________________
साधुसामग्र्य-द्वात्रिंशिका
१६९ वधिकत्वादनारंभकत्वस्य न तत्संभवः । न च तद्भिक्षायाः सर्वसंपत्करीकल्पत्वोक्त्यैव निस्तारः । इत्थं हि यथाकथंचित्सर्वसंपत्करीयमिति व्यवहारोपपादनेऽपि न पौरुषघ्नीत्यादि व्यवहारानुपपादनात् । तथा च,
यतिर्ध्यानादियुक्तो यो गुर्वाज्ञायां व्यवस्थितः।
सदाऽनारंभिणस्तस्य सर्वसंपत्करी मता ।। [अ. ५/२] इत्याचार्याणामभिधानं सम्भवाभिप्रायेणैव, जिनकल्पिकादौ गुर्वाज्ञाव्यवस्थितत्वादेरिव सदाऽनारम्भित्वस्य फलत एव ग्रहणात्, अन्यथा लक्षणाननुगमापत्तेः, द्रव्यसर्वसंपत्करीमुपेक्ष्य भावसर्वसंपत्करीलक्षणमेव वा कृतमिदमिति यथातंत्रं भावनीयPTI૧૦ |ી , સમાવેશ શેમાં કરવો એ પ્રશ્ન ઊભો રહેતો હોવાથી માનવું પડે છે કે આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજે સર્વસંપન્કરી ભિક્ષાની વ્યાખ્યામાં “તાડનારંfમ:' એવું જે કહ્યું છે તે સંભવના અભિપ્રાયે જ જાણવું. આશય એ છે કે અષ્ટક ૧/૨ માં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે “જે સાધુ ધ્યાનાદિથી યુક્ત છે, ગુર્વાજ્ઞામાં રહ્યો છે તેમ જ સદાઅનારંભી છે તેની ભિક્ષા એ સર્વસંપત્યરીભિક્ષા માનાયેલી છે.” આનો વિચાર કરીએ તો જણાય છે કે જિનકલ્પિક વગેરે ગચ્છનિર્ગતસાધુઓ એ કાળે ગુર્વાષામાં સાક્ષાત્ તો રહ્યા હોતા નથી. તેમ છતાં તેઓની ભિક્ષા સર્વસંપન્કરી જ છે. એટલે એને સંગત કરવા એમ માનવું પડે છે કે ગુર્વાજ્ઞા વ્યવસ્થિતત્વ ફળતઃ હોય તો પણ ચાલે. આ જ રીતે “સલાડનારમ' પદ જે મૂક્યું છે તે પણ સંભવના અભિપ્રાય જ છે એ જાણવું. એટલે કે સદાઅનારંભિતાનો સંભવ હોવો જોઇએ. પછી એ સંભવ સાક્ષાત્ હોય કે ફળતઃ હોય.
ફળતઃ સદા અનારંભિતાનો સંભવ તો તાદશ શ્રાવકમાં પણ હોય જ છે, એટલે એ પ્રતિમાધારી શ્રાવકની ભિક્ષાપણ સર્વસંપન્કરી જ છે એ જાણવું. આ રીતે સદાઅનારંભિતાના સંભવનો અભિપ્રાય જો ન માનીએ તો લક્ષણ અનુગત નહીં રહે. કેમકે સાધુની સર્વસંપન્કરી ભિક્ષામાં એ પ્રવિષ્ટ છે અને તાદૃશ શ્રાવકની સર્વસંપન્કરી ભિક્ષામાં એ પ્રવિષ્ટ નથી.
અથવા તો શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ એ જે લક્ષણ કર્યું છે તે દ્રવ્ય સર્વસંપત્યરીભિક્ષાની ઉપેક્ષા કરીને ભાવસર્વસંપન્કરી ભિક્ષાનું કર્યું છે એમ જે રીતે શાસ્ત્રનો વિરોધ ન થાય એ રીતે સંગતિ કરવી. એટલે કે એ શ્રાવકપણે જેમ ભાવસાધુતાનું કારણ છે એમ એ શ્રાવકની ભિક્ષા ભાવસાધુની ભાવસર્વસંપન્કરી ભિક્ષાનું કારણ છે. એટલે એ શ્રાવકની ભિક્ષા (પ્રધાન) દ્રવ્યસર્વસંપન્કરી ભિક્ષા છે. આચાર્ય મહારાજે આ દ્રવ્યસર્વસંપત્કરી ભિક્ષાના લક્ષણની ઉપેક્ષા કરીને ભાવસર્વસંપન્કરી ભિક્ષાનું લક્ષણ આપ્યું છે. સિંવિગ્નપાલિકની ભિક્ષા પણ સર્વસંપકરી છે એવું ગ્રન્થકાર આગળ જણાવવાના છે.JI/૧૦ll હિવે બીજી ભિક્ષાનું લક્ષણ જણાવવા ગ્રન્થકાર કહે છે–].
*(બાહ્યદૃષ્ટિએ ગુર્વાજ્ઞાવ્યવસ્થિતત્વ ન હોવા છતાં, ગુર્વજ્ઞામાં રહેવાથી જે ફળ (લાભ) મળે એ જો મળી જતું હોય તો ફળતઃ ગુર્વાજ્ઞાવ્યવસ્થિતત્વ હોવું કહેવાય છે. ગુરુ હિતશિક્ષા વગેરે સ્વરૂપ આજ્ઞા દ્વારા શિષ્યને હિતકર પ્રવૃત્તિમાં જોડે છે ને અહિતકર પ્રવૃત્તિથી વારે છે. ગીતાર્થગુરુની નિશ્રામાં રહેવાનું આ હિતમાં પ્રવૃત્તિ -અહિતથી નિવૃત્તિ - એ મુખ્યફળ છે. જિનકલ્પિક મુનિઓ ગુરુ-ગચ્છનો ત્યાગ કરી એકાકી બનવા છતાં હિતમાં પ્રવૃત્તિ ને અહિતથી નિવૃત્તિ સ્વકીયબોધ - જાગૃતિ દ્વારા કરતાં જ હોય છે. તેથી ગુર્વાજ્ઞામાં રહેવાનું ફળ પામી જતા હોવાથી ફળતઃ ગુર્વાશાવ્યવસ્થિત હોવા કહેવાય છે. કેવી સુંદર વાત છે! જેઓને જ્ઞાન નથી એવા અગીતાર્થોને ગીતાર્થનિશ્રા દ્વારા = ગુર્વાજ્ઞાવ્યવસ્થિતત્વ દ્વારા ગુરુષારતન્ય સ્વરૂપ ફળતઃ જ્ઞાન હોય છે ને જેઓને વ્યવહારથી ગુર્વાશાવ્યવસ્થિતત્વ નથી તેવા જિનકલ્પિકને જ્ઞાનદ્વારા ફળતઃ ગુર્વાશાવ્યવસ્થિતત્વ હોય છે.]