________________
ભાષાંતર.
૧૮૯
. “જેઓ પૂજા, દાનાદિક અને શીલસંપન્ન હોય તથા શંકાદિક દેષથી રહિત હોય એવા ગ્રહસ્થધમી શ્રાવકે મહદ્ધિક દેવતાઓ થાય છે. ” આ પ્રમાણે દેશના સાંભળીને પુષ્પસમાન ઉજવળ મનવાળા એવા તે શ્રેષ્ઠીપુત્રે ચારિત્રમેહનીયના ક્ષપશમાગથી સમાદર્શનપૂર્વક બાર વ્રતયુક્ત અને અનેક અભિગ્રહથી દુષ્કર એવા શ્રાદ્ધધર્મને સ્વીકાર કર્યો. તે વખતે કરૂણાવંત એવા ગુરૂ મહારાજે તેને શિક્ષા આપી કે - “ હે ભદ્ર! રેગ ક્ષીણ થતાં જેમ પથ્યપર રૂચિ થાય તેમ ભાવમળને અત્યંત ક્ષય થતાં કલ્પવૃક્ષની જેમ કલ્યાgશ્રેણી આપવામાં એક સાક્ષીરૂપ એવા ધર્મને તું અત્યારે ભાગ્યચોગેજ પામે છે, માટે હે આર્ય! જિનકથિત નવનવા પુણ્ય કાચેથી સર્વ પ્રકારના અભીષ્ટ ફળ આપનાર એવા એ ધર્મની તારે પરમ ઉન્નતિ કરવી,” આ પ્રમાણે શિક્ષાને સ્વીકાર અને ગુરૂ મહારાજને વંદન કરીને ધર્મમાં તન્મયભાવને ધારણ કરતે, શુભ્ર મુખકાંતિવાળે અને પ્રગટ થતા સ્નેહવાળો એ તે પુન: હેનને ઘેર આવ્યો એટલે ધર્મ બંધુપણુથી બહેને તેને સત્કાર કર્યો. અને તેને ધર્મની પ્રાપ્તિ સાંભળીને હર્ષિત થયેલી તેની ભગિનીએ નગરવાસીઓને આનંદદાયક એવા મહોત્સવ કર્યો. પછી પાલાના અનુક્રમથી વ્યાપાર કરતા તેને પુણ્યના પ્રભાવથી અધિક અધિક લાભ થવા લાગે, તેથી તેની આપત્તિ બધી નાશ પામી અને સંપત્તિમાં વધારે થતું ગયે તથા ત્યાં નગરમાં સર્વત્ર તે વિશેષ માન્ય થયે. કહ્યું છે કે
પતિતો જરા તૈ–સુવિ દુલા - બાળ હિ સુરાના-ચાથી વિપરાય છે ? |
હસ્તના આઘાતથી પાડ્યા છતાં દડો ઉચે આવે (કૂદે) છે તેમ સજજનોની વિપત્તિઓ પ્રાય: અસ્થિર હોય છે, (અલ્પ સમયમાં ચાલી જાય છે.)”
એકદા મજીઠના રંગની જેમ ઉત્કૃષ્ટ સંવેગના રંગને આનંદપૂર ર્વક અંતઃકરણમાં ધારણ કરે એ ઉમય ધર્મ સંબંધી વિચાર