________________
साधुसामग्र्य-द्वात्रिंशिका
१८३ यस्तु शासनमालिन्येऽनाभोगेनापि वर्तते। बध्नाति स तु मिथ्यात्वं महानर्थनिबन्धनम् ।।३०।।
यस्त्विति। यस्तु शासनमालिन्ये = लोकविरुद्धगुणवन्निन्दादिना प्रवचनोपघातेऽनाभोगेनापि = अज्ञानेनापि वर्तते स तु शासनमालिन्योत्पादनावसरे एव मिथ्यात्वोदयान्महानर्थनिवन्धनं = दुरन्तसंसारकान्तारपरिभ्रमणकारणं मिथ्यात्वं वध्नाति, यदाह [अ. २३/१-२]
यः शासनस्य मालिन्येऽनाभोगेनापि वर्तते । स तन्मिथ्यात्वहेतुत्वादन्येषां प्राणिनां ध्रुवम् ।। वनात्यपि तदेवालं परं संसारकारणम् । विपाकदारुणं घोरं सर्वानर्थनिवन्धनम् ।।३०।। स्वेच्छाचारे च बालानां मालिन्यं मार्गबाधया। गुणानां तेन सामग्र्यं गुणवत्पारतंत्र्यतः ।।३१।। ___ स्वेच्छेति । वालानां = अज्ञानिनां स्वेच्छाचारे च सति मार्गस्य वाधया = ‘अप्रधानपुरुषोऽयं जैनानां मार्गः' इत्येवं जनप्रवादरूपया मालिन्यं भवति मार्गस्य, तेन हेतुना गुणवत्पारतंत्र्यत एव गुणानां = ज्ञानादीनां सामग्र्यं = पूर्णत्वं भवति ।।३१।। इत्थं विज्ञाय मतिमान् यतिर्गीतार्थसंगकृत्। त्रिधा शुद्ध्याचरन् धर्मं परमानन्दमश्नुते।।३२ ।।
इत्थमिति । स्पष्टः ।।३२ ।।।
।। इति साधुसामग्र्यद्वात्रिंशिका ।। છે. [ગુણવાનું ગુરુની નિંદા વગેરે જોઇને લોકો “આ જૈનધર્મ કેવો છે? કે ગુણવાનુની પણ એમાં નિંદા વગેરે કરાય છે' ઇત્યાદિ રૂપ પ્રવચનની નિંદા કરે છે જે પ્રવચનની મલિનતા-હલના રૂપ છે.] આવી હીલના કરનારો એ જ વખતે એને મિથ્યાત્વનો ઉદય થતો હોવાથી દુરંત સંસાર કાંતારમાં પરિભ્રમણ રૂપ મહાઅનર્થના કારણભૂત મિથ્યાત્વને બાંધે છે. અષ્ટક ૨૩/૧-૨ માં કહ્યું છે કે “જે સાધુ વગેરે લોકવિરુદ્ધ આચરણ દ્વારા શાસનની મલિનતા કરવામાં અનાભોગથી પણ પ્રવૃત્ત થાય છે તે નિયમો અન્ય જીવોના મિથ્યાત્વમાં નિમિત્ત બનવાથી તે મિથ્યાત્વને જ બાંધે છે જે મિથ્યાત્વ સંસારનું પ્રબળ કારણ છે. દારુણ વિપાકવાળું છે, ઘોર = ભયાનક છે, તેમજ સર્વ અનર્થોને વધારનારું છે."l૩૦ll [ગુણવાનુનું પાતંત્ર્ય ન હોય તો આવું કટુફળવાળું શાસનમાલિન્ય થાય છે એ ગ્રન્થકાર જણાવે છે]
બાળ = અજ્ઞ જીવો = અગીતાર્થો ગુણવાનું ગુરુનું પાતંત્ર્ય ફગાવી દઇ સ્વેચ્છાચાર પ્રવર્તાવે તો “આ જૈનોનો ધર્મ પ્રધાનપુરુષ (નાયક) વિનાનો છે' ઇત્યાદિ રૂપે લોકોમાં થતી ધર્મનિંદાથી મોક્ષમાર્ગની મલિનતા થાય છે જે મિથ્યાત્વને તાણી લાવે છે. તેથી ગુણવત્યારતંત્રથી જ જ્ઞાનાદિ ગુણોનું સામર્થ્ય = પૂર્ણત્વ સંપન્ન થાય છે.૩૧/L [બત્રીશીનો ઉપસંહાર કરતા ગ્રન્થકાર કહે છે...]
આ બધી બાબતોને જાણીને બુદ્ધિમાનું સાધુ ગીતાર્થના (નિશ્રા રૂ૫) સંગ કરે છે (આનાથી ગુણવત્યારતંત્ર્ય સૂચવ્યું) અને જ્ઞાન, ભિક્ષા તેમજ વૈરાગ્ય એમ ત્રણ પ્રકારે શુદ્ધિથી ધર્મને આચરે છે. આ પ્રમાણે ગીતાર્થનો સંગ કરતો અને શુદ્ધિથી ધર્મનું આચરતો તે પરમાનન્દને પ્રાપ્ત કરે છે. ૩રો.