SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ સમ્યકત્વ કૌમુદી–સતી સોમાનું વૃત્તાંત. સમ્યગ્દષ્ટિ દેવતાઓએ સમા ઉપર કલ્પવૃક્ષના પુષ્પોની વૃષ્ટિ કરી. આથી ગુણપાલ પણ સમસ્ત નગરમાં પ્રશંસાપાત્ર થયો અને તત્કાળ તે રાજાને અસાધારણ પ્રસાદ પામે. આ લેકમાંજ જૈનધર્મને અદ્દભુત મહિમા જોઈને રૂદ્રદત્ત બ્રાહ્મણ પણ સરલ સ્વભાવી થઈ ગયે, અને તે જ વખતે વિનયથી શ્રેણીના ચરણે પ્રણામ કરીને પિતે શ્રાવક થઈ સેમા પાસે પોતાના અપરાધની તેણે ક્ષમા માગી. પછી શ્રેષ્ઠીએ આગળ કરેલ એવી સોમા પોતાના સ્વામી સાથે પગલે પગલે થતા ઉત્સવપૂર્વક પોતાને ઘેર આવી. પછી સોમાની સાથે નિરં તર ભેગ ભોગવતાં ક્ષમાથી ચેગીની જેમ તે વિપ્ર મહાઆનંદ પાપે. ગૃહસ્થ ધર્મને જાણનારી, સુખ દુઃખમાં સમાન સ્થિતિવાળી સુપાત્રે દાન આપતી, છ આવશ્યકમાં તત્પર અને સદાચારયુક્ત સેમા પણ વારંવાર જિનમતની ઉન્નતિ કરીને તે સમસ્ત પુરમાં સમ્યગ્દષ્ટિ ને એક દૃષ્ટાંતરૂપ થઈ પડી. હવે એકદા કૃતધરેમાં અગ્રેસર, અનેક લબ્ધિસંપન્ન, અનેક પ્રકારના પ્રભાવથી પૃથ્વી પર પ્રખ્યાત થયેલા, અહંપૂર્વિકાથી વ્યગ્ર થયેલા એવા નગરવાસી જનેથી નમન કરાતા અને તેજના નિધાનરૂપ એવા કેઈ સાધુ મધ્યાહુકાળે સેમાને ઘેર ભિક્ષા માટે પધાર્યા. માએ પરમ ભક્તિ અને સત્ય આગ્રહપૂર્વક વિશુદ્ધ અન્ન, પાનાદિકથી તેમને પ્રતિલાલ્યા. પછી ગૃહસ્થના ભાજનમાં રહેલ ભે જ્યાદિકને તે સાધુએ દિવ્ય માયાથી તત્કાળ બહુજ સ્વલ્પ કરી મૂક્યા. એવામાં નવદીક્ષિત, તપસ્વી, વિકૃત રૂપને ધારણ કરતા અને કોધાગ્નિથી જાજવલ્યમાન થતા એવા કેઈ નિગ્રંથ ત્યાં આવ્યા. તે ચાતુર્થવર્જિત, મૂઢ જનેમાં હાલના પામતા, કળાના સમૂહથી રહિત અને દિવસના સુધાકર જેવા પ્રભારહિત હોવા છતાં તેની પણ તે વીજ સ્વાભાવિક ભક્તિ કરતી એવી સમાએ બહુજ આનંદપૂર્વક નવકેટીથી વિશુદ્ધ એ આહાર વિહારાવ્યું. તે વખતે તેને તેવા પ્રકારને મનેભાવ જાણુને તે મુનિ સાદુરૂપને ત્યાગ કરી તત્કાળ
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy