________________
ભાષાંતર.
૧૫૧.
મિથ્યાત્વવિષથી દૂષિત એવા જ્ઞાન અને ચારિત્ર પ્રશસ્ય નથી.” એમ સંભળાય છે કે-જ્ઞાન અને ચારિત્ર રહિત છતાં શ્રેણિક રાજા માત્ર સમ્યકત્વના પ્રભાવથી તીર્થકરપણું પામશે. જેના પ્રભાવથી જ્ઞાન અને ચારિત્ર રહિત એવા પ્રાણુઓ પણ અસાધારણ સુખના નિધાનરૂપ એવા મોક્ષને પામે છે. માટે હે ભવ્ય ! સંસારસાગરમાં નિકા સમાન અને કર્મરૂપ અટવીને બાળવામાં દાવાનળ તુલ્ય એવા એક સમ્યકત્વ-રત્નને જ આશ્રય કરે.” આ પ્રમાણે ગુરૂ મહારાજના મુખરૂપ સુધાકરમાંથી ઝરતી એવી શિક્ષાસુધાનું પાન કરીને સત્તત્ત્વદર્શક, મિથ્યાત્વરૂપ અંધકારને દૂર કરનાર અને ઔચિત્યાદિ ગુણોથી યુક્ત એવા શ્રી સમ્યકત્વરૂપ મહા દીપકને હે પ્રાણપ્રિય! મેં પણ મારા મને મંદિરમાં નિશ્ચલ રીતે જાગતે કર્યો. ”
વિશુશ્રીએ કહેલ શ્રી જિન ધર્મના પરમ પ્રભાવને સાંભળીને પોતાની પ્રિયાઓ સાથે મુદિત થયેલા અને મિથ્યાત્વરૂપ અંધકારને દૂર કરનાર એવા અહદાસ શ્રેષ્ઠીએ કહ્યું કે –“હે પ્રિયે ! તેં કહેલ જિનધર્મનું એ તત્વ બધું યથાર્થ છે. કારણ કે ચિંતામણિરત્ન હાથમાં આવતાં પ્રાણુઓને શું શું પરમ અભીષ્ટ પ્રાપ્ત ન થાય?” એવામાં આઠમી સ્ત્રી બોલી કે –“આ બધું અસત્ય છે. ધૂર્તજનોના વચનપર જેમ તેમ વિશ્વાસ કોણ કરે? કુબુદ્ધિજનેએજ મિગ્યા કલ્પના કરીને પિંડદાન વિગેરેનું પુણ્ય બતાવીને પુરાણદિ અને નેક શાસ્ત્રો રચ્યાં છે.” આ સાંભળીને વિસ્મય પામેલા એવા રાજા વિગેરેએ વિચાર કર્યો:-“ખરેખર! આ સ્ત્રી અભવ્ય યા દૂરભવ્ય છે. કારણ કે આ જગત્માં દિવ્ય સંપત્તિ અને રાજલક્ષમી સુલભ છે, પરંતુ જિતેંદ્રપ્રણીત ધર્મતત્વની શ્રદ્ધા અતિ દુર્લભ છે. જેમ જવરાર્ત પ્રાણીઓને અન્નપર રૂચિ થતી નથી, તેમ મિથ્યાત્વમેહિત જનેને સમ્યગ્ધર્મપર રૂચિ થતી નથી, અને જેમ રેગ ક્ષીણ થતાં અન્નપર રૂચિ થાય છે, તેમ ભાવ મલિનતાને નાશ થતાં તત્ત્વાર્થ પર શ્રદ્ધા થાય છે.”
હે સુ ! આ પ્રમાણે મહા પ્રભાવવાળું એવું સચિવનું ચ