________________
साधुसामग्र्य-द्वात्रिंशिका
१८५ ઊભી થાય છે. જો એ બંધ થઇ જાય તો તત્ત્વબોધનો સંસ્કાર નષ્ટ થઈ ગયો એમ સમજવું જોઇએ.
જેમ હેયની નિવૃત્તિ માટે કહ્યું એમ ઉપાદેયની પ્રવૃત્તિ અંગે જાણવું. દિવસ દરમ્યાન હલન-ચલન વખતે પૂંજવા-પ્રમાર્જવાનો એવો અભ્યાસ પડ્યો હોય કે જેથી રાત્રે નિદ્રામાં પણ પડખું ફેરવવાના અવસરે સંસ્કારવશાત્ રજોહરણથી પ્રમાર્જન થઇ જાય...સ્વપ્નમાં પણ બોલવાનો પ્રસંગ આવે તો મુહપત્તિ મુખ આગળ આવી જાય... કોઇ એવી ગાઢ બિમારીમાં હાથ પગ હલાવી શકાય એમ ન હોય તો પણ બોલતી વખતે મુહપત્તી મુખ પાસે લઇ જવાનો ખ્યાલ રહ્યા કરે ને નથી લઇ જવાતી એનો ડંખ રહે તો તત્ત્વસંવેદનનો સંસ્કાર રૂપ સંબંધ છે એમ જાણવું. આ બાબતમાં પણ હેયવત્ જાણવું. એટલે કે જાગ્રત અવસ્થામાં પણ બારી વાસતાંઉઘાડતાં પૂજવાનું, એમ બોલતી વખતે મુહપની મુખ પાસે લઇ જવાનું વગેરે યાદ આવે તો તત્ત્વબોધનો સંસ્કાર રૂપ સંબંધ છે ને એ વખતે પૂજવું વગેરે પણ અચૂક થાય તો તત્ત્વસંવેદનનો સંસ્કારાત્મક સંબંધ થયેલો નિશ્ચિત કરી શકાય.
પાલિકસૂત્રમાં “અબોહિયાએ-અનભિગમેણું - અભિગમેણ વાપમાએણ” આ જે પદો છે તે આનું સુચન કરનારા લાગે છે. રોજિંદા જીવનમાં ઉપસ્થિત થતી પરિસ્થિતિઓમાં કેવી પ્રવૃત્તિ ત્યાજ્ય છે ને કેવી ઉપાદેય એનો શાસ્ત્રવચનાદિને અનુસરીને નિર્ણય કરી રાખ્યો હોય તો એ બોધ કહેવાય છે. રોજ અનેકશઃ કરેમિ ભંતે બોલતા છતાં, તે તે પરિસ્થિતિમાં મારા કેવા કેવા આચાર-વિચાર ને ઉચ્ચાર સામાયિકને અનુકૂળ છે ને કેવા કેવા આચારાદિ સામાયિકને પ્રતિકુળ છે આ બાબતનો કોઇ વિચાર જ ન કર્યો હોય, સર્વજ્ઞવચનોઅનુભવીઓના અનુભવો વગેરેને આધારે એનું વિભાજન જ ન કર્યું હોય, તો “મારે સાવદ્ય પ્રવૃત્તિઓના પચ્ચખાણ છે આવો ખ્યાલ હોવા છતાં સાવદ્યપ્રવૃત્તિ જ થઇ રહી હોવાની પૂર્ણ સંભાવના રહે છે. આવું વિભાજન કર્યું ન હોવું એ અબોધ કહેવાય છે. ગીતાર્થ ગુરુની નિશ્રાએ રહેલા અગીતાર્થને સ્વયં આવી જાણકારી ન હોવા છતાં, દરેક વખતે ગુરુ દ્વારા હેય-ઉપાદેયનું માર્ગદર્શન મળી રહેતું હોવાથી ફળતઃ એ હોય જ છે. તેથી જ ગ્રન્થકારે પણ ગુરુપારતન્યને જ્ઞાન રૂપે કહી દીધું છે.
ઉક્તબોધ કર્યો હોવા છતાં તે તે પ્રવૃત્તિકાળ એ બોધ જો ઉપયોગરૂપે સ્કુરે નહીં કે “આ મારા વ્રતને વિરોધી છે ને તેથી અકર્તવ્ય છે' તો અનભિગમ જાણવો. આવી અવસ્થામાં તત્ત્વબોધનો સંસ્કારરૂપ સંબંધ માની શકાય નહીં. પ્રતિકૂળ પ્રવૃત્તિ કરવાનો અવસર આવે ત્યારે તૂર્ત “આ મારે ત્યાજ્ય છે' એવો ઉપયોગ આવી જાય તો એ ‘અભિગમ' કહેવાય. આ તત્ત્વબોધનો સંસ્કારરૂપ સંબંધ થયો કહેવાય. આવો ઉપયોગ સ્ફરવા છતાં, પ્રમાદ હોય તો પ્રતિકૂળ પ્રવૃત્તિ થઇ જાય છે. આવી અવસ્થા એ તત્ત્વબોધ હોવા છતાં તત્ત્વસંવેદનનો સંસ્કારરૂપ સંબંધ નથી એમ સમજવું.
अण्णे पुग्गलभावा अण्णो एगो य नाणमित्तोहं। सुद्धो एस वियप्पो अविअप्पसमाहिसंजणओ ।।९९ ।। धर्मपरीक्षा ।।
અર્થ “યુગલના પરિણામો મારા કરતાં જુદા છે. ઉપયોગ માત્ર સ્વભાવવાળો હોવાના કારણે હું પૌગલિકભાવોથી જુદો છું અને એક છું.” આવો શુદ્ધ વિકલ્પ એ અવિકલ્પસમાધિનો સમ્યક પ્રકારે જનક છે.