________________
२००
द्वात्रिंशद्वात्रिंशिका एरिसए असंजमे कज्जइत्ति ।।१८।। धर्मार्थं पुत्रकामस्य स्वदारेष्वधिकारिणः । ऋतुकाले न तदुष्टं क्षुधादाविव भोजनम् ।।१९।। ___ धर्मार्थमिति । धर्मार्थं = धर्मनिमित्तं पुत्रकामस्य = सुतार्थिनः, अपुत्रस्य हि धर्मो न भवति, "अपुत्रस्य गतिर्नास्ति' इत्यादिवचनात्, स्वदारेषु = स्वकलत्रे, परकलत्रे वेश्यायां च तदधिगमस्यानर्थहेतुत्वात्, अधिकारिणः = गृहस्थस्य ऋतुकाले = आर्तवसम्भवावसरेऽन्यदा दोषभावात् । यदाह__ऋतुकाले व्यतिक्रान्ते यस्तु सेवेत मैथुनम् । ब्रह्महत्याफलं तस्य सूतकं च दिने दिने ।। तद् = मैथुनं न दुष्टं भोजनमिव क्षुधादौ । 'उक्तकारणाश्रितं मैथुनमदुष्टं, गतरागप्रवृत्तित्वात्, वेदनादिकारणाश्रितभोजनवदिति प्रयोगः ।।१९।।। नैवमित्थं स्वरूपेण दुष्टत्वान्निविडापदि। श्वमांसभक्षणस्येवापवादिकनिभत्वतः ।।२०।।
नैवमिति । एवं = यथोक्तं प्राक् तन, इत्थं = पुत्रोत्पत्तिगुणार्थमाश्रयणे आपवादिकनिभत्वतः = જ હોય છે. મૂલમેયમહમ્મસ્ટ' ઇત્યાદિ આગમ વચનથી “મથુન અધર્મનું મૂળ છે' એ જણાય છે. ભગવતીજીમાં મૈથુન મહાઅસંયમકારી છે' એવું જે પ્રતિપાદન કર્યું છે તેના પરથી જણાય છે કે ભગવંતોએ તેનો નિષેધ કર્યો છે. ભગવતીજીમાં કહ્યું છે કે “ભદંતા મૈથુનને સેવનારો કેવો અસંયમ કરે છે? ગૌતમ! જેમ કોઇ પુરુષ બૂરનલિકા કે રતનલિકાને તપ્ત લોહશલાકાથી ધ્વસ્ત કરે, મૈથુન સેવનારો એવો અસંયમ કરે છે.૧૮ મૈિથુનને નિર્દોષ માનનારો દ્વિજ સ્વપક્ષને રજુ કરે છે–].
ધર્મ માટે પુત્રને ઇચ્છતા અધિકારી ગૃહસ્થ ઋતુકાલે સ્વપત્ની સાથે મૈથુન સેવે તો એ દુષ્ટ નથી, જેમકે સુધાકાળે ભોજન.
અપુત્રની ગતિ થતી નથી' એવા વચનથી જણાય છે કે અપુત્રને ધર્મ હોતો નથી. તેથી ધર્મ માટે પુત્રચ્છ બનેલ ગૃહસ્થનું મૈથુન ધર્મ માટે હોઇ નિર્દોષ છે. એ મૈથુન પરસ્ત્રી કે વેશ્યા સાથે હોય તો અનર્થ કરનારું હોઇ “સ્વપત્ની સાથે કહ્યું છે. ઋતુકાલ સિવાય મૈથુન સેવે તો દોષકર બને છે. કહ્યું છે કે “ઋતુકાલ વ્યતીત થયે જે મૈથુન સેવે છે તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે અને દિવસે દિવસે સૂતક લાગે છે.” એટલે અહીં “ઋતુકાલે એમ કહ્યું છે. સુધાદિ અવસરે ભોજન કરવું એ જેમ નિર્દોષ છે તેમ ઋતુકાલે સ્વસ્ત્રી સાથે અધિકારી પુરુષે ધર્માર્થ સેવેલું મૈથુન પણ નિર્દોષ છે. આ માટેનો અનુમાન પ્રયોગ આવો જાણવો - ઉક્ત કારણવાળું મૈથુન નિર્દોષ છે, કેમકે રાગશૂન્ય પ્રવૃત્તિરૂપ છે, જેમકે સુધાની વેદના વગેરે કારણે કરેલું ભોજન.ll૧૯ [આ રીતે મૈથુનને નિર્દોષ માનનારાનો મત દેખાડી હવે તેનું ખંડન કરવા ગ્રન્થકાર કહે છે–].
આ પ્રમાણે કહેવું યોગ્ય નથી, કેમકે આપવાદિક જેવું હોવાના કારણે, આગાઢ આપત્તિમાં કરાતા શ્વાનમાંસભક્ષણની જેમ એ સ્વરૂપે તો દુષ્ટ જ છે. પુત્રોત્પત્તિરૂપ ગુણની અપેક્ષાએ એ સેવાતું હોઇ આપવાદિક જેવું છે, એટલે કે વિશેષ વિધ્યર્થ જેવું છે. અહીં આ અભિપ્રાય છે. જો કે અપવાદપદે કૂતરાનું માંસ વગેરે લેવું પૂર્વપક્ષીને માન્ય છે તો પણ સ્વરૂપે એ પૂર્વપક્ષીના મતે પણ નિર્દોષ નથી, (કેમકે જો એ નિર્દોષ હોત તો એમાં
१ स्वर्गो नैव च नैव च । तस्मात्पुत्रमुखं दृष्ट्वा पश्चाद्धर्म समाचरेत् ।। इतिश्लोकशेपः ।