________________
૧૩૪
સમ્યકત્વ કૌમુદી-ચોથી કથા.
તીર્થોની શ્રેણુઓથી પવિત્ર એવા ભરતક્ષેત્રમાં વસુધાના શ્રીવત્સ સમાન અને કલ્યાણશાળી માણસનું એક સ્થાન એ વચ્છ નામનો દેશ છે. જે દેશમાં સ્તુતિપાત્ર એવી પવિત્ર ગાયે, સ્ત્રીઓ પર્વત અને પવિત્ર જળવાળી નદીઓ (ગાય અને સ્ત્રી પક્ષે દધ) પવિત્ર જળને ધારણ કરતી રાજ્યમંદિરની આંગણભૂમિ નિરંતર શોભી રહી છે, ત્યાં સચિત્ર ઘરેથી સુશોભિત અને માનિનીઓના મુખરૂપ ચંદ્રમાથી પૂર્ણ માની જેમ સદા પ્રકાશિત એવી કૈશાંબી નામે નગરી છે. બહુ આશ્ચર્યની વાત છે કે, જ્યાં રાજાઓ ક્ષમાધર (પૃથ્વીધર,)તપસ્વીઓ સકલત્ર (સકળનું રક્ષણ કરનારા,)અને ઘરે સદાચારી (સાશ આચારવાળા–સદા-ચાર–ચાલવાવાળા) જેવામાં આવે છે. અને જ્યાં કુલીન પુરૂષ, દેવપૂજા, દયા, દાન, વિદ્યા અને સદ્દગુરૂભક્તિમાં નિર્દોષ વ્યસન ધરાવે છે. ત્યાં જ્યશ્રીનું કીડાસ્થાન, ઈદ્ર સમાન બલિષ્ઠ અને ક્ષત્રિયવ્રતથી પ્રખ્યાત થયેલ એવા અજિતંજય નામે રાજા હતા. લોકમાં નિરંતર અદલ ન્યાય અને સદ્વ્યવહારની સર્વત્ર સમાનતાનું તેલન કરવામાં જે રાજાને પ્રતાપ એજ સાક્ષીભૂત હતા. તથા સમિતિ (સદ્વર્તન)માં વર્તતા એવા જે રાજાના હૃદય અને હસ્તકમળ કદાપિ સદ્ધર્મ (શ્રેષ્ઠ ધનુષ્ય) ની સ્થિતિ રહિત ન હતાં. જેના શીલના પ્રભાવથી સતી સ્ત્રીઓ સત્યપણે ભાસે છે એવી અને સુવર્ણ સમાન પ્રભાવાળી એવી સુપ્રભા નામની તેને પ્રિયા હતી. દાક્ષિણ્ય અને શેભાના નિવાસરૂપ તથા તે તે ગુણગણથી વ્યાપ્ત એવા જેના હૃદયકમળમાં સદ્વિવેકરૂપ હંસ સદા રમણુ કરતે હતે. તે રાજાને સજનોમાં પોતે બ્રહ્મજ્ઞ તરીકે પ્રખ્યાત થયેલ છતાં બ્રહ્મ (બ્રહ્મચર્ય) રૂપ વિત્તનું હરણ કરનાર તથા વિશ્વાસપાત્ર એ મશર્મા નામે પ્રધાન હતું. પરંતુ તે કુપાત્રે દાન કરવામાં નિરંતર રક્ત હતે. કારણ કે ભૂંડને કાદવવાળી તલાવડી પ્રાય: પ્રીતિકર થાય છે. તેથી જેઓ અબ્રહ્મચારી, મિથ્યા ઉપદેશક અને પરિગ્રહધારી હતા, તેમને તે પ્રધાન વિત્તદાન કરતો હતો. “ક્ષારભૂમિમાં વાવેલ બીજરાશિ કદી ઉગતી નથી” એમ કુશાસ્ત્ર પ્રેરિત એ તે મૂઢ કદી જાણતેજન હતો.