SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ साधुसामग्र्य-द्वात्रिंशिका १७९ शान्तस्यापि = प्रशमवतोऽपि लोकदृष्ट्या, द्वितीयं = मोहान्वितं वैराग्यं भवति । एतच्च सन् शक्त्याऽवस्थितो यो ज्वरस्तस्यानुदयो वेलाप्राक्काललक्षणस्तत्सन्निभं तेषां भवेत्, द्वेषजनितस्य वैराग्यस्योत्कटत्वेऽपि मिथ्याज्ञानवासनाऽविच्छेदादपायप्रतिपातशक्तिसमन्वितत्वात् ।।२३।। स्याद्वादविद्यया ज्ञात्वा बद्धानां कष्टमङ्गिनाम्। तृतीयं भवभीभाजां मोक्षोपायप्रवृत्तिमत् ।।२४।। स्याद्वादेति । स्याद्वादस्य = सकलनयसमूहात्मकवचनस्य विद्यया वद्धानामङ्गिनां कष्टं = दुःखं ज्ञात्वा भवभीभाजां = संसारभयवतां तृतीयं = ज्ञानान्वितं वैराग्यं भवति । तच्च मोक्षोपाये त्रिरत्नसाम्राज्यलक्षणे प्रवृत्तिमत् = प्रकृष्टवृत्त्युपहितम् ।।२४ ।। થવાની પૂર્વ અવસ્થામાં રહેલો જ્વર હોય તેના જેવો તે એકાન્તદર્શીઓનો આ વૈરાગ્ય હોય છે. ભવનૈન્યદર્શન હોઇ આ વૈરાગ્ય દ્વેષજન્ય હોવાના કારણે ઉત્કટ હોય છે, તેમ છતાં મિથ્યાજ્ઞાનની વાસનાનો વિચ્છેદ થયો ન હોવાથી એ અપાયની અને પ્રતિપાતની શક્તિથી (યોગ્યતાથી) સમન્વિત હોય છે. તેથી આ વૈરાગ્ય અંતષ્ઠિત વરના અનુદય જેવો છે. સંસારની નિર્ગુણતા જવાથી એનાથી છૂટવું છે. પણ છૂટ્યા બાદ સંસારનો પર્યાય (વિકલ્પ) શું? તો કે મોક્ષ. પણ આત્મા જો એકાન્ત નિત્ય હોય કે એકાન્ત અનિત્ય હોય તો એની સંસાર અને મોક્ષ આવી બે ભિન્ન ભિન્ન અવસ્થા સંભવતી જ નથી આટલી પણ જાણકારી એને હોતી નથી. માટે એનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત કહેવાતો નથી. વળી, આ ભવનર્ગુણ્યદર્શનજન્ય વૈરાગ્યથી એ જે મોક્ષ માટે મથી રહ્યો છે એ મોક્ષ જ સ્વમાન્યતાનુસારે ઘટી શકતો નથી. એટલે અઘટમાન ઉદ્દેશજનક હોવાથી એનો વૈરાગ્ય મોહગર્ભિત છે. વળી આ વૈરાગ્ય ઉત્કટ હોવાના કારણે એ પ્રબળતા પૂર્વક સ્વમાન્ય સાધનામાર્ગે વળે છે. ને એમાં સ્વમાન્ય ગ્રન્થોનું અધ્યયન પણ આવે જ. એટલે ઉત્તરોત્તર પ્રાયઃ સ્વમાન્યતાનો આગ્રહ તીવ્ર બનતો જવાના કારણે મિથ્યાત્વ ગાઢ બનતું જાય છે. સંસારભ્રમણનું અને બધા દોષોનું મૂળ કારણ હોય તો એ પ્રબળ મિથ્યાત્વ જ છે. એટલે,વિષયાદિની તત્કાળ આસક્તિ ન હોવાથી વૈરાગ્ય હોવા છતાં, કાળાન્તરે પ્રબળ મિથ્યાત્વના પ્રભાવે વિષયાસક્તિ-ક્રોધાદિ કષાયો વગેરે દોષો ઉત્કટ થતા હોય છે. એટલે મોહગર્ભિતવૈરાગ્યને અપ્રગટપણે રહેલા વર જેવો કહ્યો છે, તેમજ અપાય-પ્રતિપાત શક્તિ સમન્વિત કહ્યો છે, કારણકે જ્યારે વિષયાસક્તિ વગેરે દોષો પ્રકટ અવસ્થા પામે છે ત્યારે રાગ-દ્વેષ પ્રવર્તવાથી વૈરાગ્યનો પ્રતિપાત થઇ જાય છે, ને રાગાદિના પ્રભાવે ઊભા થાય છે.Ju૨૩ હિવે ત્રીજા જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પ્રરૂપણા ગ્રન્થકાર કરે છે-] જ્ઞિાનગર્ભિત વૈરાગ્ય]. કર્મથી બંધાયેલા જીવોના કષ્ટોને સકલનયસમૂહાત્મક વચન રૂપ સ્યાદ્વાદ વિદ્યાથી જાણીને સંસારથી ભયભીત થયેલા જીવોને ત્રીજો જ્ઞાનાન્વિત વૈરાગ્ય હોય છે. તે રત્નત્રયીના સામ્રાજ્ય રૂપ મોક્ષના ઉપાયના પ્રકૃષ્ટ વર્તનથી = આચરણથી યુક્ત હોય છે. ૨૪ ત્રિણ વૈરાગ્ય કહ્યા. એમાંથી સાધુ સામર્થ્ય કયા વૈરાગ્યથી સંપન્ન થાય છે તે હવે ગ્રન્થકાર જણાવે છે–]. આ જ્ઞાનાન્વિત વૈરાગ્યથી જ સામગ્ય સંપન્ન થાય છે. પૂર્વના બે વૈરાગ્યો ક્યારેક ગુણવાનું ગુરુના પારતંત્રથી સ્વવિનાશદ્વારા આ જ્ઞાનાન્વિત વૈરાગ્યની પ્રાપ્તિમાં અંગ = ઉપકારક બને છે. જ્ઞાન સહિતનો વૈરાગ્ય અપાયશક્તિનો (દુર્ગતિવગેરેના દુઃખો એ અપાય, એની યોગ્યતા એ અપાયશક્તિ, તેનો) પ્રતિબંધક
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy