________________
दान-द्वात्रिंशिका
साहसिकः, तस्यापूर्वमेव व्याख्यानमपूर्वमेव चागमतर्ककौशलं, केवलायास्तस्याः प्रतिवन्धकत्वाभावात्, जीवघातपरिणामविशिष्टत्वेन प्रतिबन्धकत्वे च विशेषणाऽभावप्रयुक्तस्य विशिष्टाभावस्य शुद्धविशेष्यस्वरूपत्वे विशेष्याभावप्रयुक्तस्य तस्य शुद्धविशेषणरूपस्यापि संभवाज्जीवघातपरिणामोऽपि देवानांप्रियस्य निर्जराहेतुः प्रसज्येत । अथ वर्जनाभिप्रायेण जीवघातपरिणामजन्यत्वलक्षणं स्वरूपमेव विराधनायास्त्याज्यतेऽतो नेयमसती प्रतिबन्धिकेति चेत् ? किमेतद् विराधनापदप्रवृत्तिनिमित्तं विशेषणं वा? आद्ये प्रवृत्तिनिमित्तं नास्ति, पदं चोच्यते — इत्ययमुन्मत्तप्रलापः।
अन्त्ये चोक्तदोषतादवस्थ्यमिति शिष्यध्यन्धनमात्रमेतत् । अथ 'यद्धर्मविशिष्टं यद्वस्तु निजस्वरूपं जहाति स धर्मस्तत्रोपाधिरिति नियमाद्वर्जनाऽभिप्रायविशिष्टा हि जीवविराधना जीवघातपरिणामजन्यत्वं છે, એમ જ્યાં વિશેષ્યાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ હોય છે ત્યાં માત્ર વિશેષણ જ હોય છે. પ્રસ્તુત શ્લોકમાં જે વિરાધનાની વાત છે એમાં જીવથાતરિણામ રૂપ વિશેષણ તો નથી. એટલે તમારા મતે, ત્યાં વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ રૂપે પ્રતિબંધકારભાવ હાજર છે અને નિર્જરારૂપ કાર્ય થયું. આ પ્રતિબંધકાભાવ રૂપ કારણનો શ્લોકમાં “વિરાધના' (શુદ્ધવિશેષ્ય) રૂપે ઉલ્લેખ થયો છે. એટલે કે વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ એ શુદ્ધ વિશેષ્ય સ્વરૂપ છે એવું તમારે સ્વીકારવું પડશે. અને તો પછી વિશેષાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવને શુદ્ધ વિશેષણ સ્વરૂપ માનવો એ પણ સંભવી શકે છે. હવે, જે ચીજ જેના પ્રત્યે પ્રતિબંધક હોય તેનો અભાવ તે કાર્ય પ્રત્યે કારણ હોય છે. પ્રસ્તુતમાં જીવઘાતપરિણામવિશિષ્ટ જે વિરાધના, એ જો નિર્જરા પ્રત્યે પ્રતિબંધક છે તો જીવઘાત પરિણામવિશિષ્ટ વિરાધનાનો અભાવ એ નિર્જરા પ્રત્યે કારણ છે. આમાં જીવઘાત પરિણામ એ વિશેષણ છે અને વિરાધના એ વિશેષ છે. જ્યાં જીવનો ઘાત કરવાનો (શિકારી વગેરેનો) પરિણામ હોવા છતાં (હરણ ભાગી જવા વગેરે કારણે) વિરાધના થઇ નથી ત્યાં વિરાધના રૂપ વિશેષ્યના અભાવ પ્રયુક્ત વિશિષ્ટાભાવ હાજર છે, જે જીવઘાતપરિણામાત્મક શુદ્ધવિશેષણ સ્વરૂપ છે. વળી આ વિશિષ્ટાભાવ નિર્જરા પ્રત્યે કારણ તો છે જ. એટલે શદ્ધવિશેષણ એવો (શિકારી વગેરેનો) જીવઘાતપરિણામ પણ નિર્જરાનું કારણ હોવો સિદ્ધ થઇ ગયો!
વિરાધનાના સ્વરૂપ અંગે ચર્ચા. પૂર્વપક્ષ - જીવઘાતપરિણામજન્યત્વ એ વિરાધનાનું સ્વરૂપ છે. સાધુને તો જીવવિરાધનાને વર્જવાનો અભિપ્રાય હોય છે. એટલે તેમનાથી જીવવિરાધના જે થાય છે તે જીવને મારવાના પરિણામથી થયેલી હોતી નથી. એટલે કે વર્જનાભિપ્રાયથી વિરાધનાનું જીવઘાતપરિણામજન્યત્વ સ્વરૂપ દૂર કરાયું હોય છે. જેનું સ્વરૂપ જ નષ્ટ થઇ ગયું તે વસ્તુ અસત્ = અવિદ્યમાન બની જાય છે. એટલે અસત્ એવી એ વિરાધના નિર્જરાની પ્રતિબંધક બનતી નથી, અને તેથી પ્રતિબંધકાભાવ રૂપે નિર્જરાનું કારણ બને છે.
ઉત્તરપક્ષ - તે તે વસ્તુનો તે તે શબ્દથી ઉલ્લેખ જે થાય છે તે, તે તે વસ્તુમાં રહેલ અમુક ધર્મના કારણે થાય છે. આ ધર્મને પ્રવૃત્તિનિમિત્ત કહે છે. જેમકે ગોત્વ ધર્મના કારણે ગાયનો “ગો' શબ્દથી ઉલ્લેખ થાય છે. તો “ગોત્વ' એ “ગો' પદનું પ્રવૃત્તિનિમિત્ત છે. આ પદપ્રવૃત્તિનિમિત્ત પણ વસ્તુનું એક પ્રકારનું સ્વરૂપ જ હોય છે. (જેમકે ગોત્વ એ ગાયનું સ્વરૂપ છે.) વસ્તુના પદપ્રવૃત્તિનિમિત્ત સિવાયના અન્ય જે સ્વરૂપો હોય છે તે બધા એ વસ્તુના વિશેષણ તરીકે હોય છે. જેમકે પુષ્પનું પુષ્યત્વ રૂપ જે સ્વરૂપ છે એ પદપ્રવૃત્તિનિમિત્તભૂત છે, તે સિવાયના રક્તત્વ (રક્તવર્ણ), સૌંદર્ય, સુગંધ વગેરે રૂપ જે સ્વરૂપો છે તે બધા એના વિશેષણ રૂપ બને છે અને તેથી રક્તપુષ્પ, સુંદરપુષ્પ, સુગંધી પુષ્પ વગેરે રૂપે ઉલ્લેખ થાય છે. માટે આટલું નક્કી થયું કે