SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ * ભાષાંતર. ૨૧૭ “શિશિરઋતુમાં અગ્નિ અમૃત સમાન છે, ક્ષીરજન એ અમૃત છે, રાજસન્માન એ અમૃતતુલ્ય છે, અને પ્રિયજનનું દર્શન પણ અમૃત સમાન જ છે.” માટે હે પ્ર! આપ પ્રસન્ન થઈ અહીં આવવાનું પ્રયોજન કહો. કારણ કે હે સ્વામિન્ ! જગતને પૂજ્ય એવા આપ નિહેતુતા (નિષ્કારણભાવ)ને કદી આશ્રય કરતા નથી.” આ પ્રમાણે અર્હદાસનું વચન સાંભળીને પ્રસન્ન થયેલા રાજાએ સુધારસને સવનારી વાણુથી પવિત્ર એવા શેઠને કહ્યું કે:-“હે શ્રેષ્ઠિન! તુંજ મહાપુરૂષોને લાધ્ય અને પૂજ્ય છે અને તારે આ મહિમા જગતને પણ માનનીય છે, કે જેની પોતાના કુટુંબ સહિત જિનભગવંત પર વિષયવિમુક્ત આવી ભક્તિ છે.” પછી વિસ્તૃત ભાગ્યવંત એવા રાજાએ કથાકથન સહિત રાત્રિને સર્વ અહેવાલશ્રેણીને કહી બતાવ્યું અને પુનઃ કહ્યું કે –“હે મહાભાગ! તમેએ કહેલી સર્વ કથાઓ મંત્રી સાથે એકાંતમાં રહીને મેં સાંભળી; પરંતુ જે તારી કાંતાએ આ યથાસ્થિત કથન પણ સત્ય ન માન્યું. દુરાચાર અને કારાગારને ગ્ય એવી તે લલના મને દેખાડ. જે સ્ત્રી પોતાના સ્વામીએ કે સસરાએ કહેલ ધર્મવચન માનતી નથી, તેને સુજ્ઞ જનોએ અધમ સ્ત્રી કહેલ છે. કહ્યું છે કે – સુર માર્યા રાઢ મિત્ર, મૃથાયાંતવાહિના ससपै च गृहे वासो, मृत्यवे नात्र संशयः" દુષ્ટ સ્ત્રી, શક મિત્ર, અંતરને બાળનારા ચાકરે અને સર્પ વાળા ઘરમાં વાસ—એ ચાર નિ:સંશય મૃત્યુદાયકજ છે.” એવા અવસરમાં કુંદલતાએ ત્યાં આવીને લજજા અને વિનયથી નમ્ર થઈને રાજાને કહ્યું કે - “હે રાજન્ ! જિનભગવંતના માર્ગને લેશ પણ ન માનનારી અને મહા દુષ્ટ એવી શ્રેણીની તે આઠમીપ્રિયા હું પિતે છું. જેઓ તત્વાતત્ત્વના બોધથી વિમુખ હય, તેઓજ માતાના માદકની જેમ કુળકમાગત ધર્મને પોતાના અંતરમાં સહે છે. ૨૮
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy