________________
૨૦૦ ગાથા-૩૬ - દ્રવ્ય-ભાવસ્તવનું ફળ લખ્યો સપ્તતિઃ परिग्गहियचेइयाणि" इत्यादिपाठे अन्यतीर्थिकपरिगृहीतचैत्यवन्दनप्रतिषेधतायां स्वतीर्थिकपरिगृहीतचैत्यवन्दनादि भगवतोक्तमेवेति नाशङ्का काऽपि करणीया । अपरं
- સંબોધોપનિષદ્ અન્યતીર્થિક પરિગૃહીત ચૈત્યો' (ઉપાસકદશા અ. ૧, ઔપપાતિકસૂત્રવૃત્તિ, આવશ્યકચૂર્ણિ) ઇત્યાદિ પાઠ છે. અહીં સંપૂર્ણ પાઠનો ભાવાર્થ એવો છે કે તે શ્રાવકોએ સમ્યક્તનો સ્વીકાર કર્યો, ત્યારથી તેમને મિથ્યાત્વી દેવોને વંદન વગેરે કરવું તો ન કહ્યું, પણ પરતીર્થકોએ જેનો કબ્બો કર્યો છે, તેવી જિનપ્રતિમા–જિનચૈત્યોને વંદનાદિ કરવું પણ ન કલ્પે. કારણ કે પરતીર્થિકો તે પ્રતિમાને વિષ્ણુ વગેરે રૂપે પૂજતા હોય. અને જો સમ્યસ્વી ત્યાં જાય, તો તેના આલંબનથી બીજા પણ ત્યાં જાય, તેઓ પ્રતિમાને વિષ્ણુ વગેરે રૂપે સમજીને વંદનાદિ કરે, આ રીતે તેમના મિથ્યાત્વની વૃદ્ધિ થાય. વંદનાર્થીઓની ભીડથી પણ પરતીર્થિકોનું જોર વધે, તેનાથી મિથ્યાત્વની વૃદ્ધિ થાય.
આ રીતે અહીં પરતીર્થિક વડે પરિગૃહીત એવા ચૈત્યને વંદન કરવાનો પ્રતિષેધ કર્યો, તેના દ્વારા જ ભગવાને સ્વતીર્થિક વડે પરિગૃહીત એવા ચૈત્યને વંદન વગેરે કરવું જોઇએ, એવું અર્થપત્તિથી કહ્યું જ છે. માટે - “ભગવાનના શ્રાવકોએ પ્રતિમાની આરાધના નથી કરી” – એવા પ્રકારની કોઈ આશંકા