SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ४२ द्वात्रिंशदद्वात्रिंशिका शास्त्रतत्त्वं बुधज्ञेयमुत्सर्गादिसमन्वितम् । तद् दृष्टेष्टाविरुद्धार्थमैदंपर्यविशुद्धिमत् ।।९।। ___शास्त्रेति । शास्त्रतत्त्वं बुधज्ञेयं = पंडितैकगम्यम्, उत्सर्गादिसमन्वितं, आदिनाऽपवादनिश्चयव्यवहारादिग्रहः । तद् दृष्टेष्टाभ्यां = प्रत्यक्षादिनाऽऽगमान्तरेण चाऽविरुद्धार्थं, तथा ऐदंपर्यविशुद्धिमत् = तात्पर्यतः શુદ્ધ II II श्रुतचिन्तोत्तरोत्पन्नभावनाभाव्यमस्त्यदः । श्रुतं सर्वानुगाद्वाक्यात्प्रमाणनयवर्जितात्।।१०।। ___ श्रुतेति । श्रुतचिन्ताभ्यामुत्तरोत्पन्ना या भावना तया भाव्यं सुग्रहतात्पर्यकमदः = शास्त्रतत्त्वमस्ति । तत्र श्रुतं सर्वानुगात् = सर्वशास्त्राविरोधिनिर्णीतार्थात् वाक्यात् प्रमाणनयवर्जितात् = प्रमाणनयाधिगमरहितात्, पदार्थमात्रावग्रहोत्तरस्य वाक्यार्थस्य कथंभावाकांक्षागर्भत्वेनेहारूपत्वात्, प्रमाणनयाधिगमयोश्च कृत्स्नैकदेशापायरूपत्वात् ।।१०।। સ્વકીય જ આગમાન્તરથી જાણેલા અર્થો. આ બન્નેનો વિરોધ ન થાય એવા અર્થોનું પ્રતિપાદક શાસ્ત્ર જોઇએ. [જેમાં ઉત્સર્ગ-અપવાદ પ્રતિપાદક ઘણાં સૂત્રો મળે છે; “આત્મા છે, પરિણામી છે, વિચિત્ર એવા પારમાર્થિક કર્મથી બંધાયેલો છે, તે મુક્ત થાય છે” આવું બધું દષ્ટષ્ટ અવિરુદ્ધ અર્થનું પ્રતિપાદન છે; તેમજ ઉપલક દૃષ્ટિએ વિરુદ્ધ ભાસતા પદાર્થોમાં પણ સર્વજ્ઞની આજ્ઞા જ પ્રમાણ છે આવી ઐદંપર્યશુદ્ધિ જેમાં મળે છે તે આગમતત્ત્વ છે.JIો શિાતત્ત્વ અંગે જ કંઇક વધુ કહે છે–] શ્રુતજ્ઞાન અને ચિન્તાજ્ઞાન વડે ઉત્તરકાળે ભાવનાજ્ઞાન ઉત્પન્ન થાય છે. શાસ્ત્રતત્ત્વ આ ભાવનાજ્ઞાનથી ભાવવા યોગ્ય હોય છે. એટલે કે એનાથી એનું તાત્પર્ય સુગૃહીત થાય છે. આ શ્રત, ચિન્તા અને ભાવના જ્ઞાનની ક્રમશઃ પ્રરૂપણા કરવા સૌ પ્રથમ શ્રુતજ્ઞાનને ગ્રન્થકાર ઉત્તરાર્ધમાં જણાવે છે. સર્વશાસ્ત્રો સાથે આના યથાશ્રુત અર્થને કોઇ વિરોધ નથી એવો જેના અર્થ માટે નિર્ણય થયો છે તેવા વાક્યના પ્રમાણ અને નયના બોધ શૂન્ય અર્થ માત્રનો જે બોધ થાય છે એ શ્રુતજ્ઞાન છે. આવું જ્ઞાન કરનારા જીવને એવા પ્રકારનો જ્ઞાનાવરણનો લયોપશમ જ હોતો નથી કે જેથી પ્રસ્તુત વાક્યના પોતે સમજેલા અર્થથી વિરુદ્ધ એવા પ્રત્યક્ષ કે અનુમાન દ્વારા દૃષ્ટપદાર્થ કે અન્ય શાસ્ત્રવચન દ્વારા ઇષ્ટપદાર્થની ઉપસ્થિતિ થાય. એટલે પોતે સમજેલ અર્થ એને સકલશાસ્ત્રઅવિરોધી લાગે છે. આ કારણે અહીં ‘સર્વશાસ્ત્રાવિરોધિનિર્ણતાર્થ' એવું વિશેષણ વાપર્યું છે. વળી આવા કંઇક વિરોધી ભાસતા અન્ય વાક્યર્થ વગેરે એને ઉપસ્થિત ન હોવાથી એવા જીવને “આવું કેમ કહ્યું હશે?' એ રીતે “કથંભાવ' ની આકાંક્ષાગર્ભિત હોઇ ઇહામય એવો વાક્યર્થ (પદાર્થાદિ ૪ માંનું બીજું અંગ) પણ થતો નથી તો પ્રમાણ કે નય રૂ૫ બોધ તો શી રીતે થાય? કેમકે પ્રમાણ અને નય તો પદાર્થ માત્રના અવગ્રહ પછી આવી ઇહા થવા ઉપર જે સંપૂર્ણ કે એકદેશીય અપાય = નિર્ણય થાય તદ્રુપ છે. માટે “પ્રમાણનયવર્જિત' એવું વિશેષણ જોડ્યું છે. ll૧૦ શ્રુિતજ્ઞાનની જ અન્ય વિશેષતા દેખાડવા ગ્રન્થકાર કહે છે...] શ્રુિતજ્ઞાનની વિશેષતા ૧૦ માં શ્લોકમાં રહેલા પંચમી વિભફત્યન્ત વાચ’ શબ્દ સાથે ‘ઉત્પન્ન' શબ્દનો અન્વય જાણવો. એમ ૧૩ માં શ્લોકમાં રહેલ ‘જ્ઞાન’ શબ્દનો પણ અહીં અન્વય જાણવો. કોઠારમાં રહેલ અવિનષ્ટ બીજ જેવું આ
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy