________________
२२६
द्वात्रिंशद्वात्रिंशिका न वा नैयायिकानां स्वभिन्नदुःखरूपगुणरूपा सा आत्मनि समवायेन, प्रतिविंवसमवाययोरेव काल्पनिकत्वात्, न च कथमपि स्वपर्यायविनाशाभावे हिंसाव्यवहारः कल्पनाशतेनाप्युपपादयितुं शक्यत इति, तदिदमाह "निष्क्रियोऽसौ ततो हन्ति हन्यते वा न जातुचित्, कञ्चित्केनचिदित्येवं न हिंसाऽस्योपपद्यते" ।।१५।। मनोयोगविशेषस्य ध्वंसो मरणमात्मनः । हिंसा तच्चेन्न तत्त्वस्य सिद्धेरर्थसमाजतः।।१६।। __ मन इति । मनोयोगविशेषस्य = स्मृत्यजनकज्ञानजनकमनःसंयोगस्य ध्वंस आत्मनो मरणं, तद्धिंसा । इयं ह्यात्मनोऽव्ययेऽप्युपपत्स्यते । अतिसान्निध्यादेव हि शरीरखंडनादात्मापि खंडित इति लोकानामभिमानः, સાંખ્યના કે નૈયાયિકના મતે મુખ્યવૃત્તિએ હિંસા ઘટતી નથી. આત્માના પોતાના પર્યાયનો વિનાશ ન હોય તો સેંકડો કલ્પના કરોને, તો પણ હિંસાનો વ્યવહાર કોઇપણ રીતે સંગત થઇ શકતો નથી. અષ્ટક પ્રકરણમાં (૧૪૨) આ વાત આ રીતે કહી છે – એકાન્ત નિત્ય આત્મામાં ક્રમેણ કે યુગપદ્ કાર્યકર્તૃત્વ સંભવતું ન હોઇ એ નિષ્ક્રિય છે. તેથી એ કોઇને હણતો નથી. વળી સર્વથા નિત્ય એવો તે કોઇનાથી હણાતો નથી. માટે આત્માની હિંસા (મુખ્યવૃત્તિએ) સંગત થતી નથી.” (હા, પ્રતિબિંબ વગેરેના ઉપચારથી હિંસા ઘટી શકે છે, પણ તત્ત્વવિચારણામાં ઉપચાર માન્ય હોતો નથી.]ll૧પો [એકાન્તનિત્યવાદીએ સ્વમતમાન્ય હિંસાની સંગતિ કરવા માટે આપેલી કલ્પનાને જણાવીને એનું નિરાકરણ કરતા ગ્રન્થકાર જણાવે છે–].
મિનોયોગધ્વંસને હિંસા ન મનાય વિશેષ પ્રકારના મનોયોગનો ધ્વંસ એ આત્માનું મરણ છે અને એ જ હિંસા છે. આવું કથન પણ યોગ્ય નથી, કેમકે ઉક્ત ધ્વંસ તો કારણભૂત અર્થસામગ્રીથી જ સિદ્ધ થઇ જાય છે.
શંકા - સામાન્યથી મૃત્યુ ભિન્ન કાળે થતાં જ્ઞાનથી કાલાન્તરે સ્મૃતિ થઇ શકે છે. માટે એ સ્મૃતિજનક જ્ઞાન છે. મૃત્યકાળે જે જ્ઞાન થયું હોય છે તેનાથી સ્મૃતિ થતી નથી. માટે એ સ્મૃતિઅજનક જ્ઞાન છે. આવા સ્મૃતિઅજનકજ્ઞાનનો જનક મનઃસંયોગ એ અહીં વિશેષ પ્રકારના મનોયોગ તરીકે લેવાનો છે. આનો ધ્વંસ થવો એ આત્માનું મરણ છે - એ જ હિંસા છે. કુટસ્થ નિત્ય આત્માનો વ્યય ન થાય તો પણ આવા પ્રકારની હિંસા સંગત છે. નિત્ય એવા આકાશ સાથે ઘટાદિના સંયોગનો નાશ સંગત છે જ.
પ્રશ્ન - આત્માનો જો વ્યય થતો નથી તો “આત્મા ખંડિત થયો' “આત્માનો નાશ થયો' એવો વ્યવહાર શી રીતે થઇ શકે?
ઉત્તર – એ વ્યવહાર વાસ્તવિક છે જ નહીં અને તેથી ભેદ પારખી શકનારા પ્રાજ્ઞોને એ આદરણીય પણ નથી જ. એમાં ખંડિત તો શરીર જ થાય છે, માત્ર આત્માનું એની સાથે અતિસાન્નિધ્ય હોવાના કારણે લોકોનું આવું મિથ્યાભિમાન પ્રવર્તે છે કે આત્મા પણ ખંડિત થયો.
સમાધાન - આવી સ્મૃતિઅજનકજ્ઞાનજનક મનઃસંયોગના ધ્વંસરૂપ હિંસા માનવી એ પણ યોગ્ય નથી, કેમકે એવી હિંસા માનવાથી પણ હિંસકત્વનો વ્યવહાર કાંઇ સંગત થઇ શકતો નથી. શા માટે? એટલા માટે કે આવો ધ્વંસ કાંઇ કોઇ વ્યક્તિએ કર્યો હોતો નથી, પણ તેવા પ્રકારની કારણ સામગ્રીથી જ થઇ ગયો હોય છે. તે આ રીતે - સ્મૃતિના કારણોનો અભાવ હોવાથી જ એ જ્ઞાન સ્મૃતિજનક બનતું નથી. વળી એ જ્ઞાનનો જનક જે ચરમનઃસંયોગ હોય છે તેનો પણ દ્વિચરમ વગેરે અન્ય મનઃસંયોગની જેમ જ નાશ થઇ જાય છે. આમ જ્ઞાન સ્મૃતિનું અજનક રહે છે એમાં, હિંસક તરીકે અભિપ્રેત વ્યક્તિનો કોઇ વ્યાપાર હોતો નથી કે