________________
देशना-द्वात्रिंशिका
૬૧
न चैवमितरांशप्रतिक्षेपाटुर्नयापत्तिः, तस्य प्रकृतनयदूषणातात्पर्येण नयान्तरप्राधान्यग्राहकत्वेन परेषां तर्कवदनुग्राहकत्वेन तत्र तत्र व्यवस्थितत्वात् । निर्णीतमेतन्नयरहस्ये[पृ. ३६] ।।३०।। जानाति दातुं गीतार्थो य एवं धर्मदेशनाम् । कलिकालेऽपि तस्यैव प्रभावाद्धर्म एधते।।३१।। गीतार्थाय जगज्जन्तुपरमानन्ददायिने। मुनये भगवद्धर्मदेशकाय नमो नमः ।।३२।।
નાનાતીતા નીતાર્થીતિ વ્યરૂ9 Tીરૂર IT નહિ, અર્થાત્ એના વિષયનો સર્વથા નિષેધ કરવાના તાત્પર્યથી નહિ, પણ એિ જ્ઞાતનયનો અભિનિવેશ છૂટી જાય અને] અજ્ઞાત નયનો વિષય મુખ્યરૂપે ગૃહીત થઇ શકે એ માટે હોય છે “દ્રવ્યમાત્રપ્રાદી નય દ્રવ્યાર્થિઃ' ઇત્યાદિ રૂપ તે તે નયના લક્ષણમાં માત્ર' શબ્દથી પર્યાય વગેરે ૩૫ ઇતરાંશનો પ્રતિક્ષેપ ભાસે છે. પણ વસ્તુતઃ એ “માત્ર' શબ્દ પર્યાયનો સર્વથા નિષેધ કરવા માટે નથી, પણ ‘દ્રવ્ય' નો જ મુખ્યરૂપે સ્વીકાર કરવા માટે છે. એટલે આ મુખ્ય વિષયભૂત દ્રવ્ય' સિવાયના અન્ય “પર્યાય' વગેરેનો એ તર્કની જેમ ગૌણ રૂપે નિશ્ચાયક બને છે. (અથવા તક = અન્વયેવ્યભિચારની શંકાનો વિઘટક અનુકૂલતર્ક. અનુમિતિ પ્રત્યે તર્ક એ સીધો જનક નથી પણ વ્યાપ્તિગ્રાહકતયા ગૌણરૂપે ગ્રાહક છે. એમ પ્રસ્તુતમાં જાણવું.) આવી વ્યવસ્થા દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક વગેરે દરેક નયોના લક્ષણમાં રહેલ “માત્ર' શબ્દ માટે જાણવી. આવી જ રીતે પ્રસ્તુતમાં પણ દુર્નય બનેલ જ્ઞાતનયનો જે પ્રતિક્ષેપ કરવાનો કહ્યો છે એના અંગે જાણવું. “નયે આ રીતે ઇતરાંશપ્રતિક્ષેપ કરવાથી “દુર્નય' નથી બનતો એનો નિર્ણય ગ્રન્થકારે સ્વકીય “નયરહસ્ય' ગ્રન્થમાં કરી દેખાડ્યો છે. (જુઓ શ્રી અંધેરી ગુજરાતી જૈનસંઘ પ્રકાશિત ન રહસ્ય પુસ્તક પૃ. ૩૬) ૩૦ દેિશના દ્વત્રિશિકાનો ઉપસંહાર કરતાં ગ્રન્થકાર કહે છે–].
જે ગીતાર્થ મહાત્મા આ પ્રમાણે ધર્મદેશના આપવાનું જાણે છે તેઓના જ પ્રભાવે કલિકાળમાં પણ ધર્મની જાહોજલાલી છે. જગતના જીવોને પરમાનન્દ આપનારા, ભગવદુધર્મના દેશક આવા ગીતાર્થ મુનિ ભગવંતને નમસ્કાર હો.. નમસ્કાર હો...૩૧૩૨/
દેશનાબત્રીશી અંગે કંઇક વિચારણા
ધર્મની (ધર્મપ્રતિપાદક શાસ્ત્રની) કષ, છેદ અને તાપ એમ જે ૩ પરીક્ષાઓ કહેલી છે તેનો અને બાળ, મધ્યમ અને પંડિત એ ૩ કક્ષાના જીવોનો પરસ્પર વિચાર કરીએ તો જણાય છે કે જે ધર્મ કષ પરીક્ષામાં પાસ થતો હોય એને બાળજીવો સત્યધર્મ તરીકે સ્વીકારી લે છે. તપ કરવો, ધ્યાન ધરવું વગેરે વિધાનો અને કોઇની હિંસા ન કરવી, જૂઠ ન બોલવું વગેરે નિષેધો સાંભળીને જ એમને એના પર અહોભાવ થઇ જાય છે. પછી તેઓને એ ધર્મમાં કહેલાં અનુષ્ઠાનો આ વિધિ-નિષેધને અનુરૂપ છે કે નહીં એ જોવાની જરૂર લાગતી નથી. મધ્યમજીવો વૃત્તને પ્રધાન ગણે છે. એટલે કે નાના મોટા અનુષ્ઠાનોને તપાસે છે. તેથી જે ધર્મ છેદ' પરીક્ષામાંથી પાસ થતો હોય તેને તેઓ “ધર્મ' તરીકે સ્વીકારી લે છે. એટલે હિંસાનો નિષેધ કર્યા પછી હિસાગર્ભિત યજ્ઞ વગેરે અનુષ્ઠાનો જો એ ધર્મમાં થતા હોય તો એવા ધર્મને તેઓ “ધર્મ” તરીકે સ્વીકારતા નથી. અહિંસા વગેરેની જેમ જેમ વધુ ઝીણી ઝીણી કાળજીવાળા આચરણો જોવા-જાણવા મળે તેમ તેમ તેઓને એ ધર્મ પ્રત્યે વધુ આકર્ષણ થાય છે. માટે તો તેઓની આગળ સમિતિ વગેરેની દેશના આપવાનું વિધાન છે. આ જીવોની બુદ્ધિ