SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર. pone પધાર્યા છે, શું તપ ચાલે છે, અને હાલ કયા શાસ્ત્રનો અભ્યાસ કરે છે? ધર્મ વિષયમાં તમારે ગુરૂ કોણ છે? હાલ ક્યાં ઉતર્યા છે? અને વનવયમાં પણ તમે શા કારણથી બ્રહ્મચર્યવ્રત લીધું છે?” પછી ધર્મધૂમાં અગ્રણી એવા તેણે દંભની રચના કરી સર્વ પિતાની કલિપત સ્થિતિ શ્રેષ્ઠીને જણાવી. એટલે તેના કથનથી વિમિત થયેલા અને હાસ્યરહિત હૃદયવાળા એવા વૃષભણીએ કહ્યું કે – “હે બ્રહ્મચારિન ! તમે મહાપુરૂષને પણ માન્ય છે. માટે અત્યારે આપની હું કંઈક ભક્તિ કરવા ઈચ્છું છું. કારણ કે સમ્યકત્વપૂર્વક વ્રતધારી એ બ્રહ્મચારી શ્રાવક મળ દુર્લભ છે. માટે આપ કૃપા કરી અહીં મારે ઘેર પધારે. કારણ કે ભેજનાવસરે પાત્રની પ્રાપ્તિ શુભદયથી થાય છે. કહ્યું છે કે – " काले सुपत्तदाणं, सम्मत्तविसुद्धबोहिलाभं च । અંતે સમાણિક, ગમશ્વનોવા ન પાવૅતિ” | ? અવસરે સુપાત્રદાન, સમ્ય રીતે વિશુદ્ધ એવા સમ્યકત્વને લાભ અને અંતે સમાધિમરણ–એ અભવ્ય જીવો પામી શક્તા નથી.” આ પ્રમાણે કહીને બહુ માનપૂર્વક તેને પોતાને ઘેર લાવી અને ભક્તિપૂર્વક શ્રેષ્ઠીએ તેને સુધાસદશ ભેજન કરાવ્યું. સર્વ - જનમાં તેની અધિક નિઃસ્પૃહતા જોઈને વિસ્મય પામીને શ્રેષ્ઠોએ તેને પિતાની ધર્મશાળામાં રાખે. ત્યાં રહીને નિઃસ્પૃહવૃત્તિથી શેઠને પ્રસન્ન કરતે અને કપટથી પોતાની ધર્મનિષ્ઠા બતાવતે એ તે અવરત્નને વારંવાર જેવા લાગે. એક દિવસે નિદ્રાવશ થયેલા વૃષભશ્રેણીને છેતરીને અર્ધરાત્રિએ અવ ઉપર આરેહણ કરી તે આકાશમાર્ગે ચાલ્યા. પણ પૂર્વાભ્યાસથી આકાશમાં લીલાપૂર્વક ચાલતા અવરત્નને દુરાત્માએ મમસ્થાનમાં ચાબુક માર્યો, એટલે ભારરૂપ તે દુરાચારીને જમીન પર પાડીને તે અધ વેગથી અષ્ટાપદ પર જઈને ચૈત્યની આગળ સ્થિર
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy