________________
રૂ૮૬ ગાથા-૬૬ - દેવદ્રવ્યવૃદ્ધિથી તીર્થકરપણું સવોથસપ્તતિઃ ॥१॥" यथा जिनद्रव्यस्य वृद्धिः कर्तव्या तथा तद्रक्षणमपि विधेयम्, यदुक्तम्-"जिणपवयणवुड्किरं, पभावगं नाणदंसणगुणाणं । रक्खंतो जिणदव्वं, परित्तसंसारिओ होइ ॥१॥" 'परीत्तसंसारिकः' इति, आसन्नमुक्तिगमनादल्पस्थितिकः ॥६६॥
– સંબોધોપનિષદ્ – નથી, જ્ઞાન પણ નથી, એમ સૂચિત કર્યું છે. જેણે નરકનું આયુષ્ય બાંધી લીધું હોય, તેને તથાવિધ કર્મના પ્રભાવે તથા ભવિતવ્યતાના પ્રભાવે પ્રાયઃ વિપરીત બુદ્ધિ જ થતી હોય છે, કે જેનાથી પ્રેરિત થઈને તે હાથે કરીને પોતાના પગ પર કુહાડો મારવા જેવું કાર્ય કરે છે. એ જ રીતે દેવદ્રવ્ય કે સાધારણદ્રવ્યનું ભક્ષણ કરનારની બાબતમાં પણ સમજવાનું
જે રીતે ચૈત્યદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ તે રીતે તેનું રક્ષણ પણ કરવું જોઈએ. કારણ કે કહ્યું છે કે- જે જિનપ્રવચનની વૃદ્ધિકારક છે, જ્ઞાન-દર્શનગુણોનું પ્રભાવક છે, તેવા જિનદ્રવ્યનું રક્ષણ કરનાર પરિમિતસંસારી થાય છે. //ળા (ઉપદેશપદ ૪૧૭, સંબોધપ્રકરણ ૯૮, શ્રાદ્ધદિનકૃત્ય ૧૪૩)
પરિમિત સંસારી = જેની મુક્તિ નિકટ હોવાથી, જેનો સંસાર અલ્પ સ્થિતિવાળો છે. //૬૬ો.