________________
આ અનુભવજ્ઞાનની પરિભાષા સમજતાં અગાઉ આપણે ત્રણજ્ઞાનનું સ્વરૂપ વિચારીશું. આચાર્યશ્રી હરિભદ્ર સૂરિજી મહારાજે ષોડશક પ્રકરણ ના ૧૧ માં ષોડશકમાં ત્રાણ જ્ઞાનની વિવક્ષા આ રીતે કરી છે (શ્લોક નં. ૭ થી ૮) ૧ શ્રુતમય જ્ઞાન ૨ ચિંતામય જ્ઞાન ૩ ભાવના મય જ્ઞાન
જે જ્ઞાન કમશઃ ઉત્તરોત્તર વિશિષ્ટ છે. અહિં વિવક્ષિત અનુભવજ્ઞાન એજ ભાવનાજ્ઞાન સમજવું અને ગ્રંથકારના કહેવા મુજબ જે જાતિસ્મરણ જ્ઞાનનું પણ નિમિત્ત છે. ઊકત ત્રણે જ્ઞાનમાં શ્રુતમય જ્ઞાન ધાન્યના કોઠારમાં રહેલ બીજ જેવું છે. તેમાંથી નવા ધાન્યની ઉત્પત્તિ સંભવિત નથી. ભાષા, વૈવિધ્ય, વ્યાકરણ, અલંકાર, શબ્દકોશ સુધી જ આ જ્ઞાન સીમીત હોય છે. જયારે ચિંતામયજ્ઞાન આથી વધુ વિસ્તૃત અને નય, સપ્તભંગી, પ્રમાણ વગેરેથી ગ્રાહય છે. પાણીમાં જેમ તેલનું બિંદુ ફેલાઈ જાય છે તેમ બુદ્ધિની સૂક્ષ્મતાથી વિચારનું ક્ષેત્ર વ્યાપક બને છે.
જયારે ભાવનાજ્ઞાન - અનુભવજ્ઞાનનો પ્રકાશ જાત્યરત્નની આભા કાંતિ જેવો છે. સૂર્યનો પ્રકાશ વાદળોથી આચ્છાદિત હોય તો પણ તે પ્રકાશ પાથરે જ છે એટલે કે સંપૂર્ણરૂપે તિરોહિત થતો નથી. આ જ્ઞાનમાં વિશ્વનો સર્વજીવોના અનુગ્રહની અને દુઃખ મુક્તિની ભાવના - ખેવના હોય છે. મહાભારતમાં જણાવ્યા મુજબ આ ભાવનાજ્ઞાનને સમજવા માટે આ શ્લોક અત્રે ઉપયોગી થશે.
न त्वहं कामये राज्यं न स्वर्ग नाऽपुनर्भवं ।
कामये दुःखतप्तानां
प्राणिनां आर्ति नाशनम् ॥ મને કોઈ પણ પદ, પ્રતિષ્ઠા, સત્તા, સ્વર્ગ કે મોક્ષની પણ ખેવના નથી. બસ, આ દુનિયાના દુ:ખી જીવોનું દુઃખ દૂર થાય એ જ ઈચ્છું છું.
૨૦)