________________
जिनमहत्त्व-द्वात्रिंशिका
૧૨ Tી સથ નિનમદિવદ્યાત્રિશા સારુ मार्गविवेचनानन्तरं तद्देशकस्य भगवतो माहात्म्यं व्यवस्थाप्यतेवप्रत्रयध्वजच्छत्रचक्रचामरसंपदा। 'विभुत्वं न विभोस्तादृङ्मायाविष्वपि संभवात्।।१।।
वप्रेति । तादृक् = प्रेक्षावच्चमत्कारजनकं, मायाविष्वपि = ऐन्द्रजालिकेष्वपि । यदि हि बाह्यसंपदैव महत्त्वबुद्धिर्धर्मजननी स्यात्तदा मायाविष्वपि सा स्यादित्यर्थः । तदिदमुक्तं समन्तभद्रेणापि
देवागमनभोयानचामरादिविभूतयः । मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ।। [आप्तमी. १] इति । न च व्यक्तिविशेषविषयकत्वेन नातिप्रसंग इति शंकनीयं, प्रमेयत्वादिना महत्त्वप्रकारकज्ञानादपि
ક્યારેક એવી અક્ષત્તવ્ય ગરબડ ન હોવા છતાં, “ગરબડ છે, અને છતાં પ્રરૂપણામાં એનો બચાવ ન કરતાં યથાર્થતા જ જળવાતી હોવાથી સંવિગ્નપાક્ષિક” આવી અપેક્ષાએ સંવિગ્નપાણિકતા કહી હોય તો એની કક્ષા શ્રાવકથી નિમ્ન ન પણ હોય... એવું લાગે છે.
ત્રીજી બત્રીશીમાં માર્ગનું વિવેચન કર્યું. એમાં પ્રથમ શ્લોકમાં જિનવચનને માર્ગ સ્વરૂપે કહેલ છે. વળી પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ, એ ન્યાયે, એ પ્રમાણભૂત વચનો કહેનાર શ્રી તીર્થંકર દેવો પ્રત્યે વિશ્વાસ-શ્રદ્ધા કેળવાય એ માટે શ્રી તીર્થંકર દેવોની મહત્તા દર્શાવવી જોઇએ. એટલે હવે જિન મહત્ત્વ દ્વાત્રિશિકા કહેવામાં આવે છે.
મહત્ત્વબુદ્ધિથી ધર્મજનન]. બુદ્ધિશાળીને પણ જે ચમત્કાર પમાડે એવું પ્રભુનું મહત્ત્વ (મહાનુપણું) સમવસરણના ત્રણ કિલ્લા, ઇન્દ્રધ્વજ, છત્ર, ધર્મચક્ર, ચામર વગેરે બાહ્ય સંપત્તિના કારણે નથી, કેમકે એવી બાહ્યસમૃદ્ધિ પ્રયુક્ત મહત્ત્વ તો માયાવીઓમાં પણ સંભવે છે. આશય એ છે કે પ્રભુને વિશે “આ મહાનું છે' એવી બુદ્ધિ થવી એ ધર્મજનિકા છે. પ્રભુની સમવસરણ વગેરે બાહ્ય સંપત્તિ માત્રના કારણે, “પ્રભુ મહાનું છે, કારણકે આવી વિશિષ્ટ સંપત્તિવાળા છે” આ રીતે થયેલી એ બુદ્ધિ જો ધર્મજનની હોત તો તો એ રીતે માયાવીઓએ પણ જે બાહ્ય સંપત્તિનો માયા પ્રપંચ ખડો કર્યો હોય છે તેને જોઇને “આ મહાન છે' એવી થયેલી બુદ્ધિ પણ ધર્મજનની બનવી જોઇએ. દિગંબર આચાર્ય સમન્તભદ્ર પણ [આપ્તમીમાંસા - ૧ માં] કહ્યું છે કે “દેવોનું આગમન, ગગનવિહાર, ચામર વગેરે વિભૂતિ તો માયાવીઓ પાસે પણ જોવા મળે છે. તેથી એ બધાના કારણે અમે તને મહાનું માનીએ છીએ એવું હે પ્રભો! નથી.”
શંકા - “વ્યક્તિવિશેષવિષયકત્વ' એવું વિશેષણ લગાડવાથી એ અતિપ્રસંગ નહીં આવે. આશય એ છે કે મહત્ત્વબુદ્ધિ પણ જેને તેને વિશે થયેલી હોય તો કાંઇ ધર્મજનિકા બનતી નથી. કિન્તુ અમુક ચોક્કસ વ્યક્તિ વિશે થયેલી હોય તો જ ધર્મજનિકા બને છે. એટલે કે “વ્યક્તિવિશેષવિષયક મહત્ત્વબુદ્ધિ ધર્મજનિકા છે' એવું અમે કહીએ છીએ. માયાવીએ રચેલી ઇન્દ્રજાળથી એના વિશે જે મહત્ત્વબુદ્ધિ થાય છે એ વ્યક્તિવિશેષવિષયક હોતી નથી, કારણકે માયાવી એ “વ્યક્તિવિશેષ' નથી. તેથી એ ધર્મજનિકા બનતી નથી. માટે પ્રભુમાં બાહ્ય સંપત્તિના કારણે મહત્ત્વ માનવામાં હવે કોઇ દોષ રહેતો ન હોવાથી બાળજીવો પણ જેને જોઇને મહાનતાને
१ 'विभुत्वं' इति लिखितमुद्रितप्रतेषु । 'महत्त्वं न' इत्यनन्तरमनुमेयं...' इत्यादिवृत्तिपाठात् 'महत्त्वं' इति मूलपाठो निश्चीयते।