SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ સમત્વ કૌમુદી-સમુદ્રદત્તની કથા. વચન આપેલું છે. કલ્પાંતકાળના પવનથી કદાચ મેરૂપર્વતનું શિખર કંપાયમાન થાય, તથાપિ મહાપુરૂષનું વચન કદી અન્યથા થતું નથી.” વળી ત્યાં ગામના માણસે કહેવા લાગ્યા કે –“હે અશોક!તમે સજનમાં શ્રેષ્ઠ અને શ્રીમમાં કુબેરની જેમ અગ્રેસર છે, માટે એક્ત વયન કબુલ (પ્રમાણ) કરે.” પછી અશક શ્રેષ્ઠીએ ઘેર આવીને પિતાની પત્નીને પૂછ્યું કે --“આ દુરાત્માએ અવને ભેદ સમ્યગ્ર રીતે શાથી જાણી લીધે?” એટલે વીતશોકાએ પદ્મશ્રીની બધી સ્થિતિ કહી બતાવી એટલે તે વાતથી અધિક ઘાયલ થયેલો એ અશકશેઠ વિચારવા લાગ્યું કે –“માત્ર પિતાનું જ એક કાર્ય સાધવાની ઈચ્છાથી સ્ત્રીઓ પિતાને, માતાને, પુત્રને, ભ્રાતાને અને વસુરને છેતરે જ છે. ખસની જેમ વક આશયવાળી વામાઓ પોતાનું સુખ સાધવાની ઈચ્છાથી નિરંતર દેહની જેમ પિતાના ઘરનું ખરેખર શેષણ કરી લે છે. સમસ્ત ઈષ્ટ વસ્તુ આપ્યા છતાં પુત્રી પિતાના ઘરને એક તસ્કરની જેમ પ્રાયઃ નિરંતર ઉદ્વેગનું કારણ થાય છે. વળી સદાચારમાં તત્પર છતાં એણે મારી સુતાને શી રીતે વશ કરી લીધી ? અથવા તો કામદેવજ દુર્જયજ છે. સુરૂપવતી અને જૈવનના ઉન્માદથી ઘેલી થયેલી કામિનીને જોઈને એગીઓ પણ મેહિત થઈ જાય છે, તે સામાન્ય જનની શી વાત?” પછી પિતાની પત્ની સાથે શ્રેણીએ કેટલાક વિચાર કર્યા. કારણકે પ્રેઢપ્રયોજનમાં ગૃહસ્થને ગૃહિણીઓ પ્રાય: નેત્રરૂપ થાય છે. છેવટે પોતાની પત્નીની અનુમતિથી સુજ્ઞ શિરોમણિ એવા શ્રેણીએ બને અથરત્ન સહિત પોતાની સુતા તેને આપી. પછી લક્ષ્મી સમાન પદ્મશ્રીને પરણીને અને તે બંને અશ્વરત્ન પામીને સમુદ્ર વાસુદેવની જેમ બહુ આનંદ પામ્યા. પછી કેટલાક દિવસ સાથ સહિત ત્યાં રહીને સ્ત્રી સાથે પોતાના દેશ તરફ જતાં તે સમુદ્રને કિનારે આવ્યું. ત્યાં અશોક શેઠથી પ્રેરાયેલે એ નાવિક તેને કહેવા લાગે કે – જે તમે આ બંને અવે મને મૂલ્યમાં (ભાડા તરીકે) આપ, તેજ ચારિત્ર સમાન નૈકામાં ભવ્ય જીવની જેમ દયિતાયુક્ત તમને બેસારીને સા
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy