________________
४४०
ગાથા-૭૪ - પૌષધનું ફળ
सम्बोधसप्ततिः
जाए पडिलेहणाए पुव्वविहिणा काऊण पडिलेहणं जहन्नओ वि मुहुत्तमेत्तं सज्झायं करिय पोसहपारणट्टी खमासमणदुगेण मुहपोत्तिं पडिलेहिय खमासमणपुव्वं भणइ इच्छाकारेण संदिसह पोसहं पारावेह गुरू भणइ पुणो वि कायव्वो, बीयखमासमणेण पोसहं पोरेमि त्ति गुरू भणइ आयारो न मोत्तव्वो ति । तओ नमोक्कारतिगं उद्घट्ठिओ भणइ, मुहपोत्तिं पडिलेहिय पुव्वविहिणा सामाइयं पारेइ, पोसहे पारिए नियमा सइ संभवे साहू पडिलाभिय पारियव्वं ति । जो रतिं पोसहं लेइ सो सज्झाए સંબોધોપનિષદ્ પ્રતિક્રમણનો સમય થાય, ત્યાં સુધી સજ્ઝાય કરે.
પછી વિધિથી પ્રતિક્રમણ કરીને, પડિલેહણનો સમય થાય એટલે પૂર્વે કહેલી વિધિથી પડિલેહણ કરીને, જઘન્યથી પણ એક મુહૂર્ત સ્વાધ્યાય કરીને, જેને પૌષધ પારવો હોય, તે બે ખમાસમણ દ્વારા મુહપત્તિપડિલેહણ કરીને ખમાસમણપૂર્વક કહે છે - ઇચ્છાકારેણ સંદિસહ પોસહં પારાવેહ. ગુરુ કહે છે ‘ફરીથી પણ કરવા યોગ્ય છે.' બીજા ખમાસમણપૂર્વક કહે, ‘પોસહં પારેમિ.' ગુરુ કહે - (આ) આચાર છોડવા જેવો નથી. પછી ઉભા રહીને ત્રણ નવકાર બોલે છે, મુહપત્તિનું પડિલેહણ કરીને પૂર્વવિધિથી સામાયિક પારે છે, પૌષધ પારીને જો સંભવ હોય તો અવશ્ય મુનિ ભગવંતોને વહોરાવીને પારવું = પારણું કરવું જોઇએ.
-