________________
૧૪૪
સમ્યકત્વ કૌમુદી-વિશ્વભૂતિ બ્રાહ્મણનું વૃતાંત.
અન્નદાન વિશેષથી ખરેખર સાર્વભ્રમ (ચકવત્તી) સમાન છે. શ્ધાથી દુર્બળ કુક્ષિવાળા અને પ્લાન મુખકમળવાળા એવા રંક કે ચકવત્તી–બંનેને સમાનજ કષ્ટદશા વેઠવી પડે છે. જેમ સ્વાતિ નક્ષત્રનું જળ સર્ષમાં વિષરૂપ થઈ જાય છે અને શુક્તિ (છીપ) માં તે મોતીરૂપે પાકે છે, તેમ અન્નદાન સમાન છતાં ફળ તે પાત્રને અનુસારેજ મળે છે. સંસારના સંગરહિત એવા સાધુઓને સ્વભક્તિપૂર્વક જે દાન કરવામાં આવે છે, તે નિધાનની માફક પ્રાણુઓને મેક્ષપયતની સંપત્તિ આપે છે. બારવ્રતધારી અને સમ્યગ્દષ્ટિ ગ્રહસ્થાને વિવેકપૂર્વક જે વસ્તુ આપવામાં આવે, તે સ્વર્ગાદિકની સંપત્તિ આપનાર થાય છે. પરશાસ્ત્રમાં વિવેક વિનાનાં જે દાને કહ્યાં છે, તે પ્રાય: આરંભને વધારનાર હોવાથી કેવળ પાપના નિમિત્ત થાય છે. પવિત્ર એવા પુણ્યનું ઉપાર્જન કરવા અથવા દુઃખની શાંત્યર્થે ગૃહસ્થ દાન આપવું-એમ તત્વવેત્તાઓ કહે છે. કહ્યું છે કે – “ मूषकानां वधं कृत्वा, मार्जारस्तृप्यते यथा ।
તથા વામાં તે રે, રાતા વ ન છતિ” છે ?
“ઉંદરને વધ કરીને બિલાડાને તૃપ્ત કર્યાની જેમ કામાંધિત પુરૂષને દાન આપતાં દાતાર સ્વર્ગાદિ સુખ પામી શકતા નથી.” આ પ્રમાણે બ્રાહ્મણના મુખથી શ્રવણ કરીને સમપ્રભ રાજા લલાટપર અંજલિ રચીને કહેવા લાગે કે –“હે ભદ્ર ! મારાપર અનુગ્રહ કરીને મારું સુવર્ણયજ્ઞનું પુણ્ય લઈ અને તેના બદલામાં મને મુનિદાનનું ફળ આપ.” આ રીતે નરેંદ્રનું વચન સાંભળી પુનઃ તે વિષે કહ્યું કે –
હે નરદેવ! જેનાથી પ્રાણીઓ સ્વર્ગ અને મેક્ષનાં સુખ પામી શકે અને ચિંતામણિરત્ન સમાન એવા સુપાત્રદાનનું ફળ આપી કાચરત્નની જેમ અસારે એવું યજ્ઞનું ફળ કેમ લેવાય ? હે રાજન ! કલ્પવૃક્ષ કયાં અને કળિકાળનું એક સામાન્ય વૃક્ષ ક્યાં? તેમ મુનિદાનનું મહલ્ફળ કયાં ? અને યજ્ઞનું તુચ્છ ફળ ક્યાં? વળી હે ભૂપ? જૈન ધર્મજ્ઞ જી પિતાના પાપ કે પુણ્ય કેઈને પણ આપી શકતા