________________
॥ તૃતીયઃ પ્રસ્તાવ ॥
છી વિદ્ધેજનાને સંતુષ્ટ કરવામાં કલ્પવૃક્ષ સમાન એવા રાજાએ ક્ષણવાર મનની વૃત્તિઓને સ્થિર કરવા માટે એકાગ્રતાથી દેવગુરૂનુ ધ્યાન કર્યું. પરંતુ પાંચ ઇંદ્રિયોના વિષયમાં અતિ આસક્ત અને ચંચલતા લક્ષણવાળુ એવું રાજાનુ મન ક્ષણવાર પણ સ્થિરતા ન પામ્યું. મલ ( મેલ) ધરવું અને કષ્ટ વેઠવુ' સુગમ છે, પણ ખરેખર ! પેાતાનું મન વશ કરવું એ પ્રાણીએ એને અતિદુષ્કર છે. કુતૂહલના આવેશથી તરંગની જેમ ચચલમનવાળા એવા મગધાધિપે પુન: અભયકુમાર મંત્રીશ્વરને કહ્યું:— “ હું મહામતે ! અત્યારે તે જે કહ્યું, તે યાગ્યજ છે. કારણ કે હાથીને માટે ઉદરાએ પણ રાજાને વ્યાકુલ કરી મૂકયા હતા. હવે અત્યારે જો આપણે ઉદ્યાનમાં જઇએ તેા માણસેાની સાથે વિરોધ થાય અને તે વિરાધથી લક્ષ્મીની હાનિ અને ક્રબંધન થાય. પરંતુ કૌતુકથી આકાંત થયેલું અને ચચલ થતુ મારૂ મન નગરીમાં સામાન્ય લાક જોવાને અધીરૂ થાય છે. ” · વિચક્ષણ પુરૂષાએ રાજાનું ચિત્ત ગમે તે કાર્ય માં જોડી દેવું. ’ એ પ્રમાણે વિચારીને બહુ સારૂ ’ એમ પ્રધાને રાજાને કહ્યું.
6
પછી અજનના પ્રયાગથી અઢશ્ય રૂપ કરીને વિવિધ પ્રકારના આશ્ચર્ય જોતા અને વિવિધ વાણી સાંભળતા એવા તે રાજા અને મંત્રી રાત્રિએ નગરમાં ચતુષ્પથાર્દિક મા, પ્રા અને દેવકુલ વિગેરે સ્થળે ભમવા લાગ્યા. એટલામાં રાજાએ કાઇક પ્રાણીની છાયા (પડછાયા) જોઇ, પરંતુ ખારીકાઇથી તપાસ કરતાં પણ તેનુ રૂપ કાંઈ