________________
२०४
द्वात्रिंशद्वात्रिंशिका = असातवेदनीयोदयात् समुद्भवादुत्पत्तेः ज्वरादिवत् । ततश्चानर्थहेतुत्वात् त्याज्यमेव, न तु लोकरूढ्या ઝર્તવ્યનિતિ માવાર || यथासमाधानविधेरन्तःसुखनिषेकतः। नैतज्ज्ञानादियोगेन क्षायोपशमिकत्वतः ।।२६।।
यथेति । नैतत्परोक्तं युक्तं, यथासमाधानं = मनइन्द्रिययोगानां समाधानमनतिक्रम्य विधेः =
'सो य तवो कायव्वो जेण मणो मंगुलं ण चिंतेइ । जेण ण इंदियहाणी जेण य जोगा ण हायंति ।। इत्यागमेन विधानात् । अन्तः = मनसि भावारोग्यलाभसंभावनातः सुखस्य निषेकतः = निक्षेपात् । इत्थमपि कदाचित्कस्यचिद्भवन्त्या अपि देहपीडाया आर्तध्यानाद्यहेतुत्वात् वंहीयसा मानससुखेनाल्पीयस्याः कायपीडायाः प्रतिरोधात् । तदुक्तंધાતુક્ષોભ થાય છે. તે થયે તો અધિક સત્ત્વશાલી પણ ચિત્તભ્રંશ પામે છે.” વળી ભૂખ્યા રહેવા રૂપ આ તપ અશાતાવેદનીયના ઉદયથી સમુદ્ભૂત થતો હોવાથી પણ રોગાદિની જેમ એ દુઃખરૂપ છે. આમ આર્તધ્યાનાદિરૂપ અનર્થના હેતુભૂત હોઇ આ તપ ત્યાજ્ય જ છે, પણ લોકરૂઢિથી કર્તવ્ય નથી એ આશય છે. llરપા આવા પૂર્વપક્ષને જવાબ વાળવા ગ્રન્થકાર કહે છે–].
પૂર્વપક્ષીનું કથન યોગ્ય નથી, કેમકે તપનું વિધાન યથાસમાધિ છે, તપથી અંતઃકરણમાં સુખનો છંટકાવ થાય છે તેમજ જ્ઞાનાદિથી સંબદ્ધ હોઇ તપ ક્ષાયોપથમિક છે. “તે તપ કરવો જોઇએ જેનાથી મન ખરાબ વિચારોમાં ન ચઢે તેમજ જેનાથી ઇન્દ્રિયોની હાનિ ન થાય કે સંયમયોગોની હાનિ ન થાય” આવા આગમવચનથી મન, ઇન્દ્રિય અને સંયમ યોગોની સમાધિને ઉલ્લંધ્યા વગર તપ કરવાનું જે વિધાન કર્યું છે તેનાથી જણાય છે કે એવો તપ દુઃખરૂપ નથી કે એનાથી આર્તધ્યાન નથી થતું, પણ ઉપરથી ભાવ આરોગ્ય પ્રાપ્તિની સંભાવના હોવાથી મનમાં સુખની અનુભૂતિ થાય છે. એટલે ક્યારેક કો'કને દેહપીડા થાય તો પણ એ આર્તધ્યાનાદિનો હેતુ બનતી નથી, કેમકે પ્રચુર માનસિક સુખથી અલ્પતર કાયપીડાનો પ્રતિરોધ થઇ જાય છે. એટલે દેહપીડારૂપ તપ આર્તધ્યાનાદિના હેતુભૂત હોઇ દુઃખરૂપ છે એવી વાત યોગ્ય નથી. અષ્ટક ૧૧/ ૫-૬-૭ માં કહ્યું છે કે “શ્રીજિનેશ્વરદેવોએ તપ અંગે મન, ઇન્દ્રિય અને પડિલેહણાદિ સંયમયોગોની અહાનિ કહી છે. એટલે આ તપને દુઃખરૂપ કહેવો એ શી રીતે યોગ્ય છે? ક્યારેક અનશનાદિથી જે અલ્પ દેહપીડા થાય છે તે પણ આ પ્રવચનમાં વ્યાધિની પ્રતિક્રિયા સમાન હોઇ ભાવ આરોગ્ય રૂ૫ ઇષ્ટની સિદ્ધિ કરી આપનાર હોવાના કારણે બાધની = મનને દુઃખ કરનારી બનતી નથી. ઇષ્ટ ચીજની સિદ્ધિ જો થતી હોય તો કાયપીડા પણ દુ:ખદ બનતી નથી, જેમકે રત્ન વગેરેના વેપારી વગેરેથી ઉઠાવાતો કાય પરિશ્રમ. આ જ પ્રમાણે પ્રસ્તુતમાં પણ તપ અંગે વિચારવું.” વળી અશાંતાવેદનીયના ઉદયથી થયેલ ઔદયિકભાવ રૂપ હોઇ રોગાદિની જેમ તપ પણ અનાદરણીય છે એવું જે કહ્યું છે તે પણ અયોગ્ય છે. કેમકે જ્ઞાન, શમ, સંવેગસુખ, બ્રહ્મગુતિ વગેરેથી સંકળાયેલ હોઇ તપ ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી થયેલ ક્ષાયોપથમિક ભાવ રૂપ છે, માટે એ ઔદયિક ન હોઇ અનાદરણીય નથી. અષ્ટક ૧૧/૮ માં કહ્યું છે કે “તપ સમ્યગ્દર્શનના કારણે વિશિષ્ટ બનેલા એવા જ્ઞાન, સંવેગ, શમથી ગર્ભિત હોય છે. તેથી એને ક્ષાયોપથમિક જાણવો જોઇએ તેમજ અવ્યાબાધ સુખાત્મક જાણવો જોઇએ.”
१ तच्च तपः कर्त्तव्यं येन मनोऽमंगलं न चिन्तयति। येन नेन्द्रियहानिर्येन च योगा न हीयन्ते।।