SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ સમ્યકત્વ કૌમુદીસતી એમાનું વૃત્તાંત. વાથી ભાગ્યવંત પ્રાણ તીર્થકર લક્ષમીને પ્રાપ્ત કરે છે.” “હે ભગવન! તે વીશસ્થાનક ક્યા?” આ પ્રમાણે માએ પૂછયું, એટલે ગુરૂમહારાજ ત્યાં સભા સમક્ષ આ પ્રમાણે કહેવા લાગ્યા: અહંત, સિદ્ધ, આગમ અને આચાર્યવિગેરેની ભકિત ઈત્યાદિ વિશસ્થાનકે જિન શાસનમાં મેક્ષના કારણરૂપ કહ્યા છે, કહ્યું છે કે —-“અહંત, સિદ્ધ, પ્રવચન, ગુરૂ, સ્થવિર, બહુશ્રુત અને તપસ્વી એ સાત સ્થાનકની ભક્તિ, વારંવાર જ્ઞાનેપગ, સમ્યકત્વ, વિનય, આવશ્યક નિરતિચારશીલવત, ક્ષણે ક્ષણે સમતા પૂર્વકશુભધ્યાન-તપવૃદ્ધિ, સુપાત્રદાન, વૈયાવૃત્ય, સમાધિ, અભિનવ જ્ઞાન, શ્રુતભક્તિ અને પ્રવચન (શાસન) ની પ્રભાવના–આ વીશ કારણથી પ્રાણ તીર્થકરપણાને પ્રાપ્ત કરે છે. હે ભદ્ર! પ્રથમ સ્થાનકમાં ત્રિકાલ–અચન પૂર્વક જિન ભગવંતની દ્રવ્ય અને ભાવથી દઢ ભક્તિ કરવી. બીજા અખીલ સ્થાનકનું આરાધન કરતાં પણ સુગંધી ધૂપ, દીપ વિગેરે અષ્ટ પ્રકારથી જિનેશ્વરેની તે સદા ભક્તિ કરવી જ. તેમજ દ્રવ્યભક્તિ કરનારે રત્ન, સુવર્ણ, પથર અને કાષ્ટમય જિન ચૈત્ય વિધિ પૂર્વક કરાવવાં. જેમાં સુવર્ણ, રત્ન અને કાષ્ટાદિકનું જિનચૈત્ય કરાવે છે, તે ભાગ્યવંત ભાના ઉત્તમ ફળને કેણ જાણી શકે છે? અર્થાત્ તેમને અપરિમિત ફળ મળે છે. કહ્યું છે કે – " काष्ठादीनां जिनागारे, यावन्तः परमाणवः । तावन्ति वर्षलक्षाणि, तत्कतों स्वर्गभार भवेत् " १ કાષ્ઠાદિકના જિનભવનમાં જેટલા પરમાણુઓ હોય, તેટલા લાખ વર્ષ તેને કરાવનાર સ્વર્ગમાં સુખ ભોગવે છે.”એક અંગુષ્ઠ પ્રમાણથી સાતસો અંગુષ્ટ પ્રમાણુની અને મેક્ષ લક્ષ્મીને વશ કરનારી એવી જિન પ્રતિમા કરાવવી. કહ્યું છે કે – " एकांगुलमितं बिंब, निर्मापयति योऽहताम् । एकातपत्रसाम्राज्यं, प्राप्य मुक्तिगृहं व्रजेत् " ॥१॥
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy