________________
मार्ग-द्वात्रिंशिका
७९ गीतार्थपारतंत्र्येण ज्ञानमज्ञानिनां मतम् । विना चक्षुष्मदाधारमन्धः पथि कथं व्रजेत् ।।१७।।
गीतार्थेति । मुख्यं ज्ञानं गीतार्थानामेव, तत्पारतंत्र्यलक्षणं गौणमेव तदगीतार्थानामिति भावः ।।१७।।
અગીતાર્થોને ગીતાર્થના પરતંત્રરૂપે જ જ્ઞાન હોવું મનાયું છે. એટલે ગીતાર્થના આધાર વિના તેઓ મોક્ષમાર્ગમાં આગળ શી રીતે વધી શકે? દેખતા માણસની સહાય વિના આંધળો રસ્તે શી રીતે ચાલી શકે? જેઓ ગીતાર્થ છે તેઓને જ મુખ્ય (= અનુપચરિત) જ્ઞાન હોય છે. અગીતાર્થો તો તેઓને પરતંત્ર રહે- તેઓના દોરવાયા દોરવાય તો જ જ્ઞાનના કાર્યકાર્યના વિવેક વગેરે રૂ૫ ફળને પામી શકતા હોવાથી ગૌણપણે એટલે કે પારતન્યરૂપે જ્ઞાનવાળા હોય છે. આશય એ છે કે જ્ઞાનનું ફળ કાર્ય-અનાર્યનો વિવેક વગેરે છે. ગીતાર્થને એ સ્વકીય જ્ઞાનથી થઇ જાય છે. અગીતાર્થને એવું જ્ઞાન ન હોવા છતાં, જો ગીતાર્થને પૂછીને જ કાંઇપણ કરવું એવું ગીતાર્થનું પારતન્ય હોય, તો ગીતાર્થ તેને અકાર્યને અકાર્ય રૂપે જણાવી નિવૃત્તિ કરાવે છે તે કાર્યને કર્તવ્યરૂપે જણાવી પ્રવૃત્તિ કરાવે છે. અગીતાર્થને પોતાનું જ્ઞાન હોત તો પણ એના પ્રભાવે આ જ થવાનું હતું. એટલે અગીતાર્થને જ્ઞાન ન હોવા છતાં જ્ઞાનનું ફળ ગીતાર્થપારતન્ય દ્વારા મળી જતું હોવાથી ફળતઃ જ્ઞાન હોવાનું કહેવાય છે. તેથી અગીતાર્થમાં રહેલું ગીતાર્થપારતત્ય એ જ એનું જ્ઞાન છે. વળી આ ગુરુપારતન્ય એ વાસ્તવિક જ્ઞાન તો નથી જ, પણ જ્ઞાનના કાર્યભૂત કાર્યાકાર્ય વિવેકના કારણભૂત છે. માટે, ઉપચારથી જ્ઞાન રૂપ કહેવાતું હોવાથી એને ગૌણ રૂપે જ્ઞાન કહ્યું છે./૧૭ી. તેથી જ ગુરુપારતન્ય છોડનારને થતું નુક્શાન જણાવવા ગ્રન્થકાર કહે છે-].
પ્રશ્ન - આ બધા પ્રતિપાદન પરથી શું તમારો એવો અભિપ્રાય ફલિત થતો નથી કે સર્વથા નિષિદ્ધ મૈથુનને છોડીને, જેણે જે ફેરફાર કરવો હોય તે કરી શકે છે, ભલે ને એ શાસ્ત્રનિષિદ્ધ હોય, તો પણ, એ વિરાધનારૂપ બનતું નથી. પણ “જીત' માર્ગ રૂપ જ બને છે?
ઉત્તર - ના, આવો અભિપ્રાય ફલિત થતો નથી. કારણકે કોઇપણ આચરણને ‘જીત' બનવા માટેની એક મહત્ત્વની શર્ત એ છે કે સંવિગ્નગીતાર્થ મહાત્માઓએ એ આચરેલું હોવું જોઇએ. એટલે જે તે વ્યક્તિના આચરણની તો કોઇ કિંમત જ નથી. આચરણમાં રાગદ્વેષના કારણે આવનારી અનુચિતતાને સંવિગ્નતા ટાળે છે અને દેશ-કાળના તથા તેને અનુરૂપ આચરણના નિર્ણયમાં સંભવિત અનુચિતતાને ગીતાર્થતા ટાળે છે. માટે, સંવિગ્નગીતાર્થનું આચરણ “જીત' બનવામાં કોઇ અનુપપત્તિ નથી.
જે સંવિગ્નગીતાર્થ નથી એનું તો સુંદરબુદ્ધિથી કરેલું આચરણ પણ શાસ્ત્રકારો ક્યાં માન્ય કરે છે? अप्पागमो किलिस्सइ जइवि करेइ अइदुक्करं तु तवं । सुंदरबुद्धिए कयं बहुयं पि न सुन्दरं होइ । उपदेशमाळा ४१४ ।।
અર્થ - અલ્પ આગમજ્ઞાની અતિદુષ્કર તપ કરે તો પણ ક્લેશ પામે છે, કારણકે “આ હિતકર અનુષ્ઠાન છે' એવા ખ્યાલથી તેણે કરેલું ઘણું કાર્ય પણ પરિણામે સુંદર બનતું નથી.
આચરણમાં જે રાગદ્વેષપ્રયુક્ત શિથિલતા આવે છે એ તો રાગ-દ્વેષ પ્રયુક્ત હોવાના કારણે જ “જીત' રૂ૫ બનતી નથી એ સ્પષ્ટ છે. અર્થાત્ એવા કોઇ દેશ-કાળાદિને નજરમાં લેવામાં આવ્યા નથી, પણ રાગ-દ્વેષ કે પ્રમાદને વશ બની શિથિલ આચરણ કર્યું, ને પછી એના બચાવ માટે દેશ-કાળને આગળ ધરવામાં આવે તો એ વિરાધના રૂપ છે એ સ્પષ્ટ છે.
શંકા - છતાં, આચરણમાં પટ્ટક વગેરે દ્વારા ફેરફાર કરનારા આ આચાર્યાદિ મહાત્માઓ શાસ્ત્રના રહસ્યાર્થ પામેલા ન હોવાથી અગીતાર્થ છે, ને તેથી એમણે ફેરવેલું આચરણ વિરાધનારૂપ જ બને ને?
સમાધાન - “બીજા બધા અગીતાર્થ છે ને અમે જ સાચું તત્ત્વ સમજેલા ગીતાર્થ છીએ' આવું માનવાવાળા જ વસ્તુતઃ તત્ત્વના અનભિજ્ઞ અગીતાર્થ હોય છે એવું યોગસારમાં કહ્યું છે.
तात्त्विका वयमेवान्ये भ्रान्ताः सर्वेऽप्यतात्त्विकाः।