________________
जिनमहत्त्व-द्वात्रिंशिका
१२१ “'अप्पडिवुज्झमाणे कहिंचि पडिवोहिज्जा अम्मापियरो” प्रव्रज्याभिमुखीकुर्वीतेत्यर्थः । “अप्पडिवुज्झमाणेसु य कम्मपरिणइए विहेज्जा जहासत्ति तदुवगरणं तओ अणुण्णाए पडिवज्जेज्जा धम्म” । अथ नानुजानीतस्तदा 'अणुवहे चेव उवहिजुत्ते सिया' (पंचसूत्र - ३) अल्पायुरहमित्यादिकां मायां कुर्यादित्यर्थः । एवमुपायप्रवृत्तावपि तयोरवोधे त्यागोऽपि मुमुक्षोस्तत्त्वतो न त्यागः, यथा ग्लानयोरध्वनिग्लानीभूतयोः पित्रोरौषधार्थिनस्तदुपकारकौषधानयनार्थं कथंचित्तौ विमुच्यापि गच्छतः पुत्रस्य, प्रव्रज्यायास्तयोः स्वस्यान्येषां चोपकारहेतुत्वात् । तदिदमाह - सव्वहा अपडिवुज्झमाणे चएज्जा अद्धाणगिलाणओसहत्थचागणाएणं ।।१९।। अपरस्त्वाह राज्यादि महाधिकरणं ददत्। शिल्पादि दर्शयंश्चार्हन्महत्त्वं कथमृच्छति।।२०।।
अपरस्त्विति । अपरस्तु वाद्याह ‘राज्यादि महाधिकरणं = महापापकारणं ददत्स्वपुत्रादिभ्यः, शिल्पादि दर्शयंश्च लोकानामर्हन् कथं महत्त्वमृच्छति ।।२०।। છું' ઇત્યાદિ માયા કરવી (જેથી ધર્મ માટે અનુજ્ઞા આપે.] આ રીતે ઉપાય કરવા છતાં તેઓ બોધ ન પામે – અર્થાતુ અનુજ્ઞા આપવા સંમત ન થાય તો તેઓનો ત્યાગ કરવો. મુમુક્ષુએ આ રીતે તેઓનો કરેલો ત્યાગ પણ વસ્તુતઃ ત્યાગ નથી. આ સમજવા માટે નીચેનું દૃષ્ટાન્ત વિચારવું. માતા-પિતા જંગલમાં બિમાર પડી ગયા.
ત્યાં ઔષધાદિની કોઇ સંભાવના નથી. સાથે રહેલો પુત્ર જંગલ બહાર આવેલા ગામમાંથી ઔષધ લાવવા જવા માટે ઇચ્છે છે. મા-બાપ કહે છે “અમારી આવી હાલત છે ને તું અમને છોડી જવાની વાત કરે છે? તું ચાલ્યો જાય તો પછી અમારું શું થાય?' પુત્ર વિચારે છે કે “જો એમની આ વાતથી અહીં રહી જઇશ તો ઔષધ વગર એમનો રોગ વધતો જશે, તેમજ દિવસો જતાં મારું પણ ભાથું ખલાસ થઇ જશે, પછી હું પણ એમની શું સેવા કરી શકીશ? અંતે અમે બધા મરી જઇશું. એના કરતાં શીધ્ર ગામમાં જઇ મારું નવું ભાથું અને એમનું ઔષધ લઇ આવું તો અંતે બધા સુખેથી જંગલ પસાર કરી શકીશું.’ આ રીતે માતા-પિતાને ઉપકારક ઔષધ લાવવા માટે એમનો ત્યાગ કરવો એ જેમ વાસ્તવમાં ત્યાગ નથી તેમ પ્રસ્તુતમાં પણ જાણવું. એટલે કે પ્રવ્રજ્યા માટે માતા-પિતાને ઉક્ત વિધિ પૂર્વક છોડવા એ વાસ્તવમાં ન છોડ્યા બરાબર જ છે, કેમકે પ્રવ્રજ્યા એ ભવરોગ માટે ઔષધરૂપ હોઇ સ્વ-પરને ઉપકારક છે. પંચસૂત્રમાં આ વાત આ રીતે કરી છે – “કોઇપણ રીતે બોધ ન પામે તો માતા-પિતાને, અટવીમાં ગ્લાન થયેલ માતા-પિતાનો ઔષધ માટે કરાતા ત્યાગના દૃષ્ટાન્ત અનુસાર ત્યાગ કરવો."II૧૯ [આમ ભગવાનનું દાન તથાકલ્પરૂપ હોઇ અકૃતાર્થતાનું સૂચક ન હોવાના કારણે મહત્ત્વાભાવને સિદ્ધ કરી શકતું નથી એ નિર્ણત થયું. હવે અન્યવાદી શ્રીજિનમાં જે રીતે મહત્ત્વાભાવની શંકા કરે છે તે દેખાડવા ગ્રન્થકાર કહે છે-].
રાજ્યપ્રદાનાદિનું ઔચિત્ય]. અન્યવાદી કહે છે કે “રાજ્ય વગેરે મહાપાપના કારણભૂત-મહાઅધિકરણ છે. શિલ્પાદિમાં પણ ઘણો આરંભસમારંભ રહ્યો છે. એટલે સ્વપુત્રાદિને રાજ્ય આપનારા અને લોકોને શિલ્પાદિ શીખવનારા શ્રીઅરિહંતમાં મહત્ત્વ કઇ રીતે હોય?લા૨૦ આિ વાદીને જવાબ આપવા ગ્રન્થકાર કહે છે-]
१ अप्रतिबुध्यमाने कथंचित्प्रतिवोधयेन्मातापितरौ 'अप्रतिवुध्यमानयोश्च कर्मपरिणत्या विदध्याद्यथासक्ति तदुपकरणं, ततोऽनुज्ञाते प्रतिपद्येत धर्मम् । 'अनुपधश्चैव उपधियुक्तः स्यात्।
२ सर्वथाऽप्रतिवुध्यमाने त्यजेदध्वग्लानौपधार्थत्यागज्ञातेन ।