________________
સમ્યવ કૌમુદી-સમ્યકત્વના દશ ભેદનું વર્ણન.
અને પોતાને ઉચિત એવું દાન આપ્યું. પછી મંત્રી અને શ્રેષ્ઠી સહિત રાજાએ વનમાં જઈને પાંચ અભિગમ સાચવીને ભક્તિથી વિધિપૂ વિક આચાર્ય મહારાજને વંદન કર્યું. જે ભાવથી જિદ્રપૂજન, સાધુવંદન અને તીર્થસેવન કરવામાં આવે, તે તે સમગ્ર પાપની શુદ્ધિ કરે છે. પછી મુનિચંદ્રગુરૂએ તેમને ભવતાપની શાંતિને અર્થે અમૃતરસથી ભરેલી અને સન્માર્ગ આપવાવાળી એવી આ પ્રમાણે ધર્મદેશના આપી:–“હે ભ! જેમ ન્યોધવૃક્ષનું પુષ્પ અને સ્વાતિ નક્ષત્રનું જળ દુર્લભ હોય છે, તેમ માનવજન્મ અને જિનશાસનની પ્રાપ્તિ દુર્લભ છે. તેમાં પણ કલ્પવૃક્ષ, પારસમણું અને દક્ષિણાવર્તશંખની જેમ આંતરિક તત્ત્વશ્રદ્ધાન અતિદુર્લભ છે. દ્વિવિધ ધર્મના મૂળ તુલ્ય અને સંસારસાગરના કિનારા તુલ્ય એવા તે સમ્યકત્વને જિનભગવંતોએ નિસર્ગ, ઉપદેશાદિ ભેદેથી દશ પ્રકારે કહેલ છે. કહ્યું છે કે –
"निस्सग्गुवएसई, आणरूई सुत्तबीजरूइमेव । अभिगमवित्थाररूई, किरिआसंखेव धर्मरूई" ॥ १ ॥
નિસર્ગરૂચિ, ઉપદેશરુચિ, આજ્ઞારૂચિ, સૂત્રરૂચિ, બીજરૂચિ, અભિગમરૂચિ, વિસ્તારરૂચિ, ક્રિયારૂચિ, સંક્ષેપરૂચિ અને ધર્મરૂચિએ રીતે સમ્યકત્વના દશ પ્રકાર છે.” જિનભગવંતે કહેલ તને જે સ્વભાવથી શ્રદ્ધે છે, તે નિસર્ગરૂચિ કહેવાય છે. તેની પ્રાપ્તિ આ પ્રમાણે કહેલ છે. પ્રાણુ નદી પાષાણલકના ન્યાયથી સાત કર્મોની કંઈક ન્યૂન એક કટાકેટી સાગરેપમપ્રમાણ સ્થિતિ કરીને યથાપ્રવૃત્તિકરણથી ગ્રંથિ પાસે આવે છે. રાગદ્વેષના દુર્ભેદ્ય પરિણામવિશેષને ગ્રંથિ કહેવામાં આવે છે. ગ્રંથિદેશની પ્રાપ્તિ થતાં પણ કેઈક પ્રાણી રાગદ્વેષને વશ થઈ પુન: કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધે છે. જેને મહાવીર્ય ઉત્પન્ન થયેલ છે એવો કેઈક પ્રાણુ અપૂર્વ કરણું કરીને દુરતિકમ એવી તે ગ્રંથિનું ક્ષણવારમાં અતિક્રમણ કરે. છે. પછી અનિવૃત્તિકરણ કરી તેની અંદર અંતરકરણ થતાં આગ