SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર. ૧૧ અને ગુણાથી ત્રણે જગત્ની સ્ત્રીઓમાં મુગટ સમાન એવી સુલસા નામે સતી જ્યાં નિવાસ કરતી હતી. તે દેશમાં શુદ્ધ સમ્યક્ત્વરૂપ સુવર્ણ ની વિષ્ણુ કાના એક કસાટી પાષણ સમાન અને વિનયની જેમ ગુણવૃદ્ધિની ભૂમિકારૂપ એવા શ્રી શ્રેણિકરાજા રાજ્ય કરતા હતા. જેણે શ્રી વીરના ચરણકમળની રજને પોતાના ભાલમાં તિલકરૂપે સ્થાપી હતી, જેના પ્રભાવ વિસ્તૃત હતા અને સમગ્ર શત્રુઓને જેણે દાસ બનાવી દીધા હતા, તેમજ જે શ્રીમાન આ ભરતક્ષેત્રમાં આવતી ઉત્સર્પિણીમાં સુવર્ણ સમાન કાંતિવાળા એવા પદ્મનાભ નામે પ્રથમ તીર્થંકર થવાના છે, તેને જાણે સાક્ષાત્ દેવી વસુધાપર આવી હોય એવી, પ્રશસ્તગુણાથી ઉત્કૃષ્ટ, પ્રેમવતી અને સતી–એવી ચિલ્લણાનામે પ્રિયા હતી. જેના અભિમાનરહિત એવા મનરૂપ માનસસરના, શ્રી દેવ અને ગુરૂની અનુપમ ભક્તિરૂપ હુંસીએ સદાને માટે આશ્રય કર્યો હતા. સાક્ષાત્ બૃહસ્પતિ જેવા, રાજ્યરાને વહન કરનાર તથા પવિત્ર એવા અભયકુમાર નામના તે રાજાને મંત્રી હતા. જે અને વખત આવસ્યક ક્રિયા કરતા હતા. લેાકાની સર્વ આપત્તિઓને જે દૂર કરતા હતા, ત્રણે કાલ જિનપૂજામાં જે સાવધાન હતા અને જે પેાતે એક પરમ શ્રાવક હતા, જે પ્રાય: સર્વ પર્વમાં પાષધ કરતા હતા અને જેણે સર્વાંમાં શ્રેષ્ઠ · મજ્જાજૈન ’( શરીરના રામેરામમાં જૈનત્વથી રંગાયેલ ) એવા ઇલ્કાખ મેળવ્યેા હતા. તેજ નગરમાં જિનધના પ્રભાવક, અત્યંત ચૈત્કટ એવા મિથ્યાત્વરૂપ અંધકારના નાશ કરવામાં ભાસ્કરસમાન, પેાતાના ભુજમળથી ઉપાર્જન કરેલ એવા અનેક કેાટિદ્રવ્યના સમાગે વ્યય કરવાથી ઉજ્વલ થયેલ અને સમ્યષ્ટિ જીવામાં વધારે પ્રસિદ્ધ થયેલ એવા શ્રીમાન્ અહીંદાસનામે શ્રેષ્ઠી રહેતા હતા. તેને મિત્રશ્રી, ચદશ્રી, વિષ્ણુશ્રી, નાગશ્રી, પદ્મલતા, સ્વણુ લતા, વિધુલ્લતા અને કુદલતા, એ નામની જાણે દેહધારી અષ્ટસિદ્ધિયા હોય એવી આઠ શ્રી હતી, તેમાં પ્રથમની સાત સમ્યકત્વરૂપ સુશેાભિત રંગમંડપમાં એક વાટિકાતુલ્ય હતી અને કુદલતા મિથ્યાત્વમાં માહિત હતી. અતિચા '
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy