________________
૨૨૨ ગાથા-૪૩ - કુસંગત્યાગ અન્વોઈસપ્તતિ श्रुत्वा दिवाकरेण पूरिता सा । "मृगा मृगैः सङ्गमनुव्रजन्ति, गावश्च गोभिस्तुरगास्तुरङ्गैः । मूर्खाश्च मूखैः सुधियः सुधीभिः, समानशीलव्यसनेषु सख्यम् ॥१॥" ततस्तुष्टेन नृपेणोक्तं भद्र! किं ददामि ? । तेनोक्तं मत्प्रभोर्दारिद्रयक्षयं करु । ततस्तेन सार्धाष्टमग्रामशतयुतं श्रीपुरं दत्तम् । ततस्तेन तत् स्वस्वामिने प्राभृतीकृतम् । स्वामिनाऽपि तवापि कार्यं किमप्यहं करिष्यामीति प्रतिपन्नम् । अन्यदा मद्यपानप्रसक्तः पिङ्गलदासो राज्ञाऽदर्शि । तदनु राज्ञा तज्जिह्वाछेद आदिष्टे मित्रीकृतं
- સંબોધોપનિષદ્ – હરણો હણોની સંગતિ કરે છે, ગાયો ગાયોની સાથે, ઘોડા ઘોડાઓની સાથે, મૂખ મૂર્ખાઓની સાથે અને સુબુદ્ધિજનો સુબુદ્ધિજનોની સાથે સંગતિ કરે છે, કારણ કે જેમનો સ્વભાવ અને આદતો સમાન હોય, તેમનામાં પરસ્પર મિત્રતા થાય છે.
આ સાંભળીને ખુશ થયેલા રાજાએ કહ્યું કે, “હે ભદ્ર ! બોલ, તને શું આપું?” દિવાકરે કહ્યું કે, “મારા સ્વામિની દરિદ્રતાને દૂર કરો. પછી તેણે ૭૫૦ ગામો સહિત શ્રીપુર આપ્યું. તે દિવાકરે પોતાના સ્વામિને ભેટણારૂપે આપ્યું. સ્વામિએ પણ સ્વીકાર્યું કે, “હું તારું પણ કોઈ કાર્ય કરી આપીશ.”
એક વાર રાજાએ મદિરાપાનમાં આસક્ત એવા પોતાના દાસ પિંગલને જોયો. રાજાએ તેની જીભ કાપી નાખવાનો આદેશ આપ્યો. દિવાકરે પોતાના મિત્ર તરીકે માનેલા