SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર. ૧૮૫ વૃક્ષનું' આ ભવમાંજ વધ, અધાદિક ફળ મળે છે અને પરલાકમાં ઃગતિ અને દરિદ્રતા પ્રાપ્ત થાય છે. માટે ચોકના ત્યાગ કરી હિતકર એવા ન્યાય અને ધર્મના સ્વીકારકર, કે જેથી તાતની જેમ તારી પણ પ્રતિષ્ઠા ગરિષ્ઠ થાય.” આ પ્રમાણે હિતશિક્ષાપૂર્વક તેણે નિવાર્યા છતાં તે ન અટકયા, એટલે તેણે પકડીને રાજાને સોંપ્યા. પછી વિચારવાન્ એવા રાજાએ તેનુ વૃત્તાંત જાણીને પૂછ્યું કે: “ અરે ! ચાર ! દુરાચારી ! તું કેાના પુત્ર છે ? ” એટલે તે બેન્ચેા કે:- હું છે.' દેવ ! હું સમુદ્રશ્રેણીના પુત્ર છું. ’ પછી રાજાએ સમુદ્રશેઠને મેલાવીને કહ્યું કે– હું શ્રેષ્ઠિમ્ ! આ તમારાજ પુત્ર છે કે કોઇ અધીના પુત્ર છે ? ’ એટલે વિનયથી અવનત થઈને શ્રેષ્ઠીએ રાજાને કહ્યું કેઃ– હે સ્વામિન્! એ મારા પુત્ર છે, છતાં કુસ ંગના દોષથી તસ્કરકમ કરેછે, માટે આપ પ્રસન્ન થઇને એના એવા ઉપાય લ્યા, કે જેથી એ સન્માના આશ્રય કરે. ’ પછી કૃતજ્ઞ અને પ્રજાવત્સલ એવા રાજાએ વિચાર કર્યો કે:− આ શ્રેષ્ઠી સદા સદાચારપણાથી મારે પણ માન્ય છે; માટે આ તેના પુત્ર કુકર્મ કરનાર છતાં અવધ્ય છે અને એને શિક્ષા કર્યા વિના પુન: મારા નગરમાં ચારી કરશે. કહ્યું છે કેઃ— * “ ાનતંતુમયાવાવું, નાચરત્યધમો નનઃ । પાછો મચાવ્યઃ, માવાવ પોત્તમઃ " ।। ܕ "" “અધમ જન રાજદંડના ભયથી પાપ કરતા અટકે છે, મધ્યમ જન પરલેાકના ભયથી અને ઉત્તમ પુરૂષ સ્વભાવથીજ પાપનિવૃત્ત થાય છે. આ પ્રમાણે વિચાર કરીને પૃથ્વીપર ધર્મના રક્ષક એવા તે રાજાએ તેનુ ં સ`સ્વ લઇને તેને દેશનિકાલ કર્યા, એટલે સ્થાનભ્રષ્ટ, સહાયરહિત અને ધનહીન એવા તે દેશદેશ ભમતાં કૌશાંબીમાં મ્હેનને ઘેર ગયા. ત્યાં માના ભ્રમણથી થાકી ગયેલ અને કાંતિરહિત એવા પેાતાના ભ્રાતાને જોઇને તેણે આનદપૂર્વક લેાજન અને આચ્છાદનાદિકથી તેના આદરસત્કાર કર્યો, પછી પિતા વિગેરેની તેણે કુશળતા પૂછી અને કહ્યું કેઃ- હે વત્સ ! તારી આવી દશા કેમ ૨૪
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy