________________
द्वात्रिंशद्वात्रिंशिका ___ श्रेयोभूतानेकशास्त्रार्थसंग्रहं मनसिंकृत्य द्वात्रिंशिकाप्रकरणमारभमाणो ग्रन्थकारो दानधर्मस्य प्राथम्येन परममंगलरूपत्वादादौ तद्वात्रिंशिकामाहऐन्द्रशर्मप्रदं दानमनुकंपासमन्वितम्। भक्त्या सुपात्रदानं तु मोक्षदं देशितं जिनैः ।।१।। છે, એના કરતાં શરીર વધુ નજીક છે, અને એના કરતાંય મન સૌથી નજીક છે. માટે મન પ્રત્યેનું વલણ ફેરવવું સૌથી અઘરું છે, શરીર પ્રત્યેનું વલણ ફેરવવું કંઇક સહેલું છે, એનાં કરતાં ઇન્દ્રિય પ્રત્યેનું વલણ ફેરવવું વધુ સહેલું છે અને ધન પ્રત્યેનું વલણ ફેરવવું અપેક્ષાએ સૌથી સહેલું છે. માટે એ અપેક્ષાએ એમ કહી શકાય છે કે દાન ધર્મ સહુથી સહેલો છે, શીલધર્મ એના કરતાં અઘરો, તપ ધર્મ એના કરતાંય અઘરો અને ભાવધર્મ સહુથી અઘરો છે. માટે દાનધર્મ પ્રથમ છે. વળી ઘણું ખરું જીવો સુપાત્રદાન કે અનુકંપાદાન દ્વારા ધર્મમાં પ્રવેશ પામે છે. જેમકે ધનાસાર્થવાહ, નયસારમેઘકુમારનો જીવ હાથી વગેરે. માટે દાન ધર્મ સહુથી પ્રથમ છે. એટલે એ શ્રેષ્ઠમંગલરૂપ હોઇ ગ્રન્થકાર સહુથી પ્રથમ દાનબત્રીશીને કહે છે–].
[શંકા - ‘દાન' પરમ મંગલરૂપ છે એ તો સમજ્યા, પણ એટલા માત્રથી એને જ પ્રારંભમાં કહેવાની શી જરુર છે?
સમાધાન - ધાત્રિશદ્ધાત્રિશિકા આખા ગ્રન્થનું મંગલ થઇ જાય એ માટે એને પ્રારંભે કહ્યું છે. આ મંગલ પણ ગ્રન્થારંભે બે પ્રયોજન કરવામાં આવે છે. (૧) શિષ્ટાચાર પ્રતિપાલન અને (૨) વિપ્નધ્વસ. આ બન્ને પ્રયોજનો સ્વતંત્ર છે, એટલે કે “ગ્રન્થરચના વગેરે શ્રેયોભૂત કાર્યના પ્રારંભે, કોઇ વિપ્ન ન આવે એ માટે શિષ્ટપુરુષો મંગળ કરતાં હોય છે. ને તેથી શિષ્ટ પુરુષોનો આવો આચાર રૂઢ થયેલો છે. એટલે આ આચારપાલન પણ અંતતોગત્વા વિનવ્વસ માટે જ હોવાથી એને સ્વતંત્ર પ્રયોજન તરીકે જણાવવું ન જોઇએ.' ઇત્યાદિ શંકા ન કરવી. કારણકે શિષ્ટપુરુષ જ એ છે જે પૂર્વપુરુષોનાં વચનોનું કે જગતના સદ્વ્યવહારોનું અનુશાસન માથે રાખે, એનું ઉલ્લંઘન કરે નહીં. તેથી કોઇ અતિશયિત જ્ઞાની દ્વારા નિર્ણય મળી જાય કે “વિવલિત શ્રેયોભૂત કાર્યમાં તમને કોઇ વિઘ્ન આવવાનું નથી' તો પણ શિષ્ટપુરુષ મંગળ કરવા પૂર્વક જ એનો પ્રારંભ કરે છે. એટલેસ્તો જેમના બધા અંતરાયકર્મો ક્ષીણ થઇ ગયા છે એવા શ્રી તીર્થંકર પરમાત્મા પણ દેશનાના પ્રારંભે “નમો તિ–સ્સ' એમ કહીને તીર્થને નમસ્કાર કરે છે. એટલે વિધ્વધ્વંસરૂપ પ્રયોજન ન હોય તો પણ,
હું શિષ્ટ છું, મારે ચાલી આવેલા શિષ્ટાચારોનું પાલન કરવું જ જોઇએ. અન્યથા હું શિષ્ટ રહીશ નહીં' એવા વિચારદ્વારા પણ મંગળ કરવું જ જોઇએ. એટલે આ પણ એક સ્વતંત્ર પ્રયોજન છે. ને તેથી જ ગ્રન્થકારો બધે વિજ્ઞવિનાયકોપશાન્તયે, શિષ્ટાચારપ્રતિપાલનાય ચ' એમ આ બન્ને પ્રયોજનોને અલગ-અલગ જણાવતા હોય છે. આના પરથી એ સુચન જાણવું જોઇએ કે, સામાન્યથી શિષ્ટપુરુષો જે આચરણ જે પ્રયોજનથી કરતા હોય તે પ્રયોજન અમુક ચોક્કસ પુરુષને કે ચોક્કસ પરિસ્થિતિમાં ન હોવા માત્રથી ‘મને (કે હવે) આ આચરણની કશી જરુર નથી' એમ વિચારી શિષ્ટપુરુષ એ શિષ્ટાચારને ફગાવી શકે નહીં. શિષ્ટપુરુષોનું આચરણ-મર્યાદ જાળવી રાખવા' આ પણ એક મહત્ત્વનું પ્રયોજન છે જ, ને એ માટે એ પાલન કરવું જ જોઇએ. તેથી જ, રાત્રે ભિક્ષાસંબંધી કોઇ અતિચાર લાગ્યો ન હોવાના કારણે એના પ્રતિક્રમણ તરીકે શ્રમણ સૂત્રમાં “પડિક્કમામિ ગોખરચરિઆએ..” આલાવો બોલવાનું પ્રયોજન રહેતું ન હોવા છતાં, એમ પચ્ચકખાણના સાધુસંબંધી આગારો શ્રાવકોને બોલવા આવશ્યક ન હોવા છતાં એ આલાવો ને એ આગારો બોલવામાં આવે જ છે.