________________
ભાષાંતર.
૧૮૩
હિમા લેકમાં અચિંત્ય છે.” એવામાં મિથ્યાત્વરૂપ અંધકારથી વ્યાપ્ત મનવાળી એવી કુંદલતાએ કહ્યું કે-પઘલતાએ બધું કપોલકલ્પિતે કહ્યું છે. તે વખતે રાજા વિગેરે હદયમાં વિચારવા લાગ્યા કે –
અહે! આ સ્ત્રીનું મિથ્યાત્વયુક્ત મૂહત્વ કેવું છે? જે પ્રાણીને જગતમાં અતિશય ઉદય થવાને હોય અને જેના અનંત પાપરાશિ ક્ષય પામ્યા હોય, તેજ પ્રાણી જિનેંદ્રદર્શિત ધર્મ સાંભળે છે, શ્રદ્ધ છે અને નિત્ય આચરે છે.” ' હે ભવ્ય જન! સમ્યકત્વની નિર્મલતાના મહાપ્રભાવની સં. પત્તિના વિલાસની સ્થિતિથી શોભાયમાન એવું પદ્મશ્રીનું વૃત્તાંત સાંભળીને સમ્યકત્વમાં એક દઢતા વધારે.
- II ફંતિ સભ્યlywાં પB વાયા છે
પછી શ્રેષ્ઠીએ સ્વર્ણલતાને કહ્યું કે:-“હે ભદ્ર! તું પણ તારી સમ્યકત્વપ્રાપ્તિની વાત કહે.” પોતાના પ્રાણનાથને આદેશ મેળવીને તે પણ સુધાને સવનારી વાણુથી સ્વાનુભૂત એવું સમ્યકત્વનું વૃત્તાંત કહેવા લાગી:–
“મહાદેશના અલંકારરૂપ, વિન્જનેથી સુશોભિત, અગણિત સંપત્તિનું પાત્ર અને વિશાલ એવી અવંતી નામની પ્રસિદ્ધ નગરી છે. ત્યાં સુરેંદ્રસમાન સુંદર એવો સુરસુંદર નામે રાજા હતો. અહો ! આશ્ચર્યની વાત છે કે જેણે શત્રુઓને દ્વિધા કર્યા છતાં તેઓ પંચત્વ (મરણ) ને પામ્યા. ધર્મકાર્યમાં કુશળ યશસ્વિની અને સુરંગ તથા અનંગ (કામદેવ) ની એક કીડાવાપી સમાન એવી મદનગા નામની તેને રાણું હતી. તથા રાજ્યભારની ધુરાને ધારણ કરનાર, સર્વ પ્રકારની બુદ્ધિને ભંડાર અને વિકસિત ગુણવાળ એ બુદ્ધિસાગર નામે તેને પ્રધાન હતે. વળી તેજ ન- . ગરીમાં હસ્તમાં અને સંપત્તિમાં પણ સમુદ્રતા (સુલક્ષણ અને ધનિકતા) ને ધારણ કરનાર અને પુણ્યકર્મમાં સાવધાન એ સમુદ્ર નામે શ્રેષ્ઠી હતે. ગૃહવ્યવહારમાં કુશળ, ધર્મને વિશેષથી જાણનારી