________________
ભાષાંતર
૩૯
" दीर्घकालं स्थिता यस्मिन् , पादपे निरुपद्रवे ।
मूलादेवोद्गता वल्ली, शरणाद्भयमागतम् " ॥१॥
“ઉપદ્રવરહિત જે વૃક્ષમાં લાંબા વખત સુધી રહ્યા, ત્યાં મૂળ માંથીજ લતા ઉગી વિસ્તાર પામી, તેથી અમને શરણથી ભય પ્રાપ્ત થયું.” “કાર્ય મૂળથી જ વિનષ્ટ થયું છે, એ રીતે દુર્ગપાલે પિતાને અભિપ્રાય સૂચિત કર્યો, પરંતુ રાજા તે સમજી ન શકે.”
આ પ્રમાણે કથા કહીને તે પિતાને ઘેર ગયો અને રાજા પણ તેજ દુષ્ટ અભિપ્રાયને મનમાં કાયમ રાખી અંતઃપુરમાં ચાલ્યો ગયે.
પછી બીજે દિવસે શ્રેયને ઈચ્છતા એવા મહીપતિએ દેવપૂજા, દયા, દાન અને પરમેષ્ઠીજાપ વિગેરે યાચિત પ્રાત:કર્મ કરીને અને અનેક કીમતી શંગારની રચનાથી શરીરને વિભૂષિત કરીને રાજસભાને અલંકૃત કરી. તે વખતે સમસ્ત રાજવગે પણ પોતાની અભીષ્ટ સિદ્ધિને માટે દેવની જેમ રાજાને પ્રણામ કરી પ્રસન્ન કર્યો. પછી યમદંડ કોટવાલે વધારે કાલક્ષેપ કરી, નાવિક જેમ સરિસ્પતિને નમે તેમ ત્યાં આવીને નનાથને પ્રણામ કર્યા, એટલે રાજાએ તેને પૂછયું કે–“અરે!તે તસ્કર ક્યાં તારા જેવામાં આવ્યો કે નહિ ?” જવાબમાં તેણે જણ
વ્યું કે હે પ્રભો ! મેં બહુ તપાસ કરી, પણ તે ક્યાંય મારા જેવામાં આવ્યું નહિ.” રાજાએ કહ્યું કે –“તો પછી તારે આટલો બધો કાલક્ષેપ શાને થયે?” તે બે -એક કુંભાર કથા કહેતા હતા, તે સાંભળતાં વિલંબ થયે.” નરનાથ બોલ્યા – અરે ! જે કથા સાંભળતાં તું દુરંત એવા મરણના ભયને પણ ભૂલી ગયે, તે કથા અત્યારે મને કહી બતાવ.” આ પ્રમાણે રાજાને આદેશ થતાં સભાજન નના દિલને ખેંચતે એ દુર્ગપાલ આ પ્રમાણે કથા કહેવા લાગ્ય:
કુંભકારની કથા. “આજ નગરમાં યતિયશસ્વી અને વિવિધ વિજ્ઞાનમાં વિચક્ષણ એ પાલ્હણ નામને કુંભકાર છે. સર્વ આશ્રમનું પોષણ કરનાર અને વર્ણમાં અધિક (નામમાં ચાર વર્ણો) હેવાથી રાજાઓ અને