________________
૨૩૦
સમ્યકત્વ કૌમુદી–પ્રશસ્તિ.
આ અહદાસ શેઠની કથા સાંભળીને હર્ષના પ્રકર્ષને આપનાર તથા વિવિધ વ્રતને સફળ કરવામાં એક સારરૂપ એવા સમ્યકત્વમાં તમારા મનને અત્યંત નિશ્ચલ કરે.”
॥ इति श्रीसम्यक्त्वकौमुद्यां श्रीतपागच्छनायक श्रीसोममुंदरसूरिश्रीमुनिसुंदरसूरिश्रीजयचंद्रसूरिशिष्यैः पंडितजिनहर्षगणिभिः कृतायां सप्तमः प्रस्तावः ॥७॥
તે સ્તિઃ
(પટ્ટાવલિ) * શ્રી તપાગચ્છમાં સમ્યજ્ઞાન અને કિયાના નિધાન તથા અતિશય મહિમાથી વિશ્વવિખ્યાત એવા શ્રીમાન જગચંદ્ર ગુરૂ થયા. તેમની પાટે પ્રગટપ્રભાવાળા એવા શ્રી દેવેંદ્ર ગુરૂ થયા, જે મના દેશના સમાજમાં વસ્તુપાલ જેવા સભાપતિ (મુખ્ય) હતા. તેમના શિષ્ય, વિશ્વવિખ્યાત અને ઉત્કૃષ્ટ જ્ઞાન તથા કિયાના ગુણેથી જગતને પૂજ્ય એવા શ્રી વિદ્યાનંદ મુનીશ્વર થયા. તેમના પદરૂપ ઉદયાચલપર સૂર્ય સમાન, અસાધારણ તેજના ભંડાર અને સર્જન સમૂહને આનંદ આપનાર એવી વાણના વૈભવવાળા એવા શ્રી ધ
જોષસૂરિ થયા. ત્યારપછી મહાત્માઓમાં અગ્રેસર એવા શ્રી સેમપ્રભસૂરિ થયા, જે યુગપ્રધાને બદ્ધમતને પરાસ્ત કરી શ્રીવીરશાસનને પ્રદીપ્ત કર્યું. તે પછી અતુલ યશવાળા,વિજ્ઞ પુરૂષમાં અગ્રગણ્ય દેવેંદ્રને પણ વર્ણનીય એવા શ્રી સંમતિલકસૂરિ થયા તેમના પદૃરૂપ કમળને વિકસિત કરવામાં સૂર્ય સમાન મહિમાના સાગર, આંતર શત્રુઓને ત્રાસ આપવામાં જગતમાં એક પ્રભાવશાળી,