________________
३४०
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - २४ कुत इत्याह - सत्त्वादीनामपि स्वाङ्गिन्युपकारोपपत्तितः । बुद्धिर्नामैव पुंसस्तत् स्याच्च तत्त्वान्तरव्ययः ।। २४ ।।
सत्त्वादीनामिति । सत्त्वादीनां धर्माणां स्वाङ्गिन्यपि स्वाश्रयेऽपि । उपकारोपपत्तितः =फलाधानसम्भवादुक्तनियमे मानाभावात्, सत्त्वादौ संहत्यकारित्वस्य विलक्षणत्वात् । अन्यथाऽसंहतरूपपरासिद्धेः, धर्माणां साश्रयत्वव्याप्तेश्च बुद्ध्यैव सफलत्वाद् नैवमात्मा कश्चिदतिरिक्तः सिध्येदिति भावः । तत्-तस्माद् बुद्धिः पुंसः पुरुषस्यैव नाम स्यात् । च-पुनस्तत्त्वान्तरव्ययः = अहंकारादितत्त्वोच्छेदः स्यात् ।। २४ ।। तथाहि -
ગાથાર્થ : સત્ત્વ વગેરેનો સ્વઅંગી ઉપર પણ ઉપકાર સંભવિત હોવાથી તમે આપેલી વ્યાપ્તિ બરાબર નથી.) તેથી બુદ્ધિ એ પુરુષનું જ બીજું નામ થઈ જશે અને અન્ય તત્ત્વનો વ્યય–ઉચ્છેદ થઈ જશે.
ટીકાર્ય : સત્ત્વાદિ ધર્મનો સ્વઅંગી=સ્વાશ્રય ઉપર પણ ઉપકાર સંગત હોવાથી ફળાધાન સંભવિત હોવાથી તમે કહેલો નિયમ માનવા માટે કોઈ પ્રમાણ નહીં રહેવાનાં કારણે, તથા સત્ત્વાદિમાં રહેલું સંહત્યકારિત્વ વિલક્ષણ હોવાના કારણે (આ રીતે સ્વતંત્ર પુરુષની સિદ્ધિ થઈ શકે નહીં.) નહીંતર અસંહતરૂપ “પર”ની સિદ્ધિ થઈ શકે નહીં. વળી “ધર્મો સાશ્રય હોય છે. આવી વ્યાપ્તિ બુદ્ધિથી જ સફળ થઈ જતી હોવાથી આ રીતે કોઈ સ્વતંત્ર આત્મા સિદ્ધ થઈ શકે નહીં-એવો અહીં ભાવ છે. તેથી બુદ્ધિ એ પુરુષનું જ નામ થઈ જશે. અને તત્ત્વાન્તરનો અહંકારાદિ તત્ત્વોનો વ્યય–ઉચ્છેદ થઈ જશે.
વિવેચન : પાતંજલ વિદ્વાનોએ સત્ત્વાદિ ત્રણની પ્રધાનતાથી ક્રમશઃ રાગ, દ્વેષ અને મોહ પરિણતિ રૂપ ફળ બુદ્ધિમાં માન્યું છે. આમ સત્ત્વાદિ ત્રણ “પર” માટે જ કાર્ય કરે છે, એવું નહીં રહ્યું. સ્વાશ્રય માટે પણ કાર્ય કરે જ છે. એટલે સંહત્યકારી હોય તે પરાર્થ જ હોય એવો નિયમ પ્રામાણિક ન રહ્યો. વળી શયા-આસનવગેરે સંહત્યકારી પદાર્થો જે “પર” માટે હોય છે, તે “પર” તો દેહધારી પુરુષ હોવાથી સંહિતરૂપવાળો છે. એટલે સત્ત્વાદિ ધર્મો પણ જો શય્યા વગેરે જેવા જ સંહત્યકારી હોય, તો એનાથી સિદ્ધ થનાર “પર” સંતર
વિધ અવયવોના સમુદાયથી બનેલો) માનવાનો રહેવાથી અસંહતરૂપવાળો આત્મા “પર” તરીકે સિદ્ધ નહીં થાય. અને સત્ત્વાદિ જો શય્યા વગેરે કરતાં વિલક્ષણ રીતે સંહત્યકારી છે, તો વ્યાપ્તિ ધરાવતું (હેતુભૂત) સંહત્યકારિત્વ સત્ત્વાદિમાં ન રહેવાથી સ્વરૂપઅસિદ્ધિ હેત્વાભાસ થશે. તે પણ એટલા માટે કે વ્યાપ્તિનો જે નિર્ણય કર્યો છે, તે તો શય્યાદિના સંહત્યકારિત્વમાં કર્યો છે અને આવું વ્યાપ્ય સંહત્યકારિત્વ સત્ત્વાદિપક્ષમાં નથી. માટે સ્વરૂપ અસિદ્ધિ છે. કૃતિ-ભોગવગેરે ધર્મો સાશ્રય હોય છે.. અને એના આશ્રય તરીકે બુદ્ધિ જ પાતંજલવિદ્વાનોએ માનેલી છે. એટલે કૃતિ વગેરે ધર્મોના આશ્રય તરીકે બુદ્ધિ મળી જવાથી સાશ્રયતાવ્યાપ્તિ સફલ ચરિતાર્થ થઈ જાય છે, તેથી એના આશ્રય તરીકે પણ કોઈ સ્વતંત્ર=બુદ્ધિથી ભિન્ન આત્મા સિદ્ધ થઈ શકતો નથી. એટલે બુદ્ધિ એ પુરુષનું જ નામ થઈ જશે. અને તો પછી પાતંજલોને માન્ય છે અહંકારાદિ અન્ય તત્ત્વો છે એનો ઉચ્છેદ થઈ જશે. (અહીં આદિ શબ્દથી પ્રકૃતિનો સમાવેશ જાણવો.) I ૧૧-૨૪ . તત્ત્વાન્તરનો ઉચ્છેદ કઈ રીતે થઈ જશે ? એ જણાવે છે –