________________
१९०
द्वात्रिंशद्वात्रिंश
पच्यमानेति । एतदर्थसंवादिनी चेयं गाथा
*
आमासु य पक्का य विपच्चमाणासु मंसपेसीसु । आयंतियमुववाओ भणिओ अ निगोअजीवाणं । । ६ । । ननु भवतामेव क्वचिदागमे मांसभक्ष्यतापि श्रूयते इति पूर्वापरविरोध इत्याशङ्क्याहसूत्राणि कानिचिच्छेदोपभोगादिपराणि तु ।
अमद्यमांसाशितया न हन्यन्ते प्रसिद्धया । ॥७ ॥
सूत्राणीति । कानिचित् सूत्राणि छेदश्छेदसूत्रोक्तप्रायश्चित्तौपयिकार्थविशेषः, उपभोगश्च वहिःपरिभोगः, आदिनाऽत्यन्तापवादादिग्रहः, तत्पराणि प्रसिद्धयाऽमद्यमांसाशितया साधोर्न विरुध्यन्ते, उत्सर्गतो मांसभक्षणस्य दुष्टत्वादेवेति भावः । तथाहि अविय इत्थ लभिस्सामि पिंडं वा लोयं वा खीरं वा दहिं वा णवणीयं वाघयं वा गुलं वा तिल्लं वा महुं वा मज्जं वा मंसं वा सक्कुलिं वा फाणिअं वा पूअं वा सिहरणिं वा तं દેવોએ પ્રવચનમાં કહ્યું છે. આ જ અર્થને જણાવનાર સંવાદક ગાથા આવું જણાવે છે. ‘પકાવાઇ રહેલી આમ અને પક્વ માંસપેશીઓમાં નિગોદજીવોની આત્યંતિક ઉત્પત્તિ કહી છે.ઙ' ‘તમારા જ આગમમાં ક્યાંક માંસની ભક્ષ્યતા કહેલી સંભળાય છે' આવી શંકા કરીને સમાધાન આપતા ગ્રન્થકાર કહે છે—
આચારાંગ વગેરેમાં માંસ સંબંધી જે કેટલાંક સૂત્રો આવે છે તે છેદસૂત્રમાં કહેલ પ્રાયશ્ચિત્ત કઇ રીતે આવે એ જાણવા વગેરેના ઉપાયભૂત અર્થવિશેષ અને બાહ્યપરિભોગ રૂપ ઉપભોગને તેમજ ‘આદિ’ શબ્દથી અત્યંત અપવાદાદિને જણાવવાના તાત્પર્યમાં છે. તેથી ‘જૈન સાધુઓ મદ્ય-માંસને આરોગતા નથી' એવી જે પ્રસિદ્ધિ છે તેની સાથે સૂત્રને કોઇ વિરોધ નથી, કેમકે એ સૂત્રો પરથી પણ ઉત્સર્ગે માંસભક્ષણ દુષ્ટ છે એ જ સિદ્ધ થાય છે. તે સૂત્રો અને તેનો આવો તાત્પર્યાર્થ આ રીતે જાણવો – “વળી આ સ્વજનાદિ કુલોમાં મનપસંદ વસ્તુ મેળવીશ, જેમકે શાલિઓદન વગેરે પિંડ, સુસ્વાદુ ચીજરૂપ લોય, દૂધ, દહીં, નવનીત, ઘી, ગોળ, તેલ, મધ, મઘ, માંસ, શલ્કુલી, ફાણિત = પાણીથી દ્રવ ક૨ાયેલો ગોળ, પૂત, શિખરિણી વગેરે... આવું બધું મળશે, એટલે પહેલાં જ સ્વજનાદિના ઘરે જઇ આમાંનું જે કાંઇ મળે એને ખાઇને કે પીને પાત્રને બરાબર ધોઇ લૂછી ને પછી જ્યારે ભિક્ષાકાળ થાય ત્યારે ‘મેં કાંઇ ખાધું કે પીધું છે એવું જણાઇ જાય એવો મુખવિકાર ન થવા દઇ આગંતુક ભિક્ષુઓ સાથે ગોચરી મેળવવાની ઇચ્છાથી ગૃહસ્થના ઘરે પ્રવેશ કરીશ તેમજ બહાર નીકળીશ. આવું વિચારવું એ માયાસ્થાન છે (માટે એવું વિચારવું કે કરવું નહીં)”
આ સૂત્રની વ્યાખ્યા ક૨તી વખતે ટીકાકારે આવી વ્યાખ્યા કરી છે કે ‘અહીં મદ્ય-માંસની જે વાત છે એની વ્યાખ્યા છેદસૂત્રના અભિપ્રાયે કરવી. અથવા તો અત્યંત પ્રમાદવશ થયેલ કો'ક સાધુ અત્યંત વૃદ્ધિવાળો થઇ મધ, મદિરા કે માંસ પણ આરોગી લે તો એવાની અપેક્ષાએ આ વાત કરી છે.” વળી આવું ક૨વાથી માયા થાય છે એમ કહીને પણ આવું કરવું એ નિષિદ્ધ આચરણરૂપ છે એમ જણાવી જ દીધું છે. વળી જે નીચે પ્રમાણેનું બીજું સૂત્ર આવે છે કે - ‘જે સાધુ કે સાધ્વીને જાણવા મળે કે વિવક્ષિત પિંડ બહુ હાડકાવાળું માંસ છે કે બહુ કાંટાવાળી માછલી છે ઇત્યાદિ.’ તે સૂત્ર પણ જેમાંથી ઘણું તો ફેંકી જ દેવું પડે છે એવા પિંડ રૂપ માંસનું
*
'आमासु च पक्वासु च विपच्यमानासु मांसपेशीषु । आत्यन्तिकमुपपातो भणितो निगोदजीवानाम् ।।
अपि चात्र लप्ये पिंडं वा लोयं वा क्षीरं वा दधि वा नवनीतं वा घृतं वा गुडं वा तैलं वा मधु वा मद्यं वा मांसं वा शष्कुलिं वा फाणितं वा तं वा शिखरिणीं वा तत्पूर्वमेव भुक्त्वा पीत्वा पतद्ग्रहं च संलिह्य संमृज्य ततः पश्चाद् भिक्षुभिः सार्द्धं गृहपतिकुलं पिंडपातप्रतिज्ञया प्रवेक्ष्यामि निष्क्रमिष्यामि वा मातृस्थानं स्पृशेद् ।