________________
૧૨
સમ્યકત્વ કૌમુદી-વિશ્વભૂતિ બ્રાહ્મણનું વૃત્તાંત.
"आनंदाश्रूणि रोमांचो, बहुमानं प्रियं वचः ।
किं चानुमोदना पात्र-दानभूषणपंचकम्" ॥ १ ॥ “આનંદાશ્રુ, રોમાંચ, બહુમાન, પ્રિય વચન અને અનુમોદના એ સુપાત્રદાનના પાંચ ભૂષણ છે.” પછી દેવતાઓએ તે વિપ્રના મસ્તકપર સુગંધિ જળ અને કલ્પવૃક્ષના પુપની તથા ગૃહાંગણમાં રત્નોની વૃષ્ટિ કરી. તે વખતે નજીકમાં રહેલા યજ્ઞાચાર્યો તે આશ્ચર્યથી વિસ્મય પામીને ત્યાં આવેલા રાજાને આનંદપૂર્વક આ પ્રમાણે કહેવા લાગ્યા:“હે મહીં! યજ્ઞમંત્રને પ્રભાવ ખરેખર! જગતમાં અભુત છે. કે જેથી સાક્ષાત્ પગલે પગલે આ રત્નવૃષ્ટિ થઈ.” રાજાએ મુદિત થઈને કહ્યું કે –“એ વાત ખરેખર સત્ય છે.” અથવા તો મિથ્યાત્વથી મેહિત થયેલ પ્રાણી યથાસ્થિત ક્યાંથી સમજી શકે ? હવે લેભ અને ક્ષેભને વશ થઈ તે બ્રાહ્મણે જેટલામાં રત્ન લેવા લાગ્યા, તેટલામાં તે બધા ભયંકર વીંછી થઈ ગયા અને કેટલાક બ્રાહ્મણોને હાથ અને પગમાં તે ડસ્યા, તેથી તેઓ રંકની જેમ કરૂણસ્વરે પિકાર કરવા લાગ્યા. ત્યાં વિષના વેગથી દુ:ખાસ્ત થયેલા એવા તેઓ વિવિધ ઓષધિઓ તથા વેદોક્ત મંત્ર-તંત્રથી પણ વિષમુક્ત થઈ ન શક્યા. તે અવસરે આકાશમાં દિવ્ય વાણી થઈ કે;-“આ યજ્ઞનું ફળ કે વેદ મંત્રોને મહિમા નથી, પરંતુ વિધિપૂર્વક વિશ્વભૂતિ વિપ્રે કરેલ સુપાત્રદાનનું અહીંજ પ્રાપ્ત થયેલું એ અદ્દભુત ફળ છે. માટે એ દિવ્ય રત્નને યત્નપૂર્વક માથે ઉપાડીને તમે તે આહત વિપ્રના ઘરમાં સત્વર મુકી દે અને જે કુશળતા ચાહતા હે, તે તમે બધા સાથે મળી તે વિપ્રના ચરણે પ્રણામ કરીને પાત્રાપાત્રને ખુલાસો પૂછે.” આ પ્રમાણે દિવ્ય વચન સાંભળીને તેઓ જેટલામાં તેમ કરવા તૈયાર થયા, તેવામાં વીંછીઓ બધા રત્ન થઈ ગયા અને તેમની પીડા શાંત થઈ ગઈ. પછી રાજાએ વિચારજ્ઞ એવા વિશ્વભૂતિને બોલાવી નમસ્કાર કરીને દાનના ભેદ અને ફળાદિકને વિચાર પૂ. દ્રાક્ષના રસ સમાન મધુર એવી રાજાની વાણી સાંભળીને પવિત્ર અને