________________
धर्मव्यवस्था द्वात्रिंशिका
१९७ मांसभक्षणनिवृत्तिफलमस्तु । अयमभिप्रायः - गृहस्थतायां प्रोक्षितादिविशेषणं मांस भक्षणीयमेव, तस्माच्च पारिव्राज्यप्रतिपत्तिद्वारेण विनिवर्तत इत्येवं प्राप्तिपूर्विका निवृत्तिर्मासंभक्षणस्य स्यात्, सा च सफलेति ।” इति चेत्? तदभावे = पारिव्राज्याभावे नादुष्टता, प्राप्तिपूर्वकनिवृत्त्या अभावे अभ्यु(?नाभ्यु)दयादिफलाभावापत्तिलक्षणदोषपरिहार इत्यपि संकटमायुष्मतः । यदाह
पारिव्राज्यं निवृत्तिश्चेद्यस्तदप्रतिपत्तितः । फलाभावः स एवास्य दोषो निर्दोषतैव न ।। [अ. १८/८] ननु प्राप्तिः प्रमाणपरिच्छेद एव, स चाशास्त्रीयमांसभक्षणेऽप्यस्तीति तनिवृत्तेः फलवत्त्वमनावाधं, अन्यथा 'प्राप्तमेव प्रतिषिध्यते' इति मंत्रपाठवलाज्जलदे वह्निरपि सिध्येत्, तनिवृत्तेस्तत्र सत्त्वात् । वस्तुतो निषिद्धनिवृत्तिर्न धर्मजननी किं त्वधर्माभावप्रयोजिका, निषिद्धप्रवृत्तेरधर्महेतुत्वेन तदभावे तदनुत्पत्तेः। અભ્યદયફળાભાવ જે રહે છે તે જ માંસભક્ષણનો એક દોષ છે, માટે માંસભક્ષણમાં નિર્દોષતા છે જ નહીં.”
[અન્ય શંકા-સમાધાન શંકા - પ્રાપ્તિ પ્રમાણપરિચ્છેદ રૂપ જ છે, એટલે કે પ્રમાણથી બોધ થવો એ જ પ્રાપ્તિ છે. અન્યથા “પ્રાપ્તનો જ નિષેધ હોય એવો જે મંત્રપાઠ (જેવો ન્યાય) છે તેના બળે જળહૃદમાં પણ વહ્નિની સિદ્ધિ થઇ જાય, કેમકે તેનો નિષેધ તો ત્યાં કરવામાં આવે જ છે. આ પ્રમાણપરિચ્છેદ રૂપ પ્રાપ્તિ તો અશાસ્ત્રીયમાંસભક્ષણની પણ છે જ. તેથી એની નિવૃત્તિ પણ પ્રાપ્તિપૂર્વકની થવાથી એ નિવૃત્તિની ફળવત્તા અબાધિત રહે છે. વસ્તુતઃ તો, માંસભક્ષણની નિવૃત્તિ મહાફળવાળી નથી, કેમકે નિષિદ્ધની નિવૃત્તિ ધર્મજનિકા નથી હોતી, કિન્તુ અધર્માભાવની પ્રાયજિકા હોય છે. તે પણ એટલા માટે કે નિષિદ્ધ પ્રવૃત્તિ અધર્મના હેતુભૂત હોઇ તેના અભાવમાં અધર્મ પેદા થઇ શકતો નથી. એટલે “ન માંસમક્ષ...' ઇત્યાદિ શ્લોકમાં મહાફળ આપનારી તરીકે જે નિવૃત્તિ કહી છે તે માંસભક્ષણનિવૃત્તિને જણાવવાના તાત્પર્યમાં નથી, કિન્તુ પરિવ્રાજકપણાંને જણાવવાના તાત્પર્યમાં છે. પરિવ્રાજ્ય સર્વકર્મોના સંન્યાસરૂપ હોઇ [એનો “નિવૃત્તિ' શબ્દથી ઉલ્લેખ થવો અસંભવિત નથી તેમજ] એનું મહાફળ મળવું સંગત રહે છે. એટલે આ માંસભક્ષણની બાબતમાં કોઇ દોષ રહેતો નથી.
સમાધાન - આવી શંકા બરાબર નથી. કેમકે આ રીતે નિવૃત્તિ મહાફળ આપનારી તરીકે સંગત થવા છતાં અન્ય દોષ ઊભો રહે છે. તે આ કે – માંસભક્ષણમાં દોષ નથી એ અનુમાનની સિદ્ધિ માટે “જીવોની એ પ્રવૃત્તિ છે” એવો હેતુ અપાયો છે. એટલે કે અનુમાન પ્રયોગ આવો બને છે “માંસભક્ષણ નિર્દોષ છે, કેમકે જીવોની પ્રવૃત્તિના વિષયભૂત છે, જેમકે જળપાનાદિ.” આમાં “માંસભક્ષણ' શબ્દ શાસ્ત્રીયમાંસભક્ષણને જણાવવાના તાત્પર્યમાં છે, કેમકે શાસ્ત્ર બાહ્ય માંસભક્ષણ તો ‘માં સમક્ષયિતા...' ઇત્યાદિથી દુષ્ટ હોવું સિદ્ધ છે. આમ વિહિત માંસભક્ષણની નિર્દોષતા સાધ્ય છે. અને જીવપ્રવૃત્તિવિષયત્વ એ હેતુ છે. પણ આ હેતુ અનૈકાન્તિક છે, કારણકે જીવપ્રવૃત્તિવિષયત્વ તો શાસ્ત્રબાહ્ય માંસભક્ષણમાં પણ છે જેમાં નિર્દોષત્વ' સાધ્ય નથી. “અમે હેતુ તરીકે માત્ર પ્રવૃત્તિવિષયત્વ ન લેતાં વિહિત પ્રવૃત્તિવિષયત્વ લઇશું, એટલે હેતુ અનેકાન્તિક નહીં રહે” આ રીતે વિહિતત્વને પ્રવૃત્તિનું વિશેષણ કહી એનું વારણ કરી શકાતું નથી, કેમકે તો પછી માત્ર “વિહિતત્વ' ને જ હેતુ તરીકે લઇએ તો પણ ઉક્ત સાધ્યની સિદ્ધિ થઇ જતી હોવાથી “પ્રવૃત્તિવિષયત્વ' રૂપ વિશેષ્ય વ્યર્થ બની જાય છે. તેમજ ફળતઃ પક્ષ અને હેતુ વચ્ચે કોઇ વિશેષતા ન રહેવાની પણ આપત્તિ આવે છે. (અહીં “પક્ષ' શબ્દથી પક્ષતાવચ્છેદકને જણાવવાનો અભિપ્રાય લાગે છે.) વિહિત માંસભક્ષણ રૂપ પક્ષનો અવચ્છેદંક વિહિતત્વ હોવો પણ સ્પષ્ટ જ છે. અને વિહિતત્વવિશિષ્ટપ્રવૃત્તિવિષયત્વ રૂપ હેતુમાં વિશેષ ભાગ તો નિરર્થક હોઇ ફળતઃ એ વિહિતત્વ રૂપ જ છે.