________________
ભાષાંતર.
પ્રકારે હોય છે અને આવા પ્રકારના પરિણામ તે જીવને પદયથીજ થાય છે. કહ્યું છે કે –
" क्षायिकौपशमिकं प्रथमं तत्वाहुरौपशमिकं च तथाऽन्यत् । शायिकं च निगदंति जिनेंद्राः, कर्मणः क्षयशमादिविभेदात्" ॥१॥
ક્ષાપશમિક, ઔપશમિકને ક્ષાયિક વિગેરે, કર્મના ક્ષય ઉપશમાદિ વિભેદથી જિનવોએ અનેક પ્રકારે તે કહેલ છે.” જેએએ પિતાની ઈદ્રિયે વશ કરી છે, જેઓ બધા જીપર દયાલુ છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ વિગેરેમાં અથવા પદ્વવ્યનું સ્વરૂપ જાણવામાં જેઓ નિપુણ હોય છે, સદગુણેપર જેઓ અનુરાગ કરે છે, સમુચિત કાર્યમાં જેઓ પ્રેમ ધરાવે છે, દેવ ગુરૂપર જેઓ ભક્તિ રાખે છે, શંકાદિ દોષથી જેઓ રહિત છે, નિરંતર જેઓ શાંતવૃત્તિથી વર્તે છે, સર્વજ્ઞ પ્રભુના શાસનની ઉન્નતિ કરવામાં જેઓ સાવધાન રહે છે, સંવેગના રંગથી જેઓ સુશોભિત છે અને જેઓ ચતુર આશયવાળા હોય છે, તેવા ભાગ્યવંત ભવ્ય જી પુણ્યગે મેક્ષસુખના બીજરૂપ આ સમ્યકત્વને પ્રાપ્ત કરીને બહુ સંભાળપૂર્વક પાળે છે. અત્યંત શુદ્ધ પરિણામથી જેનું ચિત્ત સ્વચ્છ થઈ ગયું છે, જે શંકાદિ દોષથી રહિત છે, વિષય સુખમાં જે વિરક્ત હોય છે અને જિનેવર ભગવતે જે કહેલ છે તે જ સત્ય છે એમ જે માને છે, તેના હૃદયમાં આ અનુપમ બધિ પ્રગટે છે”
એવા અવસરમાં ચતુરશિરોમણિ એવા સંપ્રતિ રાજા ગુરૂ મહારાજને નમસ્કાર કરીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગે –“હે પ્રભે! સુરાસુર સમુદાયથી અક્ષેભ્ય અને પ્રશસ્ત કરતાં પણ પ્રશસ્ત એવું આ સમ્યકત્વ પૂર્વે ક્યા પુણ્યવંત પ્રાણીઓ પાળ્યું હતું ? અને તે સમ્યકત્વ પાલનથી, જગતમાં સર્વ કરતાં શ્રેષ્ઠ અને બંને લોકમાં ઉદય આપવાવાળી એવી ફળપ્રાપ્તિ કેને થઈ હતી?” આ પ્રમાણે રાજાનાં વચન સાંભળીને ક્ષીરાશવાદિ લબ્ધિના ભંડાર એવા આચાર્ય મહારાજ કહેવા લાગ્યા.--“હે રાજન! સમ્યકત્વ દર્શન