યાગીને જ દાન” આવો વિકલ્પ આ રીતે જ મળી જશે ને ?
સમાધાનઃ ના, કારણ કે આ સિવાયના ત્યાગીઓને પણ એ ભૂમિકામાં આદિધાર્મિક પાત્ર સમજીને ભક્તિથી જ આપે છે.
શંકા ? તો પછી વિશિષ્યનો અર્થ શું કરવાનો ?
સમાધાનઃ એટલો જ કે પહેલાં આવા અપચાત્યાગીઓને આપે.. પછી બીજાઓને હોય એ પ્રમાણે આપે, ક્યારેક ન હોય તો ન પણ આપે, છતાં એમને પણ પાત્ર તો માને જ છે, કારણ કે અપચાપણાને ગુણાધિક્ય તરીકે જોતા નથી. તે પણ એટલા માટે કે ગુણાધિક્ય જોવા તરફ લક્ષ્ય જ નથી. અથવા દરેક પોતપોતાના શાસ્ત્રમાં કહ્યા હોય એ મુજબ રહે છે, તેથી એના આધારે ઉચ્ચપણું-નીચપણું નક્કી કરી શકાય નહીં. કોઈકમાં અમુક આચાર કડક, તો બીજામાં બીજો કોઈ આચાર કડક... પણ પછી ક્રમશઃ ભૂમિકા આગળ વધતાં જ્યારે ગુણાધિક્યનો નિશ્ચય થઈ જાય, ત્યારે તો પછી શેષ ત્યાગીવર્ગ એના માટે પાત્ર જ રહેતો નથી. અલબત્ તેઓ પ્રત્યે દ્વેષ ન હોય. એટલે સામેથી આવે તો ઔચિત્યથી આપે, પણ ભક્તિથી નહીં.
પ્રશનઃ આગળ ગુરુપૂજા કહી એમાં ગુરુ તરીકે ધર્મોપદેશકનો પણ સમાવેશ હતો. તો એની પૂજા તરીકે જ આ ભક્તિથી કરાતું દાન પણ આવી જવાથી અહીં એનો સ્વતંત્ર ઉલ્લેખ કરવાની જરૂર શી ?
ઉત્તર : એ ધર્મોપદેશક તરીકે તો, જે પોતાને ખુદને ધર્મનો ઉપદેશ આપનારા ધર્મોપદેશક હોય એની જ વાત હતી, બધા ત્યાગીઓની નહીં. વળી એ ધર્મોપદેશક તો ગૃહસ્થ પણ હોઈ શકે, અહીં તો માત્ર ત્યાગીની જ વાત છે.