________________
૧૧૨
સમ્યકત્વ કૌમુદી-ગુણપાલ શ્રેષ્ઠીનું વૃતાંત.
અવસરે યાચિત દાન અને ધર્મસાધનની સામગ્રીએ અલ્પ ભાગ્યથી પ્રાપ્ત થતી નથી. સમ્યગ્દષ્ટિ, સદા શાંત, અને બાર વ્રતધારી એવા શ્રાવકને સ્વલ્પ દાન આપતાં પણ તે માણસોને પ્રાય: કટિગણું ફળ આપે છે. હજાર મિથ્યાષ્ટિ કરતાં એક સમ્યગ્દષ્ટિ શ્રેષ્ઠ, હજાર સમ્યગ્દષ્ટિ કરતાં એક અણુવ્રતી શ્રેષ્ઠ, હજાર અણુવ્રતી કરતાં એક મહાવ્રતી શ્રેષ્ઠ અને હજાર મહાવ્રતી કરતાં એક જિનેશ્વર શ્રેષ્ઠ કહેલ છે. તીર્થકરસમાન અન્ય પાત્ર થયું નથી અને થવાનું પણ નથી. , જે તેમને યોગ થાય, તે અવશ્ય નિર્વાણપદ મળેજ” આ પ્રમાણે ઉક્તિ (કથન) અને યુકિતથી પ્રસન્ન કરેલ એવા તે ઉત્તમ બ્રાહ્મણે શ્રેષ્ઠીને ઘેર ભેજન કરવાનું કબૂલ રાખ્યું. પછી માનપૂર્વક ગુણપાલ તેને પોતાને ઘેર ભેજન કરાવતું હતું. તેમ કરતાં તે શ્રાવકસમુદાયમાં ધર્મશાસ્ત્રોવિશે ગુરૂપણું પામે. કારણ કે – "सतां संसर्गतः प्रायो, गुरूनींचोऽपि जायते । નળનત જવા, બે જિં મળી તે?ને ?
સંત જનેના સંસર્ગથી પ્રાય: નીચ પણ મહાન થાય છે. રત્નશ્રેણિમાં આવેલો કાચ શું ઉંચા પ્રકારના મણી જેવો લાગતે નથી?” હવે તે શેઠના સંસર્ગથી તે વિપ્ર ત્રિધા શુદ્ધ એવા શ્રાવકધર્મનું અનેક રીતે આરાધના કરીને આરાધનાદિકપૂર્વક પ્રાંતે અનશન સ્વીકારીને શુધ્યાન અને સમાધિવાળે એ તે ગુણશાળી એવા ગુણપાલ શ્રેષ્ઠીને કહેવા લાગ્યા કે – “આ મારી પુત્રી સમા
ગ્ય જનને વિદ્યાની જેમ દઢ સમ્યકત્વધારી અને સદાચારી એવા કેઈ બ્રાહ્મણને તમારે આપવી. પરંતુ સર્વ શાસ્ત્રરૂપ સમુદ્રના પારગત છતાં મિથ્યાત્વમેહનીયથી વ્યાપ્ત એવા સમૃદ્ધ (શ્રીમાન)ને પણ આપવી નહિ. કારણ કે મિથ્યાદ્રષ્ટિ પુરૂષના સંગ કરતાં કન્યાને અવિવાહિત રહેવું અને કષ્ટથી જીવન ગાળવું એ સારું છે.” આ પ્રમાણે કહીને ધીર એવો તે દ્વિજ સર્વ આશ્રવથી નિવૃત્ત થઈને મરણ પામી પુરાયમાન તેજવાળા વૈમાનિક દેવતા થયે. પછી તે શ્રેષ્ઠીથી પોતાને ઘેર પુત્રીની જેમ પાલન કરાતી અને અત્યંત સૌમ્ય