________________
मार्ग-द्वात्रिंशिका अभिन्नग्रन्थय: प्रायः कुर्वन्तोऽप्यतिदुष्करम्। बाह्या इवाव्रता मूढा ध्वांक्षज्ञातेन दर्शिताः ।।१९।। - अभिन्नेति। अभिन्नग्रन्थयः = अकृतग्रन्थिभेदाः प्रायः कुर्वन्तोऽप्यतिदुष्करं मासक्षपणादिकं बाह्या इवाऽव्रताः स्वाभाविकव्रतपरिणामरहिता मूढाः = अज्ञानाविष्टा ध्वांक्षज्ञातेन = वायसदृष्टान्तेन दर्शिताः। यथाहि केचन वायसा निर्मलसलिलपूर्णसरित्परिसरं परित्यज्य मरुमरीचिकासु जलत्वभ्रान्तिभाजस्ताः प्रति प्रस्थिताः, तेभ्यः केचनान्यैर्निषिद्धाः प्रत्यायाताः सुखिनो वभूवुः, ये च नाऽऽयातास्ते मध्याह्नार्कतापतरलिताः पिपासिता एव मृताः। एवं समुदायादपि मनाग्दोषभीत्या ये स्वमत्या विजिहीर्षवो गीतार्थनिवारिताः प्रत्यावर्तन्ते, तेऽपि ज्ञानादिसंपद्भाजनं भवन्ति, अपरे तु ज्ञानादिगुणेभ्योऽपि भ्रश्यन्तीति । तदिदमाह
'पायं अभिन्नगंठी तवा(मा)इतह दुक्करं पि कुव्वंता। જ્ઞાન વિના ય મોહથી પંચાગ્નિતપ વગેરે રૂપ કષ્ટમય અનુષ્ઠાન કરે છે, અને તેમ છતાં વાસ્તવિક સાધુતા તો પામતાં જ નથી તેમ પ્રસ્તુતમાં જાણવું]
આ વાત કાગડાના દૃષ્ટાન્તથી પંચાશક વગેરેમાં બતાવી છે. કાગડાનું દૃષ્ટાન્ત આ પ્રમાણે જાણવું – સુસ્વાદુ, શીતળ, સ્વચ્છ અને કમળની રજકણોથી સુંગધી બનેલા જળવાળું એક મનોહર સરોવર હતું. તેને કિનારે કેટલાક કાગડાઓ રહેતા હતા. તૃષાતુર બનેલા કેટલાક કાગડાઓ સરોવર તરફ ન જતા બીજી બાજુ મૃગજળમાં પાણીની ભ્રાન્તિ પામી એ તરફ ઉપડ્યા. તે વખતે કોકે તેમને સલાહ આપી, “એ તો મૃગજળ છે. પાણી જોઇએ છે તો સરોવરમાં જ જાવ.” આ સાંભળી કેટલાક કાગડા સરોવરે પાછા ફર્યા અને પાણી પામીને સુખી થયા. જેઓ પાછા ન ફર્યા તેઓ મધ્યાહ્નના સૂર્યતાપથી ક્લાન્ત અને તૃષાતુર થઇ મરી ગયા. આમ ગુણાલય એવો ગુરુગચ્છ એ સરોવર છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર એ પાણી છે, ધર્માર્થી જીવો એ કાગડા છે. ગુરુગચ્છથી બહાર થઇ જવું એ મૃગજળ તરફ જવા સમાન છે. સમુદાયમાં દેખાતા અલ્પદોષથી ડરીને સ્વમતિમુજબ ગચ્છબહાર વિહાર કરી જવાની ઇચ્છાવાળા જે અગીતાર્થો ગીતાર્થોએ વારવાથી પાછા ફરે છે તેઓ જ્ઞાનાદિ સંપત્તિ પામીને સુખી થાય છે, અને જેઓ પાછા ફરતા નથી તેઓ જ્ઞાનાદિગુણો રૂપી પાણીથી ભ્રષ્ટ થાય છે અને છેવટે દુઃખી થાય છે. પંચાશક (૧૧/૩૮) માં કહ્યું છે કે – “(ગચ્છબહાર નીકળેલા તેઓ) પ્રાયઃ અભિન્નગ્રન્થિક હોય છે. તેઓ અજ્ઞાનથી દુષ્કર તપ વગેરે કરતાં હોવા છતાં બાહ્ય કુતીર્થિકોની જેમ સાધુ નથી હોતા એ ધ્વાંક્ષના = કાગડાના ઉદાહરણથી જાણવું.' આગમમાં (આચારાંગ સૂ. ૧૮૮) પણ કહ્યું છે કે “દ્રવ્યથી નમતા પણ કેટલાક જીવો પોતાના સંયમજીવિતનો વિપરિણામ = નાશ કરી નાંખે છે.”
તાત્પર્ય એ છે કે તે અગીતાર્થોનું અનુષ્ઠાન જ્ઞાનથી નહિ, પણ મોહથી થયું હોય છે. આવું મોહથી થયેલું અનુષ્ઠાન નિષ્ફળ યા વિપરીત ફલક બને છે. ગુરુ પ્રત્યેનો દ્વેષ વગેરે રૂપ તેવા અતિક્રૂર પરિણામના કારણે નહીં, કિન્તુ અપવાદસેવનાદિનો ભય હોવાના કારણે એકલવિહારી બનનાર કોક સાધુ કોઇક વસ્તુના ઉત્સર્ગપદે કરેલા નિષેધને સૂત્રથી જાણતો હોવા છતાં અર્થપત્તિથી અપવાદપદે તેની જે અનુજ્ઞા હોય છે તેને જાણતો હતો નથી. તેથી અપવાદપદે અનુજ્ઞાત એવી તે વસ્તુને એ તો નિષિદ્ધ જ માનતો હોવાથી પોતાનાથી તે સેવાઇ ન જાય એવા ભયવાળો હોય છે. આ જ કારણે તે ગચ્છવાસથી પણ ભીરુ હોય છે. (કારણકે ગરચ્છવાસમાં
१ प्रायोऽभिन्नग्रन्थयस्तमसस्तथा दुष्करमपि कुर्वन्तः । बाया इव न ते साधवः ध्वांक्षोदाहरणेन विज्ञेयाः।।