SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशद्वात्रिंशिका त्वाद्, द्रव्यपदस्य क्वचिदप्रधानार्थकत्वेन क्वचिच्च कारणार्थकत्वेनानुयोगद्वारवृत्ती व्यवस्थापनात् । तथाकल्पात् = तथाऽऽचारात् तदावश्यकं तेषामक्षतं, यतो मार्गप्रवेशाय मिथ्यादृशामपि तदावश्यकं मतं = गीतार्थेरङ्गीकृतं, अभ्यासरूपत्वात्, अस्खलितत्वादिगुणगर्भतया द्रव्यत्वोपवर्णनस्यैतदर्थद्योतकत्वाच्च ।।२५ ।। मार्गभेदस्तु यः कश्चिन्निजमत्या विकल्प्यते। स तु सुन्दरबुद्ध्यापि क्रियमाणो न सुन्दरः ।।२६।। માતિા ત્યાર૬ TI વૃત્તિમાં ‘દ્રવ્ય' શબ્દની બે વ્યવસ્થા દેખાડી છે. જે સર્વથા નિરર્થક હોય તે અનુષ્ઠાન અપ્રધાનદ્રવ્ય કહેવાય છે. અને જે ભાવનું કારણ બનતું હોય તે અનુષ્ઠાન પ્રધાન દ્રવ્ય કહેવાય છે. આમ ‘દ્રવ્ય' પણ પ્રધાન-અપ્રધાન દ્વિવિધ હોઇ પ્રસ્તુતમાં અપ્રધાનદ્રવ્ય આવશ્યકની શંકા ન પડે એ માટે “પ્રધાન’ શબ્દ વપરાયો છે. સંવિપાલિકનું આવશ્યક, “ઇચ્છા' વગેરે પ્રબળ કક્ષાના હોઇ ભાવનું કારણ બને છે. એટલે એ પ્રધાનદ્રવ્ય આવશ્યક રૂપ હોય છે. મિથ્યાત્વીઓનું આવશ્યક પણ સાવ નિષ્ફળ નથી હોતું, કિન્તુ માર્ગપ્રવેશ કરાવનાર હોય છે. એવું જ કહ્યું એમાં આ બે કારણો જાણવા. (૧) તે અભ્યાસરૂપ હોય છે. જેમ જિનોક્ત દીક્ષાવિધિ અન્યતીર્થિકોની ક્રિયાઓના અભ્યાસના સંસ્કારથી થયેલ કુગ્રહનો વિરહ કરી માર્ગ પ્રવેશ માટે થાય છે એમ આ અભ્યાસરૂપે આવશ્યક પણ અન્યક્રિયાભ્યાસજન્ય સંસ્કારથી થયેલ કુગ્રહનો વિરહ કરી માર્ગપ્રવેશ માટે થાય છે. (૨) દ્રવ્ય આવશ્યકનું પણ અસ્મલિત ઉચ્ચારણ વગેરે ગુણોથી સુશોભિત હોવા રૂપે જે વર્ણન કરવામાં આવ્યું છે તેનાથી પણ આ વાત ઘોતિત થાય છે કે એ સર્વથા નિરર્થક નથી હોતું. જે સર્વથા નિષ્ફળ હોય તેને માટે આ અસ્મલિતત્વ વગેરે ગુણો હોય યા ન હોય એનો કોઇ ફેર ન હોવાથી એનું વર્ણન પણ શા માટે કરે?વારપા [આમ શુદ્ધ પ્રરૂપણાના બળ પર સંગ્નિપાક્ષિકો પણ નિર્જરા સાધી શકે છે અને તેઓના અનુષ્ઠાનો પણ સાવ નિષ્ફળ જતા નથી એ જણાવ્યું. એટલે આવા જીવોને પણ ધર્મમાં સ્થાન તો છે જ. વળી સાધુધર્મ અને ગૃહસ્થધર્મ એમ બે પ્રકારે પ્રસિદ્ધ ધર્મમાર્ગમાંથી તો એકેયમાં આ જીવોનો નંબર લાગતો નથી. વળી તેઓની આચાર મર્યાદાનું પણ ઉપદેશમાલા વગેરેમાં વર્ણન છે. એટલે સંવિગ્નપાક્ષિક એ પણ એક ત્રીજો માર્ગ છે એવું સિદ્ધ થાય છે. તેમ છતાં, જરાક જરાક ફેરફાર દેખાય અને એનો જુદો જુદો માર્ગ કલ્પી લેવામાં આવે તો મહાઅનર્થ થાય. એટલે એ અંગે લાલબત્તી ધરીને, પછી પ્રસ્તુતમાં સંવિગ્નપાલિકનો ત્રીજો માર્ગ તો આગમસિદ્ધ છે એવું બતાવી “એને કોઇએ સ્વમતિકલ્પનાથી કચ્યો નથી, માટે એ અસુંદર નથી' એવું જણાવવાનો ગ્રન્થકારનો અભિપ્રાય છે. એટલે ૨૬ મી ગાથામાં લાલબત્તી ધરતા ગ્રન્થકાર કહે છે–]. સ્વમતિથી જે અન્ય માર્ગ કલ્પી કાઢવામાં આવે છે તે ગમે એટલી સારી બુદ્ધિથી આચરવામાં આવે તો પણ સુંદર-પરિણામ લાવનારો બનતો નથી. (કોઇ પણ અનુષ્ઠાનમાં જિનાજ્ઞા એ જ પ્રધાન છે. સ્વમતિકલ્પિત માર્ગમાં એ ન હોઇ એ સુંદર શી રીતે બને?)lરકા [પણ સંવિગ્નપાલિકોનો આ જે માર્ગ છે તે સ્વમતિકલ્પિત નથી કિન્તુ આગમસિદ્ધ છે એવું જણાવવા શ્રીમદ્ આચારાંગની અને શ્રીમદ્ ઠાણાંગની શ્રુતિને ગ્રન્થકાર જણાવે છે–] દ્વિવિધ બાલતા. “સંયમથી નિવૃત્ત થતા કેટલાક જીવો આચારમાર્ગને યથાર્થ કહે છે” આવી અને માર્ગને કહેનારો, પણ
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy