________________
सम्बोधसप्ततिः
ગાથા-૭-૮ - સુસાધુશરણ
५३
મનમોઽપિ વિદુરરિન્દ્રિયૈરહહ ! વિદુરીવૃતઃ ॥॥'' અન્યત્ત્વ"जयो यद्बाहुबलिनि, दशवक्रे निपातनम् । जिताजितानि राजेन्द्र!, हृषीकाण्यत्र कारणम् ॥१॥" तत्थ सोइंदिए उदाहरणम् वसंतउरे नगरे पुप्फसालो नामं गंधव्विओ । सो अइसुस्सरो विरूवो य तेण जणो हयहियओ कओ । तंमि य नगरे सत्थवाहो दिसायत्तं गएल्लओ, भट्टा य से भारिया । तीए केणवि कारणेण दासीओ पयट्टियाओ, ताओ सुणेंतीओ अच्छंति સંબોધોપનિષદ્
1
છે. તે મોહમંદરા પીવાથી વિમોહિત થયો છે. તે પોતાના કિંકર એવા મનની પણ કિંકર એવી ઇન્દ્રિયો વડે કિંકર કરાયો છે, રે, શું કહેવું ? (આત્મા પોતાના દાસના દાસોનો પણ દાસ બની ગયો છે.)
વળી – જે બાહુબલિનો વિજય થયો અને રાવણનું પતન થયું, તેમાં હે રાજેન્દ્ર ! વશીકૃત અને અવશીકૃત એવી ઇન્દ્રિયો જ કારણભૂત હતી.
તેમાં શ્રોત્રેન્દ્રિયમાં ઉદાહરણ આ પ્રમાણે છે. વસંતપુર નગરમાં પુષ્પશાલ નામનો ગાંધર્વિક હતો. તે અતિ સુંદર સ્વરવાળો અને કદરૂપો હતો. તેણે લોકોનું મન હરી લીધું. તે જ નગ૨માં સાર્થવાહ દિગ્યાત્રા પર ગયો હતો. તેની પત્નીનું નામ ભટ્ટા હતું. તેણે કોઈ પણ કારણથી દાસીઓને મોકલી હતી. તે દાસીઓ તે ગાયકને સાંભળતી રહે છે અને