________________
६८ ગાથા-૭-૮ - સુસાધુશરણ सम्बोधसप्ततिः रौद्रध्यानानुबन्धिकल्पनानिचयवियोगः प्रथमा, शास्त्रानुसारिणी परलोकसाधिका धर्मध्यानानुबन्धिनी माध्यस्थ्यपरिणतिद्वितीया, कुशलाकुशलमनोवृत्तिनिरोधेन योगनिरोधावस्थाभाविनी स्वात्मारामता तृतीयेति । वाग्गुप्तिद्धिभेदा-मुखनयनभ्रूविकाराङ्गुल्याच्छोटनोर्द्रभावकाशितहुङ्कृतलोष्ठक्षेपणादीनामर्थसूचिकानां चेष्टानां परिहारेणाद्य मया न वक्तव्यमित्यभिग्रहकरणमेका वाग्गुप्तिः ।
– સંબોધોપનિષદ્ - કલ્પનાઓના સમૂહના વિયોગ, એટલે કે મનનું દુધ્ધનરહિતપણું એ પહેલી મનોગુપ્તિ છે. (૨) શાસ્ત્રાનુ-સારિણી, પરલોકમાં હિત કરનારી, ધર્મધ્યાનના અનુબંધવાળી માધ્યશ્મની પરિણતિ એ બીજી મનોગુપ્તિ છે. (૩) કુશળ અને અકુશળ એવી મનોવૃત્તિના નિરોધથી યોગનિરોધની અવસ્થાના સમયે થનારી સ્વાત્મારામતા એ ત્રીજા પ્રકારની મનોગુપ્તિ છે.
વચનગુપ્તિ બે પ્રકારની છે – (૧) કોઈ પણ જાતની અર્થસૂચક ચેષ્ટાઓ જેમ કે મુખ, નયન, ભમરના વિકારો, ચપટી વગાડવી, આંગળી ઊંચી કરવી, ઉધરસ ખાવી, હુંકારો કરવો, માટીનું ઢેકું ફેંકવું.... વગેરેના પરિહારથી આજે મારે ન બોલવું, એવો અભિગ્રહ કરવો તે પહેલા પ્રકારની વચનગુપ્તિ છે.
પ્રશ્ન - બોલીએ નહીં એટલે મૌનનું પાલન તો થઈ જ ગયું છે. પછી ઇશારા વગેરેનો પરિહાર શા માટે કરવાનો ?
ઉત્તર - કારણ કે જે વ્યક્તિ ચેષ્ટાવિશેષથી પોતાના