________________
સમ્યકત્વ કૌમુદી–ગુણપાલ શ્રેણીનું વૃત્તાંત.
અદત્ત, તીર્થકરઅદત્ત, ગુરૂઅદત્ત, અને જીવઅદત્ત એ ચાર પ્રકારે જેઓ અદત્તને ગ્રહણ કરતા નથી, નવ ગુપ્તિથી જેઓ સદા શીલ પાળે છે, જેઓ ઘર વિગેરેના ત્યાગપૂર્વક સર્વથા પરિગ્રહને ત્યાગ કરે છે, દિનપ્રાપ્તાદિ ભેદેથી જેઓ રાત્રિભેજનને ત્યાગ કરે છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અભિગ્રહમાં તત્પર રહી વિશુદ્ધ આહારને ગ્રહણ કરે છે, તેઓને મુકિતમાર્ગના પ્રકાશક એવા સંયમી કહ્યા છે. અને તેમાંના એક ભાગનું આચરણ કરનારા શ્રાવકે કહેવાય છે. બ્રહ્મચર્યને ધારણ કરનારા, અને વિશુદ્ધ આહારનું ભોજન કરનાર એવો પ્રતિસાધારી શ્રાવક પણ સાધુ સમાન ગણાય છે. જેને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. રાજાઓ જેના શાસનને ધારણ કરે છે, ગ્રહો પ્રસન્ન થાય છે અને દુર્ટો જેનાથી વશ થાય છે, તે બ્રહ્મચર્યને મહિમા અદ્દભુત કહેલ છે.”
આ પ્રમાણે દેશના સાંભળીને સંવેગ રસને ધારણ કરનાર એવા મેં ગુરૂની પાસે વિશ્વને પૂજિત એવું બ્રહ્મચર્યવ્રત કંઈક અંગીકાર કર્યું છે. પછી ત્યાંથી અનેક તીર્થોમાં જિન ભગવંતને નમસ્કાર કરતા એ હું અહીં શાંત્યાદિ જિનેંદ્રોને નમસ્કાર કરવા આજો છું.” આ પ્રમાણે પ્રપંચયુક્ત પણ સુધાસમાન એવી તેની વાણું સાંભળીને આશ્ચર્યથી રોમાંચિત થયેલ એ શ્રેષ્ઠી મનમાં વિચાર કરવા લાગ્યું કે એક બાજુ જેમ સર્વ પ્રકારના સત્તા હોય અને એક બાજુ શીલ પાલન, તથા જેમ એક બાજુ સર્વ તીર્થો અને એક બાજુ શત્રુંજય તીર્થ સમાન છે. તેમ વૈવનવયમાં પણ અતિ દુષ્કર એવું બ્રહ્મચર્યવ્રત ધારણ કરેલ હોવાથી એ મહાપુરૂષ વિશેષથી સ્તુતિપાત્ર છે. માટે ભક્તિપૂર્વક જે એનું વાત્સલ્ય કરાય, તો આ મારો ગ્રહસ્થાશ્રમ વૃક્ષ સફળ થઈ જાય. સાધર્મિકવાત્સલ્ય, જીવદયા અને કષાયે નિગ્રહ-એ શ્રેષ્ઠ એવું પુણ્યાનુબંધી પુણ્ય જેના શાસનમાં વિદિત (પ્રસિદ્ધ) છે.” આ પ્રમાણે વિચાર કરીને પછી શ્રેણીએ તેને કહ્યું કે –“હે પરમ બ્રહ્મચારી! પુણ્યવંત એવા તમે,