SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ वाद-द्वात्रिंशिका २२३ तादृशधर्मान्तरसंशयजिज्ञासाविचारद्वारकतत्त्वज्ञानेनासद्ग्रहनिवृत्तेः अन्यथैवोपपत्तेः, इतरभिन्नत्वेन ज्ञानस्य तत्साध्यस्यात्रानुपयोगात्संमुग्धधर्मिज्ञानेनैव कार्यसिद्धिरित्यत्र तात्पर्यम् ।।१२।। __ नन्वर्थनिश्चयार्थमेव लक्षणोपयोगः, तेन ज्ञानप्रामाण्यसंशयनिवृत्तौ तन्मूलार्थसंशयनिवृत्त्याऽर्थनिश्चयसिद्धेः इत्याशङ्कायामाहन चार्थसंशयापत्तिः प्रमाणेऽतत्त्वशङकया। तत्राप्येतदविच्छेदाढेत्वभावस्य साम्यतः।।१३।। नचेति । न च प्रमाणेऽतत्त्वशङ्कया = अप्रामाण्यशङ्कया अर्थसंशयापत्तिः लक्षणं विनेति गम्यं, तत्रापि = प्रमाणलक्षणेऽपि एतदविच्छेदाद् = अप्रामाण्यशङ्कायाः स्वरसोत्थापिताया अनुपरमात्, हेत्वभावस्य = સંશય-જિજ્ઞાસા પ્રયુક્ત વિચારવિમર્શ દ્વારા જે તત્ત્વજ્ઞાન = વાસ્તવિક સ્વરૂપબોધ થાય છે તેનાથી જ એકાન્તનિત્યતા વગેરે માનવાનો અસગ્રહ તો દૂર થઇ જાય છે. આમાં પ્રમાણના લક્ષણનો તો ક્યાંય ઉપયોગ કરવો પડતો નથી, કારણકે લક્ષણથી સાધ્ય જે ઇતરભિન્નત્વેન (= ઇતર ભેદ રૂપે) જ્ઞાન, તેનો પ્રસ્તુતમાં કોઇ ઉપયોગ હોતો નથી. તે પણ એટલા માટે કે સંમુગ્ધ ધર્મજ્ઞાનથી જ કાર્યસિદ્ધિ થઇ જાય છે, એવું તાત્પર્ય છે. અર્થાત્ એકાન્તનિત્યતા વગેરેમાંથી જે ધર્મનો જે ધર્મોમાં (જીવ વગેરેમાં) નિર્ણય કરવો છે તે ધર્માનું લક્ષણસાધ્ય ઇતરભિન્નત્વેન જ્ઞાન આવશ્યક નથી, કિન્તુ એ વિના જ, સંમુગ્ધજનને ધર્માનું જેવું જ્ઞાન હોય છે એના દ્વારા આ નિર્ણય કરવા રૂપ કાર્યની અને તેથી અસગ્ગહનિવૃત્તિની સિદ્ધિ થઇ જાય છે. આમ ધર્મવાદમાં પ્રમાણનું લક્ષણ નિરુપયોગી છે એ તાત્પર્ય જાણવું ૧૨ા રૂટું રખત' ઇત્યાદિ રૂપે થયેલા જ્ઞાન અંગે “આ જ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ?' એ સંશય હોય તો રજતાદિ અર્થનો પણ સંશય રહે છે, નિશ્ચય થતો નથી. પ્રમાણના લક્ષણથી એ સંશય દૂર થાય છે અને તેથી અર્થનો સંશય પણ દૂર થવાથી અર્થનો નિશ્ચય થાય છે. આમ અર્થનો નિશ્ચય કરવા માટે જ લક્ષણનો ઉપયોગ છે. આવી શંકાને દૂર કરવા ગ્રન્થકાર કહે છે પ્રિમાણલક્ષણોપયોગ અંગે અન્ય શંકા-સમાધાન. “લક્ષણ વિના તો પ્રમાણમાં અપ્રામાણ્યની શંકા પડવાથી અર્થનો પણ સંશય પડવાની આપત્તિ આવશે” એવું ન કહેવું, કેમકે તેમાં પણ = પ્રમાણના લક્ષણમાં પણ શંકા પડી શકે છે. શંકા પડવાના હેતુનો અભાવ બન્નેમાં તુલ્ય છે. ä રનતં' એવા જ્ઞાનમાં જ જો અપ્રામાણ્યની શંકા પડી જાય તો એના વિષયભૂત અર્થની પણ શંકા જ રહે છે. જો એ જ્ઞાન પ્રમાણ હશે તો એના વિષય રૂપે ભાસતી વસ્તુ રજત છે અને જો એ અપ્રમાણ હશે તો એ વિષયભૂત વસ્તુ ૨જત નથી આવો સંશય પડવાની આપત્તિ સ્પષ્ટ જ છે. લક્ષણથી અપ્રામાણ્યની શંકા દૂર થવાથી અર્થનિશ્ચય થઇ શકે છે. પણ આવું કહી શકાતું નથી, કેમકે પ્રમાણના લક્ષણ અંગે પણ આવી શંકા પડી શકે છે. પોતાના સ્વરસથી જ કોઇને ‘પ્રમાણનું આ લક્ષણ પ્રમાણ હશે કે અપ્રમાણ?' આવી શંકા પડે તો કોઇ એને અટકાવી શકતું નથી. એ શંકા પડવાથી, એના દ્વારા જ્ઞાનમાં પ્રામાણ્યનો જે નિશ્ચય કરવાનો છે તે ન થઇ શકવાથી પ્રામાણ્યની પણ શંકા જ રહે છે જે અર્થસંશયમાં પરિણમે છે. આમ લક્ષણનો ઉપયોગ કરવા છતાં અર્થસંશયની આપત્તિ આ રીતે તો ઊભી જ રહે છે. “પ્રમાણના લક્ષણમાં અપ્રામાણ્યની શંકા કરવાનો કોઇ હેતુ ન હોવાથી એની શંકા થતી નથી, અને તેથી
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy