________________
૨
देशना-द्वात्रिंशिका भवमिति ।।१५।। एतस्यैव फलमभिष्टौतिएतेनैवोपवासादेवैयावृत्यादिघातिनः । नित्यत्वमेकभक्तादेर्जानन्ति बलवत्तया ।।१६।। __एतेनेति। एतेनैव = भावनाज्ञानेनैवोपवासादेवैयावृत्यादिबलवद्गुणघातिनः सकाशात् वलवत्तया नित्यत्वं = सार्वदिकत्वं 'अहो णिच्चं तवो कम्म' (दशवैकालिकसूत्र ६/६२) इत्याद्यागमप्रसिद्धमेकभक्तादेर्जानन्ति = निश्चिन्वन्ति उपदेशपदादिकर्तारः । अन्यथा हि यथा श्रुतार्थमात्रग्राह्येकभक्तापेक्षयोपवासादेरेव वलवत्त्वश्रवणात्पूर्वापरविरोधोद्भावनेनैव म्रियेतेति भावः । विस्तरस्तूपदेशरहस्ये ।।१६।। સ્તુતિ કરતા ગ્રન્થકાર કહે છે
[ભાવનાજ્ઞાનનો પ્રભાવ) ઉપદેશપદ મહાગ્રંથના કર્તા શ્રીહરિભદ્રસૂરિ મહારાજા વગેરેએ આ ભાવનાજ્ઞાનના બળે જ એવો નિશ્ચય કર્યો છે કે વૈયાવચ્ચ વગેરે રૂપ અધિક બળવાન ગુણને હણનારા ઉપવાસ વગેરે કરતાં “એકાશન' એ કર્મનિર્જરા વગેરે રૂપ લાભ માટે અધિક બળવાનું સાધન હોઇ નિત્યકર્તવ્ય છે. એકાશનનું આ નિત્યકર્તવ્યત્વ પ્રદો વિં તવો' ઇત્યાદિ આગમમાં પ્રસિદ્ધ છે. આશય એ છે કે એકબાજુ શ્રી દશવૈકાલિકસૂત્ર (૯-૬૨) માં કહ્યું છે કે “સર્વ શ્રી તીર્થંકરદેવોએ નિત્ય તપોનુષ્ઠાન કહ્યું છે. લજ્જા એટલે સંયમ, લજ્જાસમ = સંયમને અવિરોધી, વૃત્તિ = દેહ પાલન, સંયમને અવિરોધીપણે દેહપાલન થઇ શકે એ રીતે એક ટંક ભોજન (એકાશન) કરવાની અનુજ્ઞા છે. “અહો' શબ્દથી આ બાબતની પ્રશંસા સૂચિત થાય છે. બીજી બાજુ “એકાશન કરતાં ઉપવાસથી વધુ પ્રબળ કર્મનિર્જરા થાય છે” ઇત્યાદિ વાતો શાસ્ત્રપ્રસિદ્ધ છે. એટલે ભાવનાજ્ઞાન જો ન હોય તો આ વાતોમાં પૂર્વાપરવિરોધનું ઉલ્કાવન કરીને જ અલ્પજ્ઞ તો કિંકર્તવ્યમૂઢતા યા અશ્રદ્ધા વગેરેથી હણાઇ જાય. કિન્તુ શ્રીહરિભદ્રસૂરિ મહારાજા વગેરેએ આ ભાવનાજ્ઞાનના માહાત્મથી એવો નિશ્ચય કરી આપ્યો છે કે “નિત્ય એકાશનનો ત્યાગ કરીને કરવામાં આવતો ઉપવાસ પણ પ્રાયઃ સારો નથી, કારણકે એકાશન નિત્ય કર્તવ્ય છે જ્યારે ઉપવાસને નૈમિત્તિક કહ્યો છે. પર્વતિથિ વગેરે કારણે જ ઉપવાસ કરવાનું વિધાન હોવાથી ‘પદો શિડ્યું તોસૂત્રમાં પણ આ પ્રમાણે જે કહ્યું છે તે સ્વીકારવું જોઇએ. તાત્પર્ય એ છે કે શાસ્ત્રોક્ત કારણો વિના પણ, નિત્ય એકાશનની ઉપેક્ષા કરીને ઉપવાસ કરવામાં આવે તો સૂત્રપોરિસિ વગેરે બીજા પ્રચુર. નિર્જરાજનક આચારો સીદાવાની સંભાવના રહે છે. એટલે કહ્યું છે કે ઉપવાસ નૈમિત્તિક છે અને એકાશન નિત્ય કર્મ છે. આ માટેની વિસ્તૃત વિચારણા ઉપદેશરહસ્ય (શ્લોક ૧૦૭-૧૦૮)માં છે. આમ જે શાસ્ત્રવચનો અંગે ભાવનાજ્ઞાનશૂન્ય વ્યક્તિને વિરોધની આશંકા વગેરે દ્વારા નુક્શાન સંભવિત છે એ જ શાસ્ત્રવચનો શ્રીહરિભદ્રસૂરિ મહારાજ વગેરેને અત્યંત અવિરુદ્ધ-સુઘટ લાગે છે એ ભાવનાજ્ઞાનનો પ્રભાવ છે. માટે દરેક આત્મહિતેચ્છુએ ભાવનાજ્ઞાન સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઇએ, જેથી પછી ક્યારેય શાસ્ત્રવચનોમાં વિરોધની આશંકા ન રહે. આવો આ શ્લોકનો સૂચિતાર્થ જાણવોલિફા*
१ अहो निच्चं तवोकम्मं सव्ववुद्धेहिं वन्नि। जाव लज्जासमा वित्ती एगभत्तं च भोअणं ।।
૨ ભાવનાજ્ઞાન શુન્ય વ્યક્તિ માટે ગ્રન્થકારે જે ભય વ્યક્ત કર્યો છે કે પૂર્વાપર વિરોધના ઉદુભાવન દ્વારા બિચારો માર્યો જ જાય!તે ખરેખર! કેટલો બધો વાસ્તવિક ભાસે છે. વર્તમાનમાં પણ, કહેવાતા વિદ્વાનો ભાવનાજ્ઞાનનો સ્પર્શ પામ્યા ન હોવાથી માત્ર પદાર્થજ્ઞાનમાં અટવાઇ જઇને કેવા મુંઝાય છે તે ક્યાં અજ્ઞાત છે?
જેમકે “ધર્મ મોક્ષ માટે જ કરવો જોઇએ' આવા મતલબના શાસ્ત્રવચન પરથી ભાવનામયજ્ઞાન સુધી ન પહોંચનાર- ને